For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીએમડબલ્યુની ટોપ 10 સૌથી મોંઘી કાર્સ

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં બીએમડબલ્યુ એક વૈભવી અને ફાસ્ટેસ્ટ કાર નિર્માતા કંપની તરીકે જાણીતું છે. કંપની દ્વારા પોતાની અનેક કાર્સને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. જોકે આ વૈભવી કાર નિર્માતાઓ દ્વારા લોન્ચ કરવામાં આવતી કાર્સની કિંમત પણ ઘણી જ વધારે હોય છે અને જેને એક સામાન્ય કારધારક ખરીદી શકતો નથી. આ કાર નિર્માતાઓ દ્વારા ખાસ વર્ગને ધ્યાનમાં રાખીને પોતાની કાર્સને લોન્ચ કરવામાં આવતી હોય છે. જેમાં સેલિબ્રિટી, સ્પોર્ટ્સ પર્સનાલિટી, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ હોય છે.

વાત બીએમડબલ્યુની કરીએ તો બીએમડબલ્યુ ભારતભરમાં જાણીતી બ્રાન્ડ છે અનેક લોકો પાસે આપણને આ વૈભવી બ્રાન્ડ અનેકવિધ મોડલ્સ જોવા મળે છે. આ મોડલ્સને જોતાની સાથે જ આપણા મનમાં પ્રશ્ન જાગે છેકે આ આકર્ષક મોડલની કિંમત શું હશે. તો આજે અમે અહીં બીએમડબલ્યુના ટોપ 10 મોડલ્સની કિંમત અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી તેને જાણીએ.

બીએમડબલ્યુ 1 સિરિઝ

બીએમડબલ્યુ 1 સિરિઝ

કિંમતઃ- 23.8 - 34.1 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 1.6-લિટર 16વી પેટ્રોલ એન્જીન, 136બીએચપી, 220એનએમ
ડીઝલ એન્જીનઃ-1995 સીસી, 2.0-લિટર 16વી ડીઝલ એન્જીન, 143બીએચપી, 320એનએમ
એવરેજઃ-13.4 કેએમપીએલ/ 16.28 કેએમપીએલ(પેટ્રોલ), 18.32 કેએમપીએલ/ 20.58 કેએમપીએલ(ડીઝલ)

બીએમડબલ્યુ 3 સિરિઝ

બીએમડબલ્યુ 3 સિરિઝ

કિંમતઃ- 35.1 - 44.9 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1997 સીસી, 2.0-લિટર 16વી પેટ્રોલ એન્જીન , 245બીએચપી, 350એનએમ
ડીઝલ એન્જીનઃ-1995 સીસી, 2.0-લિટર 16વી ડીઝલ એન્જીન , 184બીએચપી, 380એનએમ
એવરેજઃ-10.34 કેએમપીએલ/ 14.79 કેએમપીએલ(પેટ્રોલ), 15.54 કેએમપીએલ/ 19.59 કેએમપીએલ(ડીઝલ)

બીએમડબલ્યુ એક્સ 1

બીએમડબલ્યુ એક્સ 1

કિંમતઃ- 32.3 - 37.8 લાખ રૂપિયા
એન્જીનઃ1995 સીસી, 2.0-લિટર 16વી એસડ્રાઇવ 20ડી ડીઝલ એન્જીન, 184બીએચપી, 380એનએમ
એવરેજઃ- 13.0 કેએમપીએલ/ 17.05 કેએમપીએલ

બીએમડબલ્યુ એક્સ 3

બીએમડબલ્યુ એક્સ 3

કિંમતઃ- 47.2 - 52.4 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ-1995 સીસી, 2.0-લિટર 16વી એક્સડ્રાઇવ20ડી ડીઝલ એન્જીન , 190બીએચપી, 400એનએમ
એવરેજઃ-13.3 કેએમપીએલ/ 18.56 કેએમપીએલ

બીએમડબલ્યુ 5 સિરિઝ

બીએમડબલ્યુ 5 સિરિઝ

કિંમતઃ- 51.4 - 61.3 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ-2993 સીસી, 3.0-લિટરs 24વી ડીઝલ એન્જીન , 258બીએચપી, 540એનએમ
એવરેજઃ-13.1 કેએમપીએલ/ 16.2 કેએમપીએલ

બીએમડબલ્યુ ઝેડ 4

બીએમડબલ્યુ ઝેડ 4

કિંમતઃ- 64.9 - 71.9 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ-2979 સીસી, 3.0-લિટર 24વી પેટ્રોલ એન્જીન , 306બીએચપી, 400એનએમ
એવરેજઃ-7.16 કેએમપીએલ/ 10.37 કેએમપીએલ

બીએમડબલ્યુ 6 સિરિઝ

બીએમડબલ્યુ 6 સિરિઝ

કિંમતઃ- 90.3 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ-2993 સીસી, 3.0-લિટરs 24વી ડીઝલ એન્જીન , 313બીએચપી, 630એનએમ
એવરેજઃ-14.7 કેએમપીએલ/ 20.0 કેએમપીએલ

બીએમડબલ્યુ 7 સિરિઝ

બીએમડબલ્યુ 7 સિરિઝ

કિંમતઃ- 1.1 - 2.0 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 5972 સીસી, 6.0-લિટર 48વી વી ટાઇપ એન્જીન , 544બીએચપી, 750એનએમ
ડીઝલ એન્જીનઃ-2993 સીસી, 3.0-લિટર 24વી ડીઝલ એન્જીન , 258બીએચપી, 560એનએમ
એવરેજઃ-4.34 કેએમપીએલ/ 7.46 કેએમપીએલ(પેટ્રોલ), 13.05 કેએમપીએલ/ 16.46 કેએમપીએલ(ડીઝલ)

બીએમડબલ્યુ એક્ટિવ હાઇબ્રિડ

બીએમડબલ્યુ એક્ટિવ હાઇબ્રિડ

કિંમતઃ- 1.34-1.95 કરોડ રૂપિયા
જો તમે હાઇબ્રિડ કારના ચાહક છો તો ચોક્કસપણે તેની કિંમતને વધારે ધ્યાને નહીં લો. બીએમડબલ્યુએ પોતાની એક્ટિવ હાઇબ્રિડ કાર્સને મોંઘી કિંમત સાથે રજૂ કરી છે અને તેના ત્રણ મોડલ છે. જે એક્ટિવ હાઇબ્રિડ 3, એક્ટિવ હાઇબ્રિડ 5 અને એક્ટિવ હાઇબ્રિડ 7 છે.

બીએમડબલ્યુ એમ સિરિઝ

બીએમડબલ્યુ એમ સિરિઝ

કિંમતઃ- 1.0 - 1.7 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ-4395 સીસી, 4.4-લિટર 32વી વી-ટાઇપ એન્જીન, 560બીએચપી, 680એનએમ
એવરેજઃ-6.0 કેએમપીએલ/ 10.0 કેએમપીએલ

English summary
bmw's most expencive cars
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X