For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર અંગેની તમારી માનસિકતા બદલી નાખશે આ 25 તથ્યો

|
Google Oneindia Gujarati News

[અન્નુ મિશ્રા] બિહાર અને બિહારી શબ્દ કોઇનાથી અપરિચિત કે અજાણ્યો નહીં હોય. ભારતમાં બિહાર માટે ઇતર જનતા જે ઉપેક્ષિત દ્રષ્ટિથી ક્યારેક મજાકની રીતે તો ક્યારેક ટોણો મારવાના ઉદ્દેશ્યથી આ શબ્દ પ્રયોગ કરે છે. આજે પરિસ્થિતીઓ એવી પેદા થઇ ગઇ છે કે આજે ભારતમાં જ ઘણા રાજ્યોમાં બિહારીઓ પોતાની જાતને બિહારી કહેવાથી ડરે છે. પરંતુ આજે એ લોકો જે બિહારી શબ્દને અપશબ્દ તરીકે ઉપયોગ કરી રહ્યા છે, જે બિહારવાસીઓની સાથે દુર્વ્યવહાર કરી રહેલા લોકોએ સબક લેવાની જરૂરત છે.

ખાસ રીતે મહારાષ્ટ્રની તથાકથિત રાજનીતિક પાર્ટીને કે કઇ રીતે એક પવિત્ર ભૂમિનું દેશના ગૌરવને સુશોભિત કરનાર રાજ્યની પ્રાચીન સંસ્કૃતિનું અપમાન કરી રહી રહ્યા છે. તેમને શરમ આવવી જોઇએ કે તેઓ જે ભૂમિનું અપમાન કરી રહ્યા છે તે માતા સીતાની જન્મ ભૂમિ છે, તે ગૌતમ બુધ્ધની તપોભૂમિ છે.

બિહાર એ રાજ્ય છે જેને પ્રાચિનકાળમાં મગધના નામથી જાણવામાં આવતું હતું અને તેની રાજધાની પટણાને પાટલિપુત્રના નામે ઓળખવામાં આવતું હતું. બિહારના ઇતિહાસ એટલો જ જૂનો છે જેટલો ભારતનો. અત્રે મોર્ય, ગુપ્ત વગેરે રાજવંશોએ, મુગલ શાસકોએ રાજ કર્યું છે. માનવામાં આવે છે કે બિહાર શબ્દની ઉત્પત્તિ બૌદ્ધ વિહારોના વિહાર ઉત્તરમાં નેપાળ, પૂર્વમાં પશ્ચિમ બંગાળ, પશ્ચિમમાં ઉત્તર પ્રદેશ અને દક્ષિણમાં ઝારખંડથી ઘેરાયેલો છે.

1912માં બંગાળના વિભાજનના સમયે બિહાર અસ્તિત્વમાં આવ્યું. ઇ.સ 1935માં ઓડીશા અને ઇ.સ.માં 2000માં ઝારખંડને બિહારથી વિભાજીત કરવામાં આવ્યું. બિહાર એ રાજ્ય છે જે ભારતના ઇતિહાસમાં સાહિત્યિક, ઐતિહાસિક, ધાર્મિક તમામ સ્તરે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યું છે. અને આજે પણ બિહાર શિક્ષણ, સંસ્કૃતિ અને સામાજિક-દ્રષ્ટિથી એટલું સમૃદ્ધ છે જેટલું પહેલા હતું.

અહીં સુધીની વાત તો આપ જરૂર જાણતા હશો, પરંતુ હવે સ્લાઇડરમાં જે વાતો અમે આપને બતાવીશું તેનાથી આપ કદાચ જ પરિચિત હશો. આ બિહારના ગૌરવ અને પ્રતિષ્ઠાને પ્રકટ કરવાનારી એવી જાણકારીઓ છે જે બિહારને ઉપેક્ષકોની માનસિકતાને બદલી દેશે..

બિહાર વિશેની નહીં સાંભળેલા તથ્યો

બિહાર વિશેની નહીં સાંભળેલા તથ્યો

આ સ્લાઇડરમાં આગળ વાંચશો એવી વાતો જે લગભગ આપે સાંભળી નહીં હોય.

બિહારનું એજ્યુકેશન

બિહારનું એજ્યુકેશન

જો આંધ્ર પ્રદેશ અને કેરળથી સંયુક્ત સ્તર પર બિહારની તુલના કરવામાં આવે તો આજે બિહારમાં સ્નાતકની ટકાવારી આ બંને રાજ્યો કરતા વધારે છે.

આઇએએસ-આઇપીએસ

આઇએએસ-આઇપીએસ

આજે બિહારમાં કેરળ, તમિલનાડુ, આંધ્ર અને ગુજરાત કરતા વધારે માત્રામાં આઇએએસ અને આઇપીએસ પાસઆઉટ થઇ રહ્યા છે.

બિહારનો વિકાસ દર

બિહારનો વિકાસ દર

બિહારનો વિકાસ દર આજે 14.48 ટકા છે જે એ સાબિત કરે છે કે બિહાર દેશમાં સૌથી ઝડપથી વિકાસ કરનાર રાજ્યોમાં સર્વોચ્ચ છે.

સૌથી વધારે બેન્ક પીઓ

સૌથી વધારે બેન્ક પીઓ

આજે સર્વાધિક બેન્ક પીઓ બિહારી છે જે અન્ય રાજ્યોને પછાડી રહ્યા છે.

આઇઆઇટીમાં આગળ

આઇઆઇટીમાં આગળ

અભિયાંત્રિક સ્તર પર પણ જોઇએ તો જેટલા આઇઆઇટી બિહારથી નીકળી રહ્યા છે તે અન્ય રાજ્યો કરતા વધારે છે. અત્રેનો કૌશલ જ તો છે કે 12 વર્ષના એક છોકરાએ આઇઆઇટીની પરીક્ષા પાસ કરી લીધી.

દિલ્હીની તુલનામાં 10 ગણું ઓછું ક્રાઇમ

દિલ્હીની તુલનામાં 10 ગણું ઓછું ક્રાઇમ

ગુનાહિત સ્તર પર વાત કરીએ તો આજે જ્યાં અન્ય રાજ્યોમાં નિરતંર ક્રાઇમ રેકોર્ડ તૂટતો દેખાઇ રહ્યો છે. ત્યાં જ બિહારનો ક્રાઇમ રેટ દિલ્હીની તુલનામાં દિલ્હીના ક્રાઇમનો દસમાં ભાગ જેટલો છે.

સાંપ્રદાયિક હિંસા ખૂબ જ ઓછી

સાંપ્રદાયિક હિંસા ખૂબ જ ઓછી

બિહારમાં સાંપ્રદાયિક હિંસા અન્ય રાજ્યોની સરખામણીએ ઓછી છે.

બળાત્કારની ઘટનાઓ ઓછી

બળાત્કારની ઘટનાઓ ઓછી

બિહારમાં બળાત્કાર, દહેજ હત્યા જેવા ગુના અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા છે.

નક્સલિયો પર નિયંત્રણ

નક્સલિયો પર નિયંત્રણ

બિહાર સરકારે છેલ્લા 7 વર્ષોમાં નક્સલી હિંસા પર કાબૂ મેળવી લીધો છે. નક્સલી હિંસામાં મરનાર લોકોની સંખ્યા આંધ્રપ્રદેશ કરતા ઓછી છે.

સાક્ષરતા મામલે કેરળને ટક્કર

સાક્ષરતા મામલે કેરળને ટક્કર

બિહારમાં આજે શૈક્ષિક સ્તર પર કેરળની શૈક્ષિક સ્તરને ટક્કર આપી રહ્યું છે. જોકે એ કહેવું પણ અયોગ્ય નહી રહે કે બિહારમાં સાક્ષર લોકોની સંખ્યા કેરળના લોકો કરતા વધારે છે.

પંજાબથી વધારે સક્ષમ

પંજાબથી વધારે સક્ષમ

જો કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો બિહારની ઉત્પાદન ક્ષમતા પંજાબ કરતા પણ વધારે છે.

બિહારમાં ખેડૂતો આત્મહત્યા નથી કરતા

બિહારમાં ખેડૂતો આત્મહત્યા નથી કરતા

આજે ખેડૂતોની આત્મહત્યાના સમાચાર ખૂબ જ સામાન્ય થઇ ગયા છે. પરંતુ બિહારમાં કોઇ ખેડૂતે આત્મ હત્યા કરવી નથી પડતી.

ગ્રેજ્યુએટ મહિલાઓ

ગ્રેજ્યુએટ મહિલાઓ

આજે બિહારની સ્નાતક મહિલાઓની સંખ્યા કેરળ કરતા પણ વધારે છે

રાજેન્દ્ર બાબુની જન્મભૂમિ

રાજેન્દ્ર બાબુની જન્મભૂમિ

બિહાર એ રાજ્ય છે જ્યાં કવિ કોકિલ વિદ્યાપતિનો જન્મ થયો, જ્યાં દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદનો જન્મ થયો.

ભારત છોડો આંદોલનમાં બિહાર

ભારત છોડો આંદોલનમાં બિહાર

બિહાર એ રાજ્ય છે જેણે આઝાદીના સમયે ભારત છોડો આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

ચંપારણનો વિદ્રોહ

ચંપારણનો વિદ્રોહ

બિહાર એ રાજ્ય છે જ્યાં ચંપારણનો વિદ્રોહ થયો હતો જે ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના છે.

બુદ્ધની તપોભૂમિ

બુદ્ધની તપોભૂમિ

બિહાર બુદ્ધની તપોભૂમિ છે, આ એ સ્થળ છે જ્યા બૌદ્ધ અને જૈન ધર્મનો ઉદય થયો.

સીતા-રામનું મિલન

સીતા-રામનું મિલન

બિહાર એ સ્થળ છે જ્યાં રામ અને સીતાનું મિલન થયું હતું, જ્યાં સીતાજીનો જન્મ થયો હતો.

નદીઓનું રાજ્ય બિહાર

નદીઓનું રાજ્ય બિહાર

બિહાર એ રાજ્ય છે જ્યાં ગંગા, બાગમતી, કોષી, કમલા, ગંડક, ઘાઘરા, સોન, પુનપુન, ફલ્ગુ, કિઉલ જેવી નદીઓ વહે છે.

તમામ ભાષાઓ બોલાય છે

તમામ ભાષાઓ બોલાય છે

બિહારમાં ભાષાઓની ભરમાર છે. અંગિકા, ભોજપુરી, મગહી, મૈથિલી અને વજિજકા વગેરે. આ તમામ ભાષાઓ માત્ર બિહારની જ છે. અંગ્રેજી, હિન્દી અને મૈથિલી અહીંની રાજભાષા છે.

સદીઓ જૂની મિથિલા પેઇન્ટિંગ

સદીઓ જૂની મિથિલા પેઇન્ટિંગ

મિથિલા પેઇન્ટિંગ જેનું અસ્તિત્વ આજથી લગભગ હજારો વર્ષ જૂનો છે, આજે દેશ અને વિદેશમાં પ્રસિદ્ધ ચિત્રકલાના રૂપમાં વિખ્યાત છે.

રામ-લક્ષ્મણે અત્રે અભ્યાસ કર્યો હતો.

રામ-લક્ષ્મણે અત્રે અભ્યાસ કર્યો હતો.

બિહાર એ રાજ્ય છે જ્યાં નાલંદા અને વિક્રમશિલા જેવા પુરાતત્વ યુનિવર્સિટી છે. જ્યાં વિશ્વામિત્રનો આશ્રમ હતો જ્યાં રામ-લક્ષ્મણનું પ્રારંભિક શિક્ષણ સંપન્ન થયું હતું.

ટાઇમ મેગેઝીનમાં બિહાર

ટાઇમ મેગેઝીનમાં બિહાર

બિહારના કોચિંગ સેન્ટર સુપર 30ને અમેરિકાની ટાઇમ મેગેઝીને સર્વશ્રેષ્ઠ સંસ્થાનોની સૂચીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

મૈથિલી ભાષા

મૈથિલી ભાષા

33 ટકાથી વધારેની વસ્તી મૈથિલી ભાષિઓની છે. બિહારના લગભગ 16 જિલ્લા મિથિલાંચલ અંતર્ગત આવે છે.

English summary
Bihar is struggling with many problems but even then there are some proud facts that you should know about the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X