For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI એ આપી રાહત, બંધ નહીં થાય 90 કરોડ ડેબિટ-ક્રેડિટ કાર્ડ

ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતાને ભારે રાહત આપી છે. તહેવારોની સીઝન દરમિયાન 90 કરોડથી વધુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંધ થવાનું જોખમ હાલમાં સમાપ્ત થયું છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતાને ભારે રાહત આપી છે. તહેવારોની સીઝન દરમિયાન 90 કરોડથી વધુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંધ થવાનું જોખમ હાલમાં સમાપ્ત થયું છે. હાલમાં વિદેશી કાર્ડ પેમેન્ટ ગેટવે કંપનીઓ પર કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈ કંપનીઓને કેટલાક દિશાનિર્દેશો આપી શકે છે. અહેવાલ મુજબ આરબીઆઇ નાણાકીય માહિતી સંગ્રહ પર રાહત આપશે નહીં. તો ત્યાં કેન્દ્રીય બેન્કે તારીખ લંબાવવા માટે પણ હજુ કોઈ નિર્ણય લીધો નથી. જોકે, ડેટા સલામતી અંગેનું બેન્કનું વલણ હજુ પણ મુશ્કેલ છે કારણ કે આરબીઆઇ સલામતી અનુસાર આ પગલાં લેવા માંગે છે.

આ પણ વાંચો: ગોલ્ડ બોન્ડની સ્કીમ વિશે જાણો 10 જરૂરી વાત

સ્થાનિક કંપનીઓ બેન્કના સમર્થનમાં

સ્થાનિક કંપનીઓ બેન્કના સમર્થનમાં

પેટીએમ અને ફોનપે જેવી સ્થાનિક કંપનીઓએ આરબીઆઈના આ પગલાંને ટેકો આપ્યો છે. પેટીએમ વતી એવું કહેવામાં આવ્યું છે કે મહત્વપૂર્ણ ડેટાની માહિતી કોઈપણ કિંમતે દેશમાંથી બહાર જવી જોઈએ નહીં, પ્રોસેસિંગ માટે પણ નહિ. ફોનપે વતી કહેવામાં આવ્યું છે કે અમે આરબીઆઈને જાણ કરી છે કે અમારી ડેટા સિસ્ટમ સંપૂર્ણપણે સ્થાનિક છે. અમે આ કાર્યને સમયસીમાની અંદર પૂર્ણ કરી દીધું છે.

80 ટકા કંપનીઓએ RBI ની માની શરત

80 ટકા કંપનીઓએ RBI ની માની શરત

રિઝર્વ બેન્કની આ શરતને એમેઝોન, અલીબાબા અને વૉટ્સઍપ કંપનીઓ સહીત 80 ટકા કંપનીઓએ પેમેન્ટ સંબંધિત ડેટા દેશમાં જ રાખવાની બેન્કની શરતો પૂર્ણ કરી છે. આજથી આરબીઆઇએ કેસ દર કેસના આધાર પર વસ્તુઓ જોશે. હજુ એ પણ સ્પષ્ટ નથી કે શરતોનું પાલન ન થવા પર કોઈપણ કાર્યવાહી કરશે અથવા દંડ લાદશે. બધી કંપનીઓનેએ ખાતરી કરવી પડશે કે તેમના દ્વારા પેમેન્ટ સંબંધિત ડેટાને માત્ર ભારતમાં જ સ્ટોર કરવા પડશે.

ગૂગલે વધુ સમયની માંગ કરી

ગૂગલે વધુ સમયની માંગ કરી

આ ઉપરાંત, આ દરમિયાન ગૂગલ પણ ડેટા સ્થાનિકીકરણની શરત સ્વીકારવા માટે સંમત થયા છે, પરંતુ તેને પૂર્ણ થવા માટે ડિસેમ્બર સુધીનો સમય માંગ્યો છે. આ દરમિયાન કેટલાક લોકો માને છે કે આ નિર્ણયથી ભારતમાં વેપાર કરતી કંપનીઓ પર નકારાત્મક અસર પડશે.

ભારતમાં આ કંપનીઓના છે સૌથી વધુ કાર્ડ

ભારતમાં આ કંપનીઓના છે સૌથી વધુ કાર્ડ

દેશમાં સૌથી વધુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સૌથી વધુ માસ્ટરકાર્ડ અને વિઝા જારી થાય છે. આ કંપનીઓનો સર્વર દેશની બહાર સ્થિત છે. આરબીઆઇ વિદેશમાં સ્થિત સર્વરને દેશમાં સ્થાપિત કરવા માટે કંપનીઓને લાંબા સમયથી કહી રહ્યું છે. જેના પર કંપનીઓ કહે છે કે સમય અત્યંત ટૂંકો છે, તેમને પોલિસી વિશેની સંપૂર્ણ માહિતી પણ નથી. ડેટા સ્થાનીય સ્તર પર લાગુ કરવા દરમિયાન વેપારીઓને વધુ સાવચેત રહેવું પડશે અને ગ્રાહકોને નવા કાગળો આપવા પડશે.

English summary
RBI Gives Relief To Customers On Debit And Credit Card.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X