For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં ભણતા અફઘાની વિદ્યાર્થીઓએ મોદી સરકારને કરી આ અપીલ

અમદાવાદમાં ભણતા અફઘાની વિદ્યાર્થીઓએ મોદી સરકારને કરી આ અપીલ

|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાનના હાલાતથી આજે આખી દુનિયા વાકેફ છે. ઠેર-ઠેર લૂંટફાટ મચી છે. આતંકવાદી વૃત્તિ ધરાવતા તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો છે અને અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ અશરફ ગની ડરપોકની જેમ દેશ મૂકીને ભાગી ગયા છે અને અત્યારે તાલિબાનના હાથમાં સત્તા આવી ગઈ છે. પંજશીર પર પણ કબજો જમાવવા માટે તાલિબાન મથી રહ્યું છે. જો કે પંજશીર એવું શહેર છે જ્યાં હજી સુધી તાલિબાન ક્યારેય કબજો નથી જમાવી શક્યું.

Recommended Video

અમદાવાદ : અફધાનિસ્તાનમાં તાલિબાનો કરેલા કબજાને લઇને અમદાવાદમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓના મંતવ્યો

afghanistan

બીજી તરફ તાલિબાનના હાથમાં સત્તા આવતાંની સાથે જ અફઘાનિસ્તાનમાં શરીયા કાનૂન લાગૂ કરી દેવામાં આવ્યા છે અને તાલિબાને ઘોષણા પણ કરી દીધી છે કે જે મહિલાઓ બૂરખો અને હિજાબ નહી પહેરે તેમને જાહેરમાં સજા આપવામાં આવશે, જેને લઈ અફઘાનિસ્તાનના માર્કેટમાં બુરખા અને હિજાબની ભારે તંગી જોવા મળી છે અને માંગ વધતાની સાથે જ જે બુરખા અને હિજાબ એક સમયે 1000 અફઘાની રૂપિયામાં મળતા હતા તે આજે 1200થી 1500 અફઘાની રૂપિયામાં મળી રહ્યા છે.

આજે કાબુલ એરપોર્ટ પર પણ બે બ્લાસ્ટ થયા છે, જે આત્મઘાતી હુમલાખોરે કર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે અમેરિકાએ પોતાના નાગરિકોને કાબુલ એરપોર્ટ પર જવાનું ટાળવાની સૂચના આપી છે અને અમેરિકી આર્મી હાઈ અલર્ટ પર છે.

કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટ બાદ અમેરિકી આર્મી હાઈ એલર્ટ પર!કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટ બાદ અમેરિકી આર્મી હાઈ એલર્ટ પર!

જ્યારે એક તરફ અફઘાનિસ્તાનમાં અફરાતફરીનો માહોલ છે ત્યારે અમદાવાદમાં ભણતા કેટલાક અફઘાની વિદ્યાર્થીઓ સાથે વનઈન્ડિયા ગુજરાતીના સંવાદદાતાએ વાત કરી. જેમાં અફઘાનિસ્તાની વિદ્યાર્થીએ ભારત સરકારને અપીલ કરી કે અફઘાનિસ્તાનમાં ભલે તાલિબાની સરકાર આવી ગઈ હોય પણ અમને સપોર્ટ કરવાનું બંધ ના કરતા.

કાબુલ એરપોર્ટ બહાર મોટો વિસ્ફોટ, અફરાતફરીનો માહોલ!કાબુલ એરપોર્ટ બહાર મોટો વિસ્ફોટ, અફરાતફરીનો માહોલ!

એક વિદ્યાર્થીએ કહ્યું કે ઘણા વિદ્યાર્થીઓ છે જેઓ ભારતમાં ભણવા માંગે છે તો સરકાર આવા અફઘાની વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ભારત આવવા દેવાની મંજૂરી આપે તેવી અપીલ કરું છું, જ્યારે બીજા એક વિદ્યાર્થીએ કહ્યું કે, "અફઘાનિસ્તાનમાં પહેલાં તાલિબાનની જ સરકાર હતી, અમેરિકી સેનાએ તાલિબાન પાસેથી સત્તા છીનવી બીજી સરકારને સત્તા સોંપી દીધી હતી, પરંતુ હવે અમેરિકી આર્મી અફઘાનિસ્તાનને છોડી પાછી જતી રહી હોવાથી તાલિબાને પાાછી પોતાની સત્તા મેળવી લીધી છે. હવે અફઘાનિસ્તાનમાં યુદ્ધ ખતમ થઈ ગયું, સત્તા મેળવવા માટે યુદ્ધ હતું, જે સત્તા તાલિબાનને મળી ગઈ છે, હવે એ યુદ્ધ ખતમ થયું અને બધું શાંત થઈ ગયું છે."

English summary
Afghan students studying in Ahmedabad appealed PM Modi to not to stop support
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X