રાત્રે 12 વાગે હૈદ્રાબાદથી રાજકોટ પહોંચશે PM મોદી

Written By:
Subscribe to Oneindia News

સોમવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. સોમવારે તેમણે ભૂજ, અમરેલી, રાજકોટ અને સુરતમાં સભા સંબોધન કર્યું હતું. ત્યાર બાદ મંગળવારે તેઓ હૈદ્રાબાદ પહોંચ્યા હતા. અહીં તેમણે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પુત્રી ઇવાંકા ટ્રંપ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ બુધવારે ફરી એકવાર પીએમ મોદી પ્રચાર કાર્યક્રમોમાં ભાગ લેનાર છે. આ માટે તેઓ મંગળવારે રાત્રે જ રાજકોટ આવી પહોંચશે. રાજકોટના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ બાદ બુધવારે સવારે તેઓ ચૂંટણી પ્રચાર કરશે. રાજકોટમાં પીએમ મોદીના રાત્રિ રોકાણ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

narendra modi

પીએમ મોદી બુધવારે સવારે રાજકોટ સર્કિટ હાઉસ ખાતેથી મોરબી જવા રવાના થશે. મોરબીમાં જનસભાનું સંબોધન કર્યા બાદ તેઓ સોમનાથ, ભાવનગર અને નવસારીમાં પણ સંબોધન કરનાર છે. આ અંગે વાત કરતાં ભાજપ ઇનચાર્જ ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, પીએમ મોદીની દરેક જનસભામાં 6 કે તેથી વધુ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. પહેલા તબક્કાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ પીએમ મોદીનો 27 નવેમ્બર અને 29 નવેમ્બરનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં પીએમ મોદી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. 29 નવેમ્બર અને બુધવારનો પીએમ મોદીનો કાર્યક્રમ નીચે મુજબ છે:

  • 11.00 AM: મોરબી ખાતે સંબોધશે જનસભા
  • 1.25 PM: સોમનાથમાં જનસભા
  • 3.30 PM: ભાવનગરના પાલિતાણામાં જનસભા સંબોધન
  • 5.30 PM: નવસારીમાં જનસભા સંબોધન
English summary
Gujarat Election 2017: PM Narendra Modi to spend night in Rajkot.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.