અમિતાભ પ્રભાવશાળી-સૌમ્ય માણસ : ફરી સાથે કરવા માંગતા ડિકૅપ્રિયો
લૉસ એંજલ્સ, 13 જાન્યુઆરી : હૉલીવુડ અભિનેતા લિયોનાર્ડો ડિકૅપ્રિયોનું કહેવું છે કે તેમને બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે ફરીથી કામ કરવું ગમશે. બંનેએ ધ ગ્રેટ ગૅટ્સબાય ફિલ્મમાં સાથે કામ કર્યુ છે. ડિકૅપ્રિયોની નજરે અમિતાભ બચ્ચન પ્રભાવશાળી અને સભ્ય માણસ છે.

ટાઇટૅનિક ફિલ્મના અભિનેતા લિયોનાર્ડો ડિકૅપ્રિયોએ જણાવ્યું - હું માત્ર અમિતાભની પ્રતિભા તથા અભિનય ક્ષમતાથી જ નહીં, પણ તેઓ સભ્ય માણસ હોવાના કારણે પણ હું તેમનાથી બહુ પ્રભાવિત થયો. મને તેમની સાથે કામ કરવાની તક મળી. આ જોવું બહેતરીન હતું કે એક નાનકડા પાત્ર માટે પણ તેમનામાં કેટલો ઉત્સાહ હતો અને હું ભવિષ્યમાં તેમની સાથે કામ કરવું પસંદ કરીશ.
અમિતાભ બચ્ચને બૅઝ લુહરમૅનની ફિલ્મ ધ ગ્રેટ ગૅટ્સબાય ફિલ્મ દ્વારા હૉલીવુડમાં પગલુ મૂક્ય હતું. અમિતાભે ફિલ્મમાં મેયર વુલ્ફશીમનું પાત્ર ભજવ્યુ હતું.












Click it and Unblock the Notifications
