For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બેસ્ટ એક્ટ્રેસ' માટે નૉમિનેટ થઈ કંગના રનોત, તો પણ કેમ ફિલ્મફેર પર કરશે કેસ?

અભિનેત્રીનુ નામ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટે નૉમિનેટ કરવામાં આવ્યુ હતુ પરંતુ...

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવૂડની ધાકડ ગર્લ કંગના રનોત પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. ઘણીવાર અભિનેત્રી એવા નિવેદન આપે છે જેના કારણે તે હેડલાઇન્સમાં આવી જાય છે. ઘણી વાર તો કંગના આશ્ચર્યજનક નિર્ણયો લે છે. હવે આવુ જ કંઈક ફિલ્મફેર એવોર્ડ્સ સાથે થયુ છે. અભિનેત્રીનુ નામ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટે નૉમિનેટ કરવામાં આવ્યુ હતુ પરંતુ કોઈ કારણસર તેનુ નામાંકન પાછુ ખેંચી લેવામાં આવ્યુ હતુ. જે બાદ કંગનાએ ફિલ્મફેર સામે કેસ કરવાનો નિર્ણય લીધો.

આ ફિલ્મ માટે નૉમિનેટ થઈ કંગના

આ ફિલ્મ માટે નૉમિનેટ થઈ કંગના

તમને જણાવી દઈએ કે કંગના રનોત ફિલ્મ થલાઈવી માટે નૉમિનેટ થઈ હતી. આવી સ્થિતિમાં અચાનક અભિનેત્રીને નૉમિનેશનમાંથી બાકાત રાખવી ચોંકાવનારુ છે. અભિનેત્રીએ ફિલ્મફેર સામે કેસ કરવાનો નિર્ણય લીધો છે તેની પાછળ એક મોટુ કારણ છે. જેના વિશે તેણે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે.

હવે ફિલ્મફેર પર કરશે કેસ

હવે ફિલ્મફેર પર કરશે કેસ

તેની ઇન્સ્ટા સ્ટોરીમાં કંગનાએ કહ્યુ કે તેણે 2014થી જ ફિલ્મફેર પર પ્રતિબંધ મૂક્યો છે. તેણે આને અનૈતિક, ભ્રષ્ટ અને સંપૂર્ણપણે અયોગ્ય ગણાવ્યુ અને કહ્યુ કે તે આનો ભાગ નહિ બને. કંગનાએ જણાવ્યુ કે તેને આ વર્ષે ફિલ્મફેર અવોર્ડ સમારંભમાં હાજરી આપવા માટે ઘણા ફોન આવી રહ્યા છે કારણ કે તેઓ તેને 'થલાઈવી' માટે એવોર્ડ આપવા માંગે છે.

પોસ્ટ શેર કરીને જણાવ્યુ કારણ

પોસ્ટ શેર કરીને જણાવ્યુ કારણ

કંગનાએ કહ્યુ, 'મને એ જાણીને આઘાત લાગ્યો છે કે તેઓ હજુ પણ મને નૉમિનેટ કરી રહ્યા છે. આવી ભ્રષ્ટ પ્રથાઓને કોઈપણ રીતે પ્રોત્સાહિત કરવી મારા ગૌરવ, કાર્ય નૈતિકતા અને મૂલ્ય પ્રણાલીઓની વિરુદ્ધ છે. તેથી જ મે ફિલ્મફેર પર કેસ કરવાનુ નક્કી કર્યુ છે... આભાર.'

મેગેઝીન પર કંગનાએ લગાવ્યા ખોટા આરોપ

મેગેઝીન પર કંગનાએ લગાવ્યા ખોટા આરોપ

આ સિવાય એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે કંગના રનોતે મેગેઝિન પર ખોટા આરોપો લગાવ્યા હતા ત્યારબાદ તેનુ નામ નૉમિનેશનમાંથી પાછુ ખેંચી લેવામાં આવ્યુ હતુ. કંગનાના પાયાવિહોણા આરોપો બાદ ફિલ્મફેર અવોર્ડે એક મોટુ નિવેદન જાહેર કરીને તેની સ્પષ્ટતા કરી છે.

ફિલ્મફેરે આપી સફાઈ

ફિલ્મફેરે આપી સફાઈ

ફિલ્મફેર પુરસ્કારે તેના જવાબમાં કહ્યુ છે કે અભિનેત્રીને અવોર્ડ વિશે કે ઈવેન્ટમાં કોઈ પર્ફોર્મન્સ માટે પૂછવામાં આવ્યુ ન હતુ. મેગેઝિને તે મેસેજ પણ પ્રકાશિત કર્યો છે જે કંગનાને તેના નૉમિનેશન માટે મોકલવામાં આવ્યો હતો. મેસેજમાં લખ્યુ હતુ કે, 'હેલો કંગના, ફિલ્મફેર એવોર્ડ્સમાં તમારા નામાંકન બદલ અભિનંદન. એ ખુશીની વાત હશે જો તમે ત્યાં હાજર રહેશો, કૃપા કરીને 30મી ઓગસ્ટે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં પોતાની ઉપસ્થિતિ કન્ફર્મ કરો. આનાથી તમારી સીટ રિઝર્વ કરવામાં મદદ મળશે. કૃપા કરીને અમને તમારા ઘરનુ સરનામું મોકલો જેથી અમે તમને આમંત્રણ મોકલી શકીએ.'

આ પહેલા પણ અવોર્ડ લેવા નહોતી ગઈ કંગના

આ પહેલા પણ અવોર્ડ લેવા નહોતી ગઈ કંગના

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કંગના રનોતને ફિલ્મફેર અવોર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી હોય અને તે અવોર્ડ શો દરમિયાન હાજર નહિ રહે. આ પહેલા પણ અભિનેત્રી 5 વખત ફિલ્મફેર અવોર્ડ જીતી ચૂકી છે. જેમાંથી 2 અવોર્ડ માટે કંગના અવોર્ડ ફંક્શનમાં હાજર રહી ન હતી.

કંગના રનોતનુ વર્કફ્રંટ

કંગના રનોતનુ વર્કફ્રંટ

કંગના રનોતના વર્કફ્રંટની વાત કરીએ તો હાલમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનુ પાત્ર ભજવતી જોવા મળશે. જેનો લુક પહેલા જ વાયરલ થઈ ચૂક્યો છે. કંગના રનોત ઉપરાંત શ્રેયસ તલપડે અને અનુપમ ખેર પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જૂન, 2023ના રોજ રિલીઝ થવાની છે.

English summary
Filmfare withdraw kangana ranaut nomination actress will file a case know the reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X