For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો કોઇ તમને કામચોર કહે તો આ સમાચાર વંચાવો, કારણ કે તમે પણ છો 'વર્કહૉલિક'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: દિવસભર કામ કર્યા બાદ જો કોઇ તમને કામ ચોર કહી દેશો તો મરચાં જરૂર લાગતાં હશે. અને ઘણીવાર પોતાનું અસાઇમેંટ કરતાં તમને લાગતું હશે કે ઓફિસમાં કામ ઓછું કર્યું છે, ત્યારે કદાચ તમે પોતાના વિશે નેગેટિવ વિચારવા લાગતાં હશો. જ્યારે સચ્ચાઇ તો એ છે કે તમે પણ વર્કહૉલિક છો, એ વાત અલગ છે કે તમને આ વાતનો અહેસાસ નથી.

9 માંથી 5 નોકરી હવે ઇતિહાસ બની ચૂકી છે. ઘરમાં પણ ઓફિસના કામને લઇને વિચારતા રહેવું, દિવસભર પોતાના ઇમેલ અને મેસેજ ચેક કરતાં રહેવું પણ હકિકતમાં તમારી નોકરીનો એક ભાગ છે, જે તમે ડ્યૂટી હવર્સ પછી પણ કરતાં રહો છો. જો તમે ખરેખર આ વસ્તુઓમાં દિવભર ઇન્ક્વોલ રહો છો તો તમે પણ વર્કહૉલિક છો.

આજના સમયમાં તમે ફક્ત ઓફિસ જ નહી, પરંતુ ઘરમાં પણ પોતાની ઓફિસ સાથે જોડાયેલા રહો છો. માઇક્રોસોફ્ટ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આવેલા રિપોર્ટના અનુસાર 76 ટકા લોકો પોતાના સ્માર્ટફોનના માધ્યમથી હંમેશા પોતાના કામ સાથે જોડાયેલા રહો છો. આ સર્વે ઓસ્ટ્રેલિયામાં થયો પરંતુ ભારતમાં પણ આવી જ સ્થિતી છે. તમને જણાવી દઇએ કે, વર્કહૉલિકના મુદ્દે ભારત વિશ્વમાં આઠમા નંબરે આવે છે. જ્યારે જાપાનમાં સૌથી વધુ વર્કહૉલિક લોકો રહે છે. અહીં તમારે વર્કહૉલિક સાથે જોડાયેલી કેટલીક જાણકારી અને કેટલાક સર્વે બતાવવા જઇ રહ્યાં છીએ.

તો પછી, આગળ વધારો સ્લાઇડર અને જુઓ વર્કહોલિક સાથે જોડાયેલી જાણકારી.

47% લોકો સ્ટ્રેસનો શિકાર

47% લોકો સ્ટ્રેસનો શિકાર

ઓસ્ટ્રેલિયન મનોવિજ્ઞાન સોસાઇટીના એક રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયાની ઓફિસમાં કામનાર 47 ટકા લોકો સ્ટ્રેસના શિકાર છે.

જવાનો કોઇ સમય નથી

જવાનો કોઇ સમય નથી

તો બીજી તરફ, ટેલ્સાઇટ (ટેક્નોલોજી રિસર્ચ ફર્મ)ના પ્રમુખનું કહેવું છે કે આજના જમાનામાં તમે એકવાર ઓફિસની સાથે કનેક્ટ થઇ ગયા તો પરત જવાનો કોઇ સમય હોતો નથી. હવે આપણી જીંદગીના વિભિન્ન ભાગો વચ્ચેની રેખાઓ મટી રહી છે.

ફ્રાંસમાં બનાવવામાં આવ્યો કાયદો

ફ્રાંસમાં બનાવવામાં આવ્યો કાયદો

તો બીજી તરફ ફ્રાંસમાં એક કાયદો બનાવવામાં આવ્યો છે, જેના હેઠળ કોઇપણ એપ્લોયર પોતાના કર્મચારીને સાંજના 6 વાગ્યા પછી કામ કરવા માટે અથવા મેઇલ ચેક કરવા માટે દબાણ ન કરી શકે.

અઠવાડિયામાં 3 દિવસ કરો કામ

અઠવાડિયામાં 3 દિવસ કરો કામ

તો બીજી તરફ, મેક્સિકન અરબપતિ, કારલોસ સ્લીમે કહ્યું હતું કે અઠવાડિયામાં પાંચના બદલે હવે અઠવાડિયામાં ત્રણ દિવસ વર્કિંગ ડે હોવા જોઇએ. તેનાથી ના ફક્ત કામ કરનારને પરંતુ કંપનીને પણ ફાયદો થશે.

સ્વાસ્થ્ય સમસ્યા

સ્વાસ્થ્ય સમસ્યા

તો બીજી તરફ અમેરિકાના એક ડૉક્ટરનું કહેવું છે કે વર્કહૉલિક લોકોને વધુ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તે મનોવૈજ્ઞાનિક, ભાવનાત્મક, શારીરિક અને વ્યવહારિક રીતે વધુ સમસ્યા સહન કરે છે.

મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ

મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ

વર્કહૉલિક લોકોને મનોવૈજ્ઞાનિક, ભાવનાત્મક, શારીરિક અને વ્યવહારિક રીતે વધુ સમસ્યાઓ સહન કરવી પડે છે.

ફ્લોરિડા સ્ટેટ યૂનિવર્સિટીનો રિપોર્ટ

ફ્લોરિડા સ્ટેટ યૂનિવર્સિટીનો રિપોર્ટ

સાયન્સ ડેઇલીમાં આવેલા ફ્લોરિડા સ્ટેટ યૂનિવર્સિટીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કયા પ્રકારના મેનેજર પોતાના કર્મચારીઓને વર્કહૉલિક હોવા છતાં સ્વસ્થ્ય અને કામમાં વ્યસ્ત રાખી શકે છે.

રજા લેવી સારી લાગતી નથી

રજા લેવી સારી લાગતી નથી

400 કર્મચારીઓ પર કરવામાં આવેલા આ રિસર્ચના રિપોર્ટ અનુસાર 60 ટકા લોકો પોતાને વર્કહૉલિક ગણે છે અને જ્યારે તેમને રજા લેવી હોય છે તો ખરાબ અનુભવ કરે છે. સાથે જ પોતાના સાથે કામ કરનારા કરતાં વધુ કામ કરવામાં વિશ્વાસ ધરાવે છે.

જાપાનમાં સૌથી વર્કહૉલિક

જાપાનમાં સૌથી વર્કહૉલિક

એક રિપોર્ટ અનુસાર જાપાનમાં સૌથી વધુ વર્કહૉલિક લોકો રહે છે. ત્યાં કુલ 16 રાષ્ટ્રીય રજાઓ બધા કર્મચારીઓને આપવામાં આવે છે, પરંતુ ફક્ત 33 ટકા જ લોકો પોતાની બધી રજાઓનો ઉપયોગ કરી શકે છે. જ્યારે ભારત આ યાદીમાં આઠમા ક્રમે છે.

ભારતમાં 64% ટકા લોકો પોતાને ગણે છે વર્કહૉલિક

ભારતમાં 64% ટકા લોકો પોતાને ગણે છે વર્કહૉલિક

ભારતમાં 64% ટકા પોતાને વર્કહૉલિક ગણે છે. તેમનું માનવું છે કે ટેક્નોલોજી પર તેમની નિર્ભરતા પહેલાં કરતાં ઘણી વધી ગઇ છે.

English summary
Gone are the days when you can switch off when you walk out the office. Now, the term workaholic seems to be indulged in everyone's life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X