માઇકલ શૂમાકર કોમામાં, સ્કીઇંગ દરમિયાન થઇ ઇજા
ફોર્મુલા 1ને નવી જિંદગી આપનારા સતત સાત વખત ફોર્મુલા 1 ચેમ્પિયન જર્મન ડ્રાઇવર માઇકલ શૂમાકર આજે જિંદગી અને મોત વચ્ચેની જંગ લડી રહ્યાં છે. જીહાં, 44 વર્ષીય માઇકલ શૂમાકરને સ્કીઇંગ દરમિયાન માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેનાકારણે તેઓ બેભાન થઇ ગયા હતા.
તમને જણાવી દઇએ કે, શૂમાકર ફ્રાન્સમાં જ ફ્રેન્ચ અલ્નસ રિસોર્ટમાં સ્કીઇંગ કરી રહ્યાં હતા, આ દુર્ઘટના એ સમયે થઇ હતી. દુર્ઘટના બાદ શૂમાકરને હેલિકોપ્ટર દ્વારા તત્કાળ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટર્સ દ્વારા તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાની પૃષ્ટિ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, ફોર્મુલા 1 રેસની વિશ્વના બેતાજ બાદશાહ કહેવાતા માઇકલ શૂમાકર જેવું વિશ્વમાં અન્ય કોઇ નથી. તેમની ચોંકાવી દે તેવી રેસિંગ સ્કીલ્સના કારણે તેઓ સતત 7 વખત વિશ્વ વિજેતા રહ્યા. પ્રારંભીક દોરમાં ફેરારી રેસિંગ ટીમથી તેમણે પોતાના સફરની શરૂઆત કરનારા શૂમાકર ગઇ સિઝન સુધી ટ્રેક પર જોવા મળ્યા.
જોકે, બાદમાં તેમણે મર્સીડિઝ બેન્ઝ સાથે કરાર કર્યો હતો. ગયા વર્ષે જ બ્રાઝિલ ગ્રાં પ્રી દરમિયાન તેમણે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. શૂમાકર ઇજાગ્રસ્ત થવાના કારણે વિશ્વભરમાં તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઇ છે.












Click it and Unblock the Notifications
