For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : આ તો દબંગ 3 છે ભાઈ : પોલીસગિરી રિવ્યૂ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 જુલાઈ : સંજય દત્ત જેલ ગયા બાદ તેમની પ્રથમ ફિલ્મ પોલીસગિરી આજે રિલીઝ થઈ છે. ફિલ્મમાં સંજય દત્ત અને પ્રાચી દેસાઈ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ જોયા બાદ લોકોના પ્રથમ પ્રત્યાઘાત છે કે દબંગ 3માં આ જ વાર્તા યૂઝ કરી શકાય છે. ફિલ્મમાં એક્શનની ભરમાર છે. માત્ર ખામી છે, તો તે ફની પળોની કે જે સલમાન ખાન પોતાની ફિલ્મોમાં એક્શન દરમિયાન નાંખે છે. સંજય દત્તના ફૅન્સને પોલીસગિરી જરૂર ગમશે, કારણ કે ફિલ્મમાં સંજય દત્ત ગરીબોના મસીહા બન્યાં છે અને સાથે જ તેમની એક્ટિંગ પણ સારી છે. જ્યાં સુધી વાત છે પોલીસગિરીની સફળતાની, તો ફિલ્મની સફળતામાં ફિલ્મના વિલન પ્રકાશ રાજનો સૌથી મોટો ફાળો હશે.

સંજય દત્ત અને પ્રકાશ રાજ ઉપરાંત પ્રાચી દેસાઈને પણ જોઈને એવું જ લાગે છે કે પુનઃ એક વાર અભિનેત્રીઓને ફિલ્મોમાં શોપીસની જેમ યૂઝ કરવામાં આવવા લાગી છે. જોકે ફિલ્મમાં થોડોક રોમાંસ લાવવા પ્રાચીની જરૂર પણ હતી, નહિંતર માત્ર એક્શન જોઈ દર્શકો પણ પાકી જાત, પરંતુ આમ છતાં સંજયના રોલ આગેળ પ્રાચી દેસાઈનો રોલ ઘણો બોઝારૂપ અને અર્થહીન જણાયો. ફિલ્મમાં પ્રાચી દેસાઈ માટે કરવા જેવું વધુ નહોતું. ક્યાંક ક્યાંક એક્શન વધુ નાંખી દેવાઈ છે કે લોકો કંટાળી પણ શકે છે. ઓવર એક્શન જ થઈ ગઈ છે.

પોલીસગિરી ફિલ્મની વાર્તામાં કંઈ જ નવું નથી. સંજય દત્તના નામે બૉક્સ ઑફિસે પોલીસગિરી પોતાની છાપ જરૂર પડશે. સંજય જેલ ગયા બાદ તેમની આ પ્રથમ ફિલ્મ છે. એટલે સ્વાભાવિક છે કે લોકો તેમના માટે ફિલ્મ જોવા જાય.

કડક, પણ દિલદાર પોલીસવાળો

કડક, પણ દિલદાર પોલીસવાળો

સંજય દત્તે પોલીસગિરી ફિલ્મમાં એક બહુ જ કડક પોલીસવાળાની ભૂમિકા ભજવી છે કે જે અમીરોનો દુશ્મન ને ગરીબોનો મિત્ર છે. તે અમીરો પાસેથી રુશ્વત લઈ ગરીબોમાં વહેંચે છે. તેથી જ તે ગરીબોમાં જાણીતો છે અને સૌ તેને પ્રેમ કરે છે. સંજયના પાત્રનું નામ રુદ્ર છે.

પ્રાચીનો રોમાંસ

પ્રાચીનો રોમાંસ

પોલીસગિરીમાં પ્રાચીનો રોલ કંઈ ખાસ નથી, પણ એક લવ સ્ટોરી બતાવવા પુરતી તેમની જરૂર હતી. સહર (પ્રાચી) રુદ્રાથી બહુ ઇમ્પ્રેસ થાય છે અને તેને પ્રેમ કરવા લાગે છે. રુદ્રા પણ સહરને ચાહવા લાગે છે અને લગ્ન કરી લે છે.

પ્રકાશની દમદાર એક્ટિંગ

પ્રકાશની દમદાર એક્ટિંગ

નાગોરી સુબ્રમણિયમ (પ્રકાશ રાજ)એ ફિલ્મમાં એક અંડરવર્લ્ડ ડૉનનો રોલ કર્યો છે કે જે પોતાની તાકાતના બળે સૌને ડરાવે-ધમકાવે છે. નાગોરી સાથે પંગા લેવાનું કોઈ વિચાર પણ નથી શકતું. નાગોરી પોલીસવાળાઓને પોતાના ઇશારે નચાવે છે અને કોઈનાથી ડરતો નથી. રુદ્ર ઘણી બદલીઓ બાદ અમલાપુરમ આવે છે અને નાગોરીને મજા ચખાડવા માટે પ્લાન કરે છે.

નાગોરીને રુદ્રનો જવાબ

નાગોરીને રુદ્રનો જવાબ

રુદ્ર જાણે છે કે નાગોરી સામે સીધી ટક્કર લેવાથી તેની બદલી થઈ શકે છે. તેથી રુદ્ર આંગળી વાળી નાગોરીને મજા ચખાડે છે. રુદ્ર નાગોરી પાસેથી રુશ્વત લઈ ગરીબોની મદદ કરે છે અને નાગોરીને અંદરથી ખોખલો કરતો જાય છે. નાગોરીને ખબરેય નથી પડતી અને રુદ્ર ધીમે-ધીમે તેના તમામ કાળા ધંધાઓ બંધ કરાવી દે છે.

અર્થહીન એક્શન

અર્થહીન એક્શન

પોલીસગિરીમાં ઠેક-ઠેકામે અર્થહીન એક્શન ઉમેરી દેવાઈ છે. તેથી ફિલ્મમાં લોકોને કંટાળો આવી જાય છે. બીજી બાજુ સંગીત પણ સારૂં નથી.

English summary
Policegiri movie is the remake of Tamil movie Sammy. Policegiri, starring Sanjay Dutt and Prachi Desai in lead roles is a story of a very strict but helpful cop.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X