મે મહિનાની સાથે ગરમીના પારામાં વધારો થયો છે

Subscribe to Oneindia News

મે મહિનાની શરૂઆતમાં ગરમીના પારા વધારો નોંધાયો હતો. રાજ્યમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો હતો. સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લામાં 42 ડીગ્રી ગરમીનો પારો નોંધાયો છે. ગરમી વધતા જ રોડ પર કર્ફ્યું લાગી ગયો છે. તંત્ર દ્વારા પણ કામ વગર બહાર નહિ નીકળવા માટે સુચના આપવામાં આવી રહી છે. ત્યારે હાલ લૂ લાગવાના બનાવ વધવાની પણ સંભાવના રહેલી છે.

summer

આજે અમદાવાદમાં સરેરાશ મહતમ તાપમાન 41 થી વધુ ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાન પણ વધીને તેનો પારો 27.2 ડિગ્રી જેટલો પહોંચી ગયો હતો. હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ સહીત કેટલાક જિલ્લામાં આગામી દિવસોમાં ગરમીનો પારો 44 ડિગ્રી આસપાસ સુધી પહોંચશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મે મહિનામાં પડતી સૌથી વધુ ગરમીની વાત કરવામાં આવે તો ગત વર્ષે 20 મે ના પારો 48 ડિગ્રીએ પહોંચી ગયો હતો. જે અમદાવાદમાં મે મહિના દરમિયાન નોંધાયેલી સૌથી વધુ ગરમીનો રેકોર્ડ છે.

Read also :સુરત: લવજી બાદશાહે 2૦૦ કરોડનો બોન્ડ દીકરીઓને અર્પણ કર્યા

English summary
Ahmedabad : Heat increase with starting of May month.Read here more.
Please Wait while comments are loading...