For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બહાર ફરતા નાગરિકોને ટ્રેસ કરવા પોલીસ બનશે ટેક્નોસેવીઃ પોલીસ વડા

બહાર ફરતા નાગરિકોને ટ્રેસ કરવા પોલીસ બનશે ટેક્નોસેવીઃ પોલીસ વડા

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકાર લોકડાઉનના ચુસ્ત અમલીકરણ માટે ટેક્નોસેવી થઇને કામગીરી કરી રહી છે. ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યુ છે ત્યારે હવે, વાહનોના નંબર પ્લેટને આધારે રસ્તા ઉપર વારંવાર ફરતા નાગરિકોને શોધી કાઢવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નાઇઝેશન સોફ્ટવેરની મદદ લેવામાં આવશે. રસ્તા ઉપર ફરતા વાહનોનું એનાલિસીસ કરીને એક જ નંબર ધરાવતા વાહનની રૂટ હિસ્ટ્રી તપાસી બિનજરૂરી ફરતા વાહનચાલકોની યાદી તૈયાર કરી તે તમામ સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરાશે.

police

પાસ પરમિટનો ગેરઉપયોગ કરનાર સામે લેવાશે પગલાં

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કેટલાક લોકો તેમને મળેલા પાસ - પરમીટનો દુરુપયોગ કરતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. લોકડાઉનની સ્થિતિમાં કેટલીક વ્યક્તિઓ આ વાહનમાં લોકોને બેસાડીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ રહ્યાં હોવાની મળેલી ગંભીર વિગતોને આધારે આ વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં ડ્રોન મારફતે પણ આ વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ૧૧૪ ડ્રોન અને હજારો સીસીટીવી કેમેરાના માધ્યમથી પોલીસ સમગ્ર હિલચાલ પર નજર રાખી રહી છે. ત્યારે, લોકડાઉનની ગંભીરતા સમજી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અપીલ કરી છે.

ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરાયેલ વિસ્તારમાં વિશેષ બંધોબસ્ત

ક્લસ્ટર કવોરંટાઈન કરાયેલા મહાનગર સહિતના કેટલાક વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા ગઈ કાલથી અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૧૨૧૩ અને હોમ ક્વોરન્ટાઈન ભંગના ૪૫૧ તથા અન્ય ૨૦૧ ગુનાઓ મળી કુલ ૧૮૬૫ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. ૨૭૨૪ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૮૧૭૨ વાહનો જપ્ત કરાયા છે.

4 મહાનગરો હોટસ્પોટ ન બને તે માટે શહેરીજનો કાળજી રાખે તે આવશ્યકઃ DGP4 મહાનગરો હોટસ્પોટ ન બને તે માટે શહેરીજનો કાળજી રાખે તે આવશ્યકઃ DGP

English summary
police will easily track lockdown breaker says Gujarat DPG
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X