For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Amway ઇન્ડિયાના ચેરમેન તથા બે ડાયરેક્ટરની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

amway
કેરલ, 28 મે: નેટવર્કિંગ માર્કેટિંગ કંપની એમવે ઇન્ડિયાના ચેરમેન તથા સીઇઓ વિલિયમ એસ પિંક તથા બે ડાટેરેક્ટરોની આજે નાણાકીય અનિયમિતતાના આરોપમાં કેરલ પોલીસની આર્થિક ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલા ડાયરેક્ટરોમાં સંજય મલ્હોત્રા અને અંશુ બુદ્ધિરાજનો સમાવેશ થાય છે.

આ ધરપકડ વાયનાડની ક્રાઇમ બ્રાંચ દ્રારા 2011માં દાખલ કરવામાં આવેલા ત્રણ કેસમાં વોરંટ જાહેર કર્યા બાદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અધિકારીઓને પ્રાઇસ ચિટ્સ એન્ડ મની સર્કુલેશન સ્ક્રીમ્સના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ત્રણેય અધિકારીને આ મહિને પુછપરછ કરી હતી અને તેમને આગળની તપાસ માટે આજે બોલાવવામાં આવ્યાં હતા. પોલીસ સ્ટેશન પહોંચતાં તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

ગત વર્ષે ક્રાઇમ બ્રાંચે એમવેના ત્રિસૂર, કોઝિકોડ તથા કન્નૂરની ઓફિસો પર રેડ પાડી હતી. આ રેડ મની ચેઇનની પ્રવૃત્તિઓની તપાસ માટે પાડવામાં આવી હતી. આ કેન્દ્રો પર કંપનીના ગોડાઉનને બંધ કરી દેવામાં આવ્યા હતા અને ઉત્પાદિત સામાનને જપ્ત કરી લીધો હતો. આ રેડ કોઝિકોડની વિસાલાક્ષીની ફરિયાદના આધારે આ રેડ પાડવામાં આવી હતી. મહિલાએ દાવો કર્યો હતો કે તેને કંપનીના કારણે નુકસાન થયું છે.

આ દરમિયાન એમવેએ કોચ્ચિમાં નિવેદન જાહેર કરી કહ્યું હતું કે કેરલ પોલીસ સીબી-સીઆઇડીને 2012માં દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસમાં સહયોગ આપી રહી છે, વિલિયમ્સ એસ પિંકને, અંશુ બુદ્ધિરાજા તથા સંજીવ મલ્હોત્રા, સીબી-સીઆઇડીના દરેક પ્રશ્નોના જવાબ આપવા માટે હંમેશા હાજર રહ્યાં છે. કંપનીએ કહ્યું હતું કે 2011ના વાયનાડ કેસમાં કંપની અને તેમના અધિકારીઓને ના તો કોઇપણ પ્રકારનું સમન્સ મોકલવામાં આવ્યું હતું કે ના તો જાણકારી માંગવામાં આવી હતી.

એમવેએ કહ્યું હતું કે તેને પોલીસ અધિકારીઓ દ્વારા માંગવામાં આવેલી દરેક પ્રકારની જાણકારી અને દસ્તાવેજો પુરા પાડ્યાં છે. અમે અન્ય કેસોની તપાસ માટે પોલીસને પુરો સહયોગ આપવા માટે તૈયાર છીએ. ડાયરેક્ટર સેલિંગ કંપનીઓના સંગઠન ઇન્ડિયન ડાયરેક્ટર સેલિંગ એસોસિએશનના મહાસચિવ છવિ હેમંતે એક નિવદેનમાં આ ઘટનાને એકદમ શરમજનક અને દુભાર્ગ્યપૂર્ણ ગણાવી હતી અને સરકાર પાસે નિયમોને સ્પષ્ટ કરવાની માંગણી કરી હતી. તેમને કહ્યું હતું કે સરકાર ડાયરેક્ટ સેલિંગ વેપારના મોડલ અને છેતરપિંડી ભરેલી પિરામીડ યોજનાઓ વચ્ચે અંતર તાત્કાલિક સ્પષ્ટ કરવું જોઇએ કારણે આ ફરક સ્પષ્ટ ન કરવામાં આવતાં ડાયરેક્ટ સેલિંગ કંપનીઓને પરેશાન કરવામાં આવે છે.

English summary
Network marketing firm Amway's India Chairman and CEO William S Pinckney and two company Directors were arrested here today on charges of financial irregularities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X