For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદીઓ આનંદો, ટૂંક સમયમાં દોડતી થશે મેટ્રો

રાજ્યમાં આગામી જાન્યુઆરીથી અમદાવાદમાં મેટ્રો ધમધમતી થઇ જશે તેવો વિશ્વાસ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં આગામી જાન્યુઆરીથી અમદાવાદમાં મેટ્રો ધમધમતી થઇ જશે તેવો વિશ્વાસ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો હતો. રાજ્યમાં છેલ્લા એક દશકાથી વધુ સમયથી મેટ્રો માટેનો રોડમેપ તૈયાર થઇ રહ્યો છે. આ રોડમેપની કામગીરી ખુબ ગોકળગતિએ ચાલી રહી છે. ગુજરાત બાદ શરૂ થયેલા મેટ્રોના પ્રોજેક્ટ અનેક રાજ્યમાં પુર્ણ પણ થઇ ચુક્યા છે. ત્યારે, હવે જાન્યુઆરીમાં મેટ્રોનો પ્રથમ ફેઝ શરૂ થાય તેવી ગણતરી માંડવામાં આવી રહી છે.

મુખ્યપ્રધાને મેટ્રોનું નિરીક્ષણ કર્યુ

મુખ્યપ્રધાને મેટ્રોનું નિરીક્ષણ કર્યુ

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા અને તાજી સ્થિતિ મેળવવા કાલુપુર ખાતે અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન અને ગોમતીપુર મેટ્રો સ્ટેશન ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી અને મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરીનું નિરીક્ષણ કરી તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ મેટ્રો રેલ પ્રોજેકટની સમીક્ષા બાદ તા.૧ લી જાન્યુઆરી,૨૦૧૯થી શહેરમાં મેટ્રો રેલનો પ્રારંભ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરંતું, હજું પુર્ણ ટ્રાયલ થયો નથી ત્યારે મેટ્રો દોડવામાં આવશે કે કેમ તે સવાલ છે.

પ્રથમ ફેઝનું કામ ડિસેમ્બરમાં પુર્ણ થશે

પ્રથમ ફેઝનું કામ ડિસેમ્બરમાં પુર્ણ થશે

મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે વસ્ત્રાલથી થલતેજ સુધીના ઇસ્ટ વેસ્ટ કોરીડોરનું કામ ચાલી રહ્યું છે. રૂ.૧૦,૭૦૦ કરોડના પ્રોજેક્ટનું પહેલા ચરણનું કામ આ વર્ષના અંતમાં ડિસેમ્બરમાં પૂર્ણ થઇ જશે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટની કાલુપુર ખાતેની અન્ડર ગ્રાઉન્ડ સાઈટની નીરીક્ષણ મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે ત્યારે, આ મુલાકાત કરતાં તેઓ ચૂંટણીલક્ષી કંઇક વિકાસ કાર્યોની અપડેટ માંગતાં હોવાનો સવાલ પણ લોકો કરી રહ્યા છે.

મેટ્રોની કામગીરી ચાલી રહી છે પુરજોશમાં

મેટ્રોની કામગીરી ચાલી રહી છે પુરજોશમાં

મેટ્રો પ્રોજેક્ટનો આ ઇસ્ટ વેસ્ટ કોરિડોર ૬.૫૦ કી.મી નો માર્ગ અન્ડર ગ્રાઉન્ડ તૈયાર થઇ રહ્યો છે. તેમણે આ મુલાકાત બાદ જણાવ્યું હતુ કે, આ કામગીરી અમદાવાદ શહેરના ખુબ જુના વિસ્તારમાં થઇ રહી હોવાથી જુના મકાનો ઇમારતો તેમજ નાગરિકોની મિલકતને નુકસાન ન થાય અને નાગરિક જનજીવનને ઓછામાં ઓછી તકલીફ પડે, કોઇ દુવિધા ન પડે તે રીતે કામગીરી હાથ ધરવા મેટ્રો પ્રોજેક્ટના સત્તાવાળાઓને તેમણે સૂચના આપી હતી. રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, જાન્યુઆરી ૨૦૧૯માં મેટ્રો રેલની પ્રથમ પ્રાયોરિટી રિચ શરૂ કરવાની દિશામાં ઝડપભેર કામગીરી મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાઈ રહી છે.

પ્રથમ ફેઝનો રૂટ 40 કિમી લંબાઇ ધરાવે છે

પ્રથમ ફેઝનો રૂટ 40 કિમી લંબાઇ ધરાવે છે

મેટ્રો પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ 40 કિલો મીટર લંબાઇમાં કવર કરે છે. જેમાં, 33.5 કિલોમીટર એલિવેટેડ એટલે કે ઓવર બ્રિઝ ઉપર તૈયાર કરવામાં આવ્યો છે.. જ્યારે, બાકીના 6.5 કિલો મીટર માર્ગ અન્ડરગ્રાઉન્ડ છે. આ રૂટમાં કુલ 30થી વધારે સ્ટેશન આવરી લેવામાં આવ્યા છે. 11 હજાર કરોડના આ પ્રોજેક્ટને અમદાવાદ શહેરના ટ્રાફિકને હળવો કરવા અને માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધારવા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

નવા વર્ષથી મળી શકે છે મેટ્રોની ભેંટ

નવા વર્ષથી મળી શકે છે મેટ્રોની ભેંટ

જો સમય મર્યાદામાં આ પ્રોજેક્ટ પુર્ણ થાય છે તો, અમદાવાદીઓને નવા વર્ષમાં મેટ્રોની ભેંટ મળી શકે છે. જેના કારણે શહેર અને બહારના આવન જાવનમાં થતી સમયની બરબાદી અને ટ્રાફીકની સમસ્યાથી ઘણી સરળતા મળી શકશે.

English summary
in january 2019 metro will running in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X