આ સ્કુલે છોકરાઓને પણ સ્કર્ટ પહેવાની પરવાનગી આપી

Posted By:
Subscribe to Oneindia News

દુનિયાભરમાં મોટાભાગની સ્કુલમાં છોકરા અને છોકરીઓનો યુનિફોર્મ અલગ અલગ હોય છે. પરંતુ હાલમાં જ એક સ્કુલ ઘ્વારા છોકરાઓને પણ સ્કર્ટ પહેવાની પરવાનગી આપી છે. આ સ્કુલમાં અભ્યાસ કરનાર છોકરાઓ યુનિફોર્મ રૂપે સ્કર્ટ પહેરી શકે છે. આ નિર્ણય સાંભળવામાં ભલે અજીબ લાગે પરંતુ સ્કુલના બધા જ છોકરાઓ આ નિર્ણયથી ખુશ અને ઉત્સાહિત છે.

છોકરાઓને મીની સ્કર્ટ પહેવાની પરવાનગી

છોકરાઓને મીની સ્કર્ટ પહેવાની પરવાનગી

બ્રિટનની રુટલેન્ડ માં અપીનધમ સ્કૂલમાં અભ્યાસ કરનાર છોકરાઓને સ્કર્ટ પહેવા માટે પરવાનગી આપવામાં આવી છે. હવે સ્કુલમાં જે બાળકો પેન્ટને બદલે સ્કર્ટ પહેરવા માંગતા હોય તેઓ કોઈ પણ રોક ટોક વગર પહેરી શકશે. સ્કુલે આ નિર્ણય એક બાળકને કારણે લીધો છે. ગયા વર્ષે સ્કુલમાં એક વિધાર્થી સ્કર્ટ પહેરીને આવ્યો. તે બતાવવા માંગતો હતો કે છોકરાઓ જેવું અનુભવી રહ્યા છે તેવું દર્શાવી પણ શકે.

એક વિધાથીને કારણે લેવામાં આવ્યો નિર્ણય

એક વિધાથીને કારણે લેવામાં આવ્યો નિર્ણય

વિધાથી રિચાર્ડ મલોની ઘ્વારા જણાવવામાં આવ્યું કે હું આશા રાખું છું કે કોઈ પણ વિધાર્થી મારી પાસે આવી શકે અને કહે કે તેઓ આ રીતે પોતાને વ્યક્ત કરવા માંગે છે. મલોની ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ હંમેશાથી અલગ હતા અને તમને લાગે છે કે બધી જ સ્કૂલોમાં ઝેન્ડર ન્યુટ્રલ યુનિફોર્મ લાગુ કરી દેવું જોઈએ.

સ્કુલ અને શોધકર્તાઓનું અલગ અલગ મંતવ્ય

સ્કુલ અને શોધકર્તાઓનું અલગ અલગ મંતવ્ય

સ્કુલ ઘ્વારા લેવામાં આવેલા નિર્ણયનું બધા જ વિધાર્થીઓ ઘ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. સ્કુલ આ નિર્ણય ઘ્વારા છોકરા અને છોકરીઓ વચ્ચેનો ભેદભાવ ખતમ કરવા માંગે છે. જયારે બીજી બાજુ કેટલાક શોધકર્તાઓ માની રહ્યા છે કે સ્કુલ આવા નિર્ણય ઘ્વારા બાળકોને કન્ફ્યુઝ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ટ્રાન્સજેન્ડર મુદ્દાને વધારે પ્રોમોટ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે બાળકોના મનમાં કન્ફ્યુઝન પેદા થશે.

English summary
Britain School Allows Boys To Wear Skirt As A Uniform If They Desire So.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.