For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPSC IES ISS 2021 માટે આજે નોટિફિકેશન જાહેર થશે

UPSC IES ISS 2021 માટે આજે નોટિફિકેશન જાહેર થશે

|
Google Oneindia Gujarati News

સંઘ લોક સેવા આયોગ આજે એટલે કે 7 એપ્રિલ 2021ના રોજ ભારતીય એન્જીનિયરિંગ સેવા (IES) અને ભારતીય સાંખ્યિકી સેવા (ISS) પરીક્ષા માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરશે્. ઈચ્છુક ઉમેદવાર આઈઈએસ/આઈએસએસ પરીક્ષા માટે સત્તાવાર વેબસાઈટ upsconline.nic.in પર જઈ આ મામલે જાણકારી મેળવી શકે છે.

UPSC

શૈક્ષણિક યોગ્યતા

કોઈપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયથી અર્થશાસ્ત્ર, એપ્લાઈડ અર્થશાસ્ત્ર, વ્યવસાયિક અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્રમાં સ્નાતકોત્તર ડિગ્રી રાખતા ઉમેદવારો અરજી કરી શકે છે. કોલેજના છેલ્લા વર્ષમાં હોય તેવા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે.

ઉંમર સીમા

30 વર્ષથી નીચેની ઉંમરના ઉમેદવાર આ પરીક્ષા માટે અરજી કરી શકે છે. આરક્ષિત શ્રેણીના ઉમેદવારોને સરકારી માપદંડો મુજબ ઉપરી આયુ સીમામાં છૂટ આપવામાં આવશે.

UPSC IES/ISS પરીક્ષા 2021: અરજી પ્રક્રિયા

અરજી કરતી વખતે ઉમેદવાર પાસે પાસપોર્ટ સાઈઝનો ફોટો, હસ્તાક્ષર, આઈડી પ્રૂફ અને અન્ય દસ્તાવેજોની સ્કેન કોપી હોવી જોઈએ.

આવી રીતે અરજી કરો

  • upsc.gov.inના હોમપેજ પર જાઓ.
  • What's New સેક્શન પર જાઓ અને IES/ISS Exam 2021 લિંક પર ક્લિક કરો
  • તમારી સામે એક નવું પેજ ખુલશે ત્યાં રજિસ્ટ્રેશન લિંક હશે તેના પર ક્લિક કરો
  • ધ્યાનપૂર્વક દિશા નિર્દેશો વાંચો
  • માંગવામાં આવેલી જાણકારી ભરો અને યૂઝર આઈડી અને પાસવર્ડ જનરેટ કરો
  • યૂઝર આઈડી અને પાસવર્ડથી લૉગઈન કરો અને ફોર્મ ભરો
  • આખું ફોર્મ ભર્યા બાદ સબમિટ બટન દબાવો
  • ભવિષ્યમાં ઉપયોગ માટે એપ્લિકેશન ફોર્મની કોપી સુરક્ષિત જગ્યાએ સેવ કરી લો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોનમાં મેળવવા માટે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ

English summary
The notification for UPSC IES ISS 2021 will be announced today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X