For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર : કોઇને બહુમતી નહીં

|
Google Oneindia Gujarati News

Baroda - dairy
વડોદરા, 30 સપ્ટેમ્બર : બરોડા ડેરીના નિયામક મંડળની ૧૩ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. આ ચૂંટણીમાં ભાજપના 4, કોંગ્રેસના 5 અને અપક્ષમાં 4 ઉમેદવારો ચૂંટાઇ આવ્યા છે. મહત્વની બાબત એ છે કે આ વર્ષે મુખ્ય પક્ષોમાંથી એકને પણ બહુમતી મળી નથી. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસની પેનલ બહુમતી મેળવવામાં સફળ બની હતી.

ઉલ્લેખનીય છે કે બરોડા ડેરીની શનિવારે 29 સપ્ટેમ્બર, 2012ના રોજ યોજાયેલી ચૂંટણીમાં 99.95 ટકા રેકોર્ડ મતદાન નોંધાયું હતું. છેલ્લી ચૂંટણીમાં 99.63 ટકા મતદાન થયું હતું. દર ત્રણ વર્ષે યોજાતી બરોડા ડેરી બોર્ડની ચૂંટણીઓ માટેનું મતદાન વડોદરા જિલ્લાના 12 તાલુકા અને નર્મદા જિલ્લાનો ૧ તાલુકો મળી કુલ ૧૩ તાલુકાઓના માર્કેટ યાર્ડની કચેરીમાં યોજાયું હતું.

વર્ષ 2009માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની પેનલે ભાજપની પેનલને હરાવીને 15માંથી 11 બેઠકો જીતીને બહુમતી મેળવી હતી.

English summary
Today Result of Baroda dairy election is declared, congress win 5 seats compare to 11 seats in the last election. BJP win on 4 seats and 4 seats win by independent candidates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X