આંખનું તેજ વધારવામાં મદદરૂપ છે આ ક્રિસ્ટલ!

Posted By:
Subscribe to Oneindia News

આંખ મનુષ્ય માટે ઈશ્વર તરફથી મળેલી ઉત્તમ ભેટ છે, તેની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. આંખો વિના સંસાર અંધકારભર્યો છે. કોઈ જન્મજાત ખામી, ડિસઓર્ડર કે કોઈ બિમારીને કારણે ક્યારેક ઓછી ઉંમરમાં આંખે ઓછું દેખાવાનું શરૂ થઈ જાય તો પછી શરૂ થઈ જાય છે દવાખાનાની દોડધામ. જો તમારી આંખની બિમારીનો ઈલાજ ચાલી રહ્યો હોય તો સારી વાત છે, પણ રત્ન ચિકિત્સામાં એવા અનેક હિલિંગ સ્ટોનનો ઉલ્લેખ છે, જેનાથી માત્ર આંખોના રોગ જ નહિં પણ વધતી ઉંમર સાથે ઘટતુ આંખનું તેજ જાળવી રાખવામાં પણ મદદ મળે છે.

eye

બ્લેક એજેટ

કાળા રંગનો આ ક્રિસ્ટલ આંખના અનેક રોગોને દૂર કરે છે. ક્રિસ્ટલ થેરેપિસ્ટના કહેવા પ્રમાણે, બ્લેક એજેટને હલકા હાથે આંખની પાંપણ પર ઘસવાથી આંખોની આસપાસ લોહીનું ભ્રમણ નિયમિત થાય છે. તેનાથી આંખોની નીચે બનેલા કાળા કુંડાળા ઓછા થાય છે અને દ્રષ્ટિ દોષ દૂર થઈ, નેત્રની જ્યોતિ વધે છે. બ્લેક એજેટને આંગળીમાં પહેરવાથી પણ આંખના રોગ દૂર થાય છે.

એક્વામરીન

પ્રવાહી તત્વનું પ્રતિનિધિત્વ કરનાર આ સ્ટોન આંખના રોગો દૂર કરી ચમત્કારી પરિણામ આપે છે, આંખમાં એલર્જી, સૂકાપણું, આંખમાં ખંજવાળ, બળતરા વગેરે જેવી સમસ્યાઓમાંથી આ સ્ટોન મુક્તિ અપાવે છે. સફેદ, સામાન્ય લીલો, સામાન્ય વાદળી રંગમાં મળનારા આ સ્ટોનને આખી રાત પાણીમાં નાખી રાખી આંખને ધોવાથી તમામ ઝેરીલા પદાર્થો બહાર નીકળી જાય છે. આંખોનું સૂકાપણું દૂર થાય છે.

ટાઈગર જાસ્પેર

ઘણી વાર એવું બને છે કે, આંખની આસપાસ લોહીનું ભ્રમણ બરાબર થંતુ નથી, પરિણામે આંખમાં અનેક પ્રકારના રોગો થાય છે. ટાઈગર જૈસ્પર આ લોહીનુ ભ્રમણ વધારે છે. તેને પહેરવાથી આંખોનું તેજ વધે છે, આંખોની ચમક વધે છે. ઉપરાંત તેનાથી આંખમાં એવું આકર્ષણ ઊભું થાય છે, જેનાથી દરેક વ્યક્તિ તમારા પ્રત્યે આકર્ષાઈ જાય છે.

ઝેડ

પ્રાચીન સમયમાં ઝેડ આંખોના ગંભીર રોગોને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતો. તેનાથી ઈમ્યુનિટિ સિસ્ટમ મજબૂત થાય છે, જે સારા વિઝન માટે અત્યંત મહત્વનું છે. આંખના મોસમી રોગો માટે આ સ્ટોન ઉપયોગી સાબિત થાય છે. કંજક્ટિવાઈટિસમાં તેની અસર ચમત્કારી જોવા મળી છે. તેના મોતીની માળા પણ પહેરી શકાય છે.

ફ્લૂરૉઈટ

આ સ્ટોનમાં ગ્લૂકોમા કે કાંચ બિંદૂને ઠીક કરવાની તાકાત હોય છે. વધારે પડતી ગરમીને કારણે આંખનો દુખાવો, બળતરા જેવી સમસ્યાઓ આ સ્ટોનથી દૂર થાય છે. ફ્લૂરૉઈટ આંખને મગજ સાથે જોડનારી નસોને મજબૂત કરે છે, જેનાથી વધુ ઉંમર થઈ હોય તો પણ આંખના તેજને વધારી શકાય છે.

English summary
Here are Astrology Tips For Healthy Eyes, Please have a look.
Please Wait while comments are loading...