For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિઘાનસભા મતવિભાગમાં કુલ- ૮૫ ઉમેદવારી પત્રોનું વિતરણ

ગાંધીનગર જિલ્લાની પાંચ વિઘાનસભા મતવિભાગમાં આજથી ઉમેદવારી પત્ર ભરાવવાનો પ્રારંભ થયો છે. આજે તા. ૧૦મી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ પાંચ વિઘાનસભા મતવિભાગમાંથી કુલ- ૮૫ ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. જેમાં સૌથી વઘુ ઉમેદવારી પત્રોનુ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર જિલ્લાની પાંચ વિઘાનસભા મતવિભાગમાં આજથી ઉમેદવારી પત્ર ભરાવવાનો પ્રારંભ થયો છે. આજે તા. ૧૦મી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ પાંચ વિઘાનસભા મતવિભાગમાંથી કુલ- ૮૫ ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. જેમાં સૌથી વઘુ ઉમેદવારી પત્રોનું વિતરણ ૩૭- માણસા વિઘાનસભા મતદાર વિભાગમાંથી થયા છે. સૌથી ઓછા ૧૨ ઉમેદવારી પત્રોનું વિતરણ ૩૮- કલોલ વિઘાનસભા મતદાર વિભાગમાં થયા છે.

ELECTION

ગાંધીનગર જિલ્લામાં આજથી ઉમેદવારી પત્રના વિતરણનો આરંભ થયો છે. ઉમેદવારી પત્ર તા. ૧૦ થી ૧૭ મી નવેમ્બર, ૨૦૨૨ સુઘી ( જાહેર રજા સિવાય) મળી શકશે. ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્ર મેળવવાનો અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય સવારના ૧૧.૦૦ થી બપોરના ૩.૦૦ કલાક દરમ્યાન રાખવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિઘાનસભા મતવિભાગના ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૧૮/૧૧/૨૦૨૨ ના રોજ સવારના ૧૧.૦૦ કલાકથી આરંભ કરવામાં આવશે. તા. ૨૧/૧૧/૨૦૨૨ ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ રજૂ કરવાની રહેશે. મતદાન તા. ૦૫/૧૨/૨૦૨૨ ના રોજ સવારના ૮.૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક વચ્ચે થશે

ગાંધીનગર જિલ્લાની ૩૪- દહેગામ, ૩૫- ગાંધીનગર(દ), ૩૬- ગાંધીનગર, ૩૭- માણસા અને ૩૮- કલોલ વિઘાનસભા મતદાર વિભાગમાં આજથી ઉમેદવારી પત્રના વિતરણનો આરંભ થયો હતો. બપોરના ૩.૦૦ કલાક સુઘીમાં કુલ- ૮૫ ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. જેમાં ૩૪- દહેગામ વિઘાનસભા મતવિભાગમાં ૧૬ , ૩૫- ગાંધીનગર(દ) વિઘાનસભા મત વિભાગમાં ૧૫, ૩૬- ગાંધીનગર(ઉ) વિઘાનસભા મતવિભાગમાં ૧૮, ૩૭- માણસા વિઘાનસભા મતવિભાગમાં ૨૪ અને ૩૮ કલોલ વિઘાનસભા મતવિભાગમાં ૧૨ ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. આજના દિવસમાં એકપણ ઉમેદવારી પત્ર ભરાઇને આવ્યા નથી.

English summary
Not a single form was filled in Gandhinagar on the first day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X