Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાકિસ્તાનમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની એક યાત્રા...

મિત્રો અમે આપના માટે એક નવા લેખ શ્રેણીની શરૂઆત કરી છે. જે હેઠળ અમે આપને પાકિસ્તાનમાં આવેલા પૌરાણિક મંદિરો અને તેના માહત્મ્ય વિશે તેમજ પાકિસ્તાનમાં પણ હિન્દુ સંસ્કૃતિના અમીટ વારસાનો પરિચય કરાવી રહ્યા છીએ. પાકિસ્તાન અને ભારત ભલે ભૌગોલિક રીતે અલગ પડી ગયા હોય પરંતુ ત્યાંની ધરતીમાં હજી પણ હિન્દુ સંસ્કૃતિનો વારસો સંગરાયેલો છે. હજારો-લાખો વર્ષથી અહીં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો હેમખેમ અવસ્થામાં ઊભા છે, અને તેની માવજત પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ કરી રહ્યા છે. આ ઉપરાંત અહીંના મંદિરોનું એટલું સત્ય છે કે ભારતથી પણ લોકો ત્યાં દર્શન કરવા જાય છે.

આ શ્રેણી હેઠળ અમે આપને પાકિસ્તાનમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર, કટાસરાજ મંદિર અને હિંગળાજ મંદિરની, ગોરી મંદિર, હિંગળાજ માતાજીના મંદિર, શારદા મંદિર અને રત્નેશ્વર મંદિર અંગે પરિચય કરાવી ચૂક્યા છીએ. આ શ્રેણીમાં અમે આપને આજે લઇ જઇ રહ્યા છીએ પાકિસ્તાનમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં.

આ શ્રેણીમાં આગળ વધતા અમે આજે આપને પાકિસ્તાનમાં આવેલા પ્રસિદ્ધ સ્વામીનારાયણ મંદિરમાં લઇ જઇ રહ્યા છીએ. તો આવો જાણીએ પાકિસ્તાનમાં આવેલા આ સ્વામીનારાયણ મંદિરનું શું છે માહત્મ્ય.

સ્વામીનારાયણ મંદિર, કરાચી:

પાકિસ્તાનમાં આમતો ઘણા મંદિરો આવેલા છે, પરંતુ સ્વામિનારયણ સંપ્રદાયનું મંદિર અલગ જ મહત્વ ધરાવે છે. પાકિસ્તાનમાં આ એકલું એવું મંદિર છે જે સ્વામીનારાયણ સંપ્રદાયનું છે. મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો એપ્રિલ 2004માં આ મંદિરની 150મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા સમયે આ મંદિરને શરણાર્થી શિબિરમાં ફેરવી દેવામાં આવ્યું હતું. એક વાત જણાવી દઇએ કે અહીં જે ભગવાન સ્વામીનારાયણની મૂર્તિઓ હતી તેને ભારતમાં લાવવામાં આવી હતી. પાકિસ્તાનનાં સંસ્થાપક મુહમ્મદ અલી જિણ્ણાએ પણ આ મંદિરના દર્શન કર્યાં હતા.

આઝાદી પછી 1989માં અમદાવાદના સ્વામીનારાયણ મંદિરના સાધુઓનું એક સંઘ અહીં દર્શન કરવા માટે આવ્યું હતું. આ મંદિર પરિસરમાં એક નાનું ગુરૂદ્વારા પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં દર વર્ષે વૈશાખી પર્વ ધૂમધામથી ઉજવવામાં આવે છે.

તસવીરોમાં જુઓ પાકિસ્તાનમાં આવેલા સ્વામિનારાયણ મંદિરને...

સ્વામીનારાયણ મંદિર, કરાચી

સ્વામીનારાયણ મંદિર, કરાચી

પાકિસ્તાનમાં આમતો ઘણા મંદિરો આવેલા છે, પરંતુ સ્વામિનારયણ સંપ્રદાયનું મંદિર અલગ જ મહત્વ ધરાવે છે. પાકિસ્તાનમાં આ એકલું એવું મંદિર છે જે સ્વામીનારાયણ સંપ્રદાયનું છે. મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો એપ્રિલ 2004માં આ મંદિરની 150મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી.

મંદિર પરિસરમાં એક નાનું ગુરૂદ્વારા

મંદિર પરિસરમાં એક નાનું ગુરૂદ્વારા

આ મંદિર પરિસરમાં એક નાનું ગુરૂદ્વારા પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં દર વર્ષે વૈશાખી પર્વ ધૂમધામથી ઉજવવામાં આવે છે.

ગુરુદ્વારાની બહારનું પ્રાંગણ

ગુરુદ્વારાની બહારનું પ્રાંગણ

ગુરુદ્વારાના બહારના પ્રાંગણનું એક દ્રશ્ય.

સ્વામીનારાયણ મંદિર

સ્વામીનારાયણ મંદિર

આઝાદી પછી 1989માં અમદાવાદના સ્વામીનારાયણ મંદિરના સાધુઓનું એક સંઘ અહીં દર્શન કરવા માટે આવ્યું હતું.

સ્વતંત્રતા સમયે

સ્વતંત્રતા સમયે

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા સમયે આ મંદિરને શરણાર્થી શિબિરમાં ફેરવી દેવામાં આવ્યું હતું.

ભારત લવાઇ હતી સ્વામિનારાયણની મૂર્તિઓ

ભારત લવાઇ હતી સ્વામિનારાયણની મૂર્તિઓ

એક વાત જણાવી દઇએ કે અહીં જે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિઓ હતી તેને ભારતમાં લાવવામાં આવી હતી. પાકિસ્તાનનાં સંસ્થાપક મુહમ્મદ અલી જિણ્ણાએ પણ આ મંદિરના દર્શન કર્યાં હતા.

સ્વામિનારાયણ મંદિરનું પ્રાંગણ

સ્વામિનારાયણ મંદિરનું પ્રાંગણ

સ્વામિનારાયણ મંદિરનું પ્રાંગણ, જ્યાં એક બાળખ તસવીર પડાવી રહ્યો છે.

પાકિસ્તાનના આ મંદિરમાં શિવરાત્રિ પર હજારો ભક્તો ઊમટી પડે છે

પાકિસ્તાનના આ મંદિરમાં શિવરાત્રિ પર હજારો ભક્તો ઊમટી પડે છે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X