For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ ભારતનો શ્રેષ્ઠ પ્રોજેક્ટ જાહેર

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 20 સપ્ટેમ્બર : ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે તાજેતરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જેની મુલાકાત લઇને ખુશ થઇ ગયા હતા તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને ભારતનો શ્રેષ્ઠ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને દિલ્હમાં મિનિમમ 'ગવર્મેન્ટ અને મેક્સિમમ ગર્વનન્સ' ઉપર યોજાયેલી 37મી સ્કોચ ફાઉન્ડેશન સમીટમાં ગોલ્ડ એવોર્ડ આપવામાં આવ્યો હતો.તારીખ 19થી 20 સપ્ટેમ્બર સુધી ચાલેલી સ્કોચ ફાઉન્ડેશન સમિટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક ગોલ્ડ એવોર્ડ ઉપરાંત અન્ય ત્રણ એવોર્ડ મળ્યા છે. જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ચાર એવોર્ડ મળ્યા છે.

{image-21-sabarmati-riverfront-decoration.jpg gujarati.oneindia.in}

આ ખુશખબર અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને ગોલ્ડ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જેને ભારતના સૌથી સારા ગર્વનન્સ પ્રોજેક્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના મેયર મીનાક્ષીબહેન પટેલ અને ડેપ્યુટી કમિશનર દેવાગભાઈ દેસાઇએ યુનિયન લેબરમંત્રી નરેન્દ્ર તોમર પાસેથી આ એવોર્ડ મેળવ્યા છે.

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના એક ભાગ કોમ્પ્રેહેન્સીવ કોમ્પ્લન્ટ્સ રિડ્રેસલ સિસ્ટમ (CCRS), ઇનસિટુ સ્લમ રિ ડેવેલોપમેન્ટ અને એમટીએસની આરએફ આઇડી બેન્ઝ્ડ વિહિકલ ટ્રેકિંગ સિસ્ટમને પ્રોજેક્ટને અન્ય 100 પ્રોજેક્ટ્સમાંથી પસંદ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ માટે સ્કોચ ચેલેન્જ 2014 એવોર્ડ મળ્યો હતો. આ પ્રોજેક્ટને સ્કોચ સમિટને મળેલી 1000 એન્ટ્રીમાંથી પસંદ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત થયેલી અન્ય વિગતોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ, પ્રોપર્ટી કલેક્શન પ્રોજેક્ટ મેથડ અને ઇ-વેસ્ટ સહિત ચાર એવોર્ડ જીત્યા છે.

English summary
Gujarat : Ahmedabad's Sabarmati Riverfront is best project in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X