For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑનલાઈન વીજળી માફી પોર્ટલ શરૂ કરનાર ગુજરાત પહેલું રાજ્ય બન્યું, 24 કલાકમાં સર્ટિફિકેટ મળશે

ઑનલાઈન વીજળી માફી પોર્ટલ શરૂ કરનાર ગુજરાત પહેલું રાજ્ય બન્યું, 24 કલાકમાં સર્ટિફિકેટ મળશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં ઉદ્યોગ-ધંધાના વીજળી શુલ્ક માફી માટે હવે સરકારી ઑફિસોના આટા નહિ મારવા પડે, હવે તેના માટે ઑનલાઈન વીજળી શુલ્ક માફી પોર્ટલ શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઔદ્યોગિક એકમો માટે વિદ્યુત શુલ્ક માફીની કાર્યવાહીમાં પારદર્શિતા લાવવા માટે આ પોર્ટલ લૉન્ચ કર્યું છે. તેમણે જણાવ્યું કે આ પોર્ટલ દ્વારા 24 કલાકમાં પ્રમાણપત્ર જાહેર કરવામાં આવશે. વિદ્યુત શુલ્ક માફીની અરજી પણ ઑનલાઈન જ મંજૂર કરવામાં આવશે. આ અવસર પર ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ હાજર હતા. તેમણે આ નવા પોર્ટલની વિશેષતાઓની વિસ્તૃત જાણકારી આપતા કહ્યું કે આજથી જ આખા રાજ્યમાં ઉદ્યોગપતિઓ માટે વિદ્યુત શુલ્ક માફીની ઑનલાઈન સુવિધા લાગૂ કરવામાં આવશે.

આવું કરનાર ગુજરાત પહેલું રાજ્ય

આવું કરનાર ગુજરાત પહેલું રાજ્ય

ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસની દિશામાં ગુજરાત સરકારની આ વધુ એક પહેલ છે. રાજ્યના ઉદ્યોગપતિઓને ઓનલાઈન વિદ્યુત શુલ્ક માફી આપનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય બની ગયું છે. ઑનલાઈન વિદ્યુત શુલ્ક માફી હાંસલ કરવા માટે સંબંધિત ઔદ્યોગિક એકમોએ ઓનલાઈન પોર્ટલ www.ceiced.gujarat.gov.in પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની સાથે રજિસ્ટ્રેશન અને અરજી જમા કરવાની રહેશે.

24 કલાકમાં જ પ્રમાણપત્ર જનરેટ થશે

24 કલાકમાં જ પ્રમાણપત્ર જનરેટ થશે

આવી અરજીઓની સિસ્ટમેટિક તપાસ બાદ નિર્ધારિત પ્રાવધાનો સંપૂર્ણ હોવાનું જાણ્યા બાદ ડિજિટલ હસ્તાક્ષર વાળા માફી પ્રમાણપત્ર માત્ર એક દિવસ જ એટલે કે 24 કલાકમાં જ જનરેટ થશે તથા તેની જાણકારી ઈ-મેલ અથવા એસએસએસ દ્વારા સંબંધિત એકમો અથવા આવેદકને મળી જશે. અગાઉ કરેલ અરજી જો પ્રક્રિયામાં હોય તો તેવામાં પણ ઔદ્યોગિક એકમો ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકે છે. એટલું જ નહિ, સિસ્ટમ દ્વારા જનરેટેડ તમામ માફી પ્રમાણપત્રોની 90 દિવસમાં સમીક્ષા પણ કરવામાં આવશે.

ખોટી જાણકારી કે દસ્તાવેજ આપવા પર પગલાં ભરાશે

ખોટી જાણકારી કે દસ્તાવેજ આપવા પર પગલાં ભરાશે

ઓનલાઈ માફીનો લાભ ઉઠાવનાર એકમની પણ સમીક્ષા કરવામાં આવશે. સાથે જ ખોટી જાણકારી કે દસ્તાવેજોના આધાર પર જો લાભ ઉઠાવ્યો હશે તો વાર્ષિક 18 ટકા વ્યાજ વસૂલવાની સાથે હાંસલ કરેલ ખોટા લાભને પણ રદ્દ કરવાનું પ્રાવધાન ઉમેરવામાં આવ્યું છે. જો ઔદ્યોગિક એકમો દ્વારા પોર્ટલ પર કરવામાં આવેલ અરજીના નિર્ધારિત પ્રાવધાન પૂરા નહિ થતાં હોય તો અધૂરી જાણકારીવાળા આવા આવેદનના સંબંધમાં પણ ઔદ્યોગિક એકમોને અથવા અરજદારને એસએમએસ અથવા ઈમેલ મારફતે સૂચિત કરવામાં આવશે અને અનુપલબ્ધ જાણકારી પૂરી કરવા માટે અરજીને ઈમેલથી પરત મોકલવાની રહેશે.

દર વર્ષે 3000 અરજી આવે છે

દર વર્ષે 3000 અરજી આવે છે

સૌરભ પટેલે કહ્યું કે આખા રાજ્યમાંથી દર વર્ષે વીજળી કર માફીની લગભગ 3000 અરજી આવે છે. દર વર્ષે 9000 મિલિયન યૂનિટ પર વિદ્યુત કર માફીનો લાભ રાજ્ય સરકાર આપે છે જેનાથી ઉદ્યોગોને વાર્ષિક 900 કરોડ રૂપિયાનો લાભ મળે છે. રાજ્ય સરકાર દ્વારા www.ceiced.gujarat.gov.in પોર્ટલ શરૂ કરવાથી હવે ઔદ્યોગિક એકમોને સરળતા અને શીઘ્રતાથી ઈમેલ દ્વારા જ માફી પ્રમાણપત્ર મળી જશે.

માત્ર 21 વર્ષની ઉંમરે બનશે જજ, ન્યાયિક સેવા ક્ષેત્રમાં રચ્યો ઈતિહાસમાત્ર 21 વર્ષની ઉંમરે બનશે જજ, ન્યાયિક સેવા ક્ષેત્રમાં રચ્યો ઈતિહાસ

English summary
Gujarat become first state to start online electricity bill waiver portal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X