વિરાટ કોહલીએ પોતાની 200મી મેચમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Written By:
Subscribe to Oneindia News

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની વન ડે સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ સદી ફટકારી ઇતિહાસ રચ્યો હતો. પોતાની 200મી મેચ રમી રહેલ વિરાટ કોહલીએ 111 બોલમાં ધમાકેદાર સદી ફટકારી હતી. વન ડે મેચમાં વિરાટ કોહલીની આ 31મી સદી છે. આ સાથે જ વિરાટ કોહલી સથી વધુ સદી ફટકારનારા બીજા બેટ્સમેન બન્યા છે. વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગને પાછળ છોડ્યા છે. રિકી પોન્ટિંગે 30 વન ડે સદીઓ ફટકારી હતી. હવે આ મામલે વિરાટ કોહલીથી આગળ છે માત્ર દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર. સચિનના નામે વન ડેની 49 સદીઓ છે.

virat kohli

આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી હતી. છેલ્લા 21 વર્ષથી કોઇ ભારતીય ક્રિકેટરે આ મેદાનમાં સદી નથી ફટકારી. આ મેદાન પર સદી ફટકારી વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્ચો છે. વિરાટ પહેલાં 14 ડિસેમ્બર, 1996ના રોજ મુંબઇમાં રમાયેલ વન ડે મેચમાં સચિન તેંડુલકરે સદી ફટકારી હતી, એ સમયે સચિન તેંડુલકર ભારતીય ટીમના કપ્તાન હતા અને વિરાટ કોહલી માત્ર 8 વર્ષના હતા. ત્યાર બાદ રવિવારની મેચમાં વિરાટ કોહલીએ કપ્તાન તરીકે જ આ મેચમાં સદી ફટકારી હતી.

English summary
India vs New Zealand 1st ODI: Virat Kohli hit 100 in his 200th ODI.
Please Wait while comments are loading...