20 જુલાઇ સુધી જમા કરાવી શકો છો 500ને 1000ની જૂની નોટ

Posted By:
Subscribe to Oneindia News

નાણાં મંત્રાલય દ્વારા ફરી એક વાર બેંક અને પોસ્ટ ઓફિસમાં 500 રૂપિયા અને 1000 રૂપિયાની જૂની નોટો જમા કરાવવા માટે છૂટ આપવામાં આવી છે. આ અંતર્ગત બેંક અને પોસ્ટ ઓફિસ 20 જુલાઇથી જૂની નોટ RBI પાસે જમા કરાવી શકે છે. જો કે નાણાં મંત્રાલયે તે પણ કહ્યું છે કે બેંકો ખાલી તે જ નોટોને આરબીઆઇની પાસે જમા કરાવી શકે છે જે 30 ડિસેમ્બર સુધી બદલી આપવામાં આવી છે. આ બીજો મોકો છે જ્યારે આરબીઆઇ એ બેંકો અને પોસ્ટ ઓફિસને જૂની નોટ એક્સચેન્જ કરવાનો અવસર આપ્યો છે.

note

સરકાર દ્વારા જાહેર કરેલી એક જાહેરાત મુજબ આધાર પર બેંક, પોસ્ટ ઓફિસ અને જિલ્લા કેન્દ્રિય સહકારી બેંક રિર્ઝવ બેંકના કોઇ પણ કાર્યાલયમાં આ નિયમના જાહેર થયાના 30 દિવસના અંદર પૈસા જમા કરવામાં આવશે. પૈસા જમા કરવાની આ સીમા 20 જુલાઇ સુધી સમાપ્ત થઇ જશે. ઉલ્લેખનીય છે કે સહકારી બેંકો પાસે ખુબ મોટા પ્રમાણમાં જૂની નોટો પડી હતી જેને રિર્ઝવ બેંક બદલી આપવા કે લેવાની ના પાડતું હતું. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સમેત અનેક સહકારી બેંકોએ ખેડૂતોને ધિરાણ આપવાનું બંધ કરવાની ચીમકી ઉચ્ચારતા આ સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે તેમ મનાઇ રહ્યું છે.

English summary
Now banks and post offices can deposit old notes with RBI.
Please Wait while comments are loading...