For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ABP-C વોટર સર્વેના આ આંકડા ગુજરાતમાં બીજેપીની ઉંઘ હરામ કરવા પુરતા છે!

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. હાલ તમામ ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ઘણા બધા ઓપિનિયન પોલ પણ સામે આવી ગયા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. હાલ તમામ ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ઘણા બધા ઓપિનિયન પોલ પણ સામે આવી ગયા છે. આજે આપણે એબીપી-સી વોટરના સર્વેના કેટલાક એવા આંકડા પર નજર કરવાના છીએ, જે બીજેપી માટે ખતરાની ઘંટી સમાન છે.

મોટા નેતાઓની ટિકિટ કાપવાથી બીજેપીનો ફાયદો?

મોટા નેતાઓની ટિકિટ કાપવાથી બીજેપીનો ફાયદો?

એબીપી-સી વોટરના સર્વે અનુસાર, 42 ટકા લોકોએ કહ્યું કે મોટા નેતાઓની ટિકિટ કાપવાથી ભાજપને ફાયદો થશે. આ 48 ટકા લોકો માને છે કે તેનાથી ભાજપને નુકસાન થશે. 10 ટકા લોકો એવું માને છે કે દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપવાથી ભાજપને ચૂંટણીમાં અસર નહીં થાય.

ગુજરાતના સવર્ણો કોની સાથે?

ગુજરાતના સવર્ણો કોની સાથે?

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પગ ફેલાવી રહી છે ત્યારે એબીપી-સી વોટરના સર્વેમાં સવર્ણોના મત મુદ્દે ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે. સર્વે અનુસાર, ભાજપને 55 ટકા, કોંગ્રેસ 23 ટકા અને AAP 17 ટકા સવર્ણો મત મળી શકે છે.

દલિત મત કોની સાથે?

દલિત મત કોની સાથે?

ગુજરાતમાં દલિત રાજનીતિ સતત ચર્ચામાં રહી છે ત્યારે હવે એબીપી-સી વોટર સર્વેમાં ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે. સર્વે અનુસાર, 37 ટકા દલિત મતદારો ભાજપ સાથે, કોંગ્રેસ સાથે 34 ટકા દલિત અને આમ આદમી પાર્ટીને 24 ટકા દલિત મતો મળી શકે છે.

ગુજરાતના મુસ્લિમોની પહેલી પસંદ કોણ?

ગુજરાતના મુસ્લિમોની પહેલી પસંદ કોણ?

બીજેપી મુસ્લિમ વિરોધી પાર્ટીની છાપ ધરાવે છે ત્યારે ગુજરાતના 21 ટકા મુસ્લિમોનું બીજેપીને સમર્થન મળી શકે છે. આ સિવાય 39 ટકા મુસ્લિમો કોંગ્રેસ અને 37 ટકા મુસ્લિમ મતદારો આપને મત આપી શકે છે.

ઓબીસી મતદારો કોની સાથે?

ઓબીસી મતદારો કોની સાથે?

ગુજરાતમાં ઓબીસી મત હંમેશા નિર્ણાયક રહ્યા છે ત્યારે સર્વે અનુસાર, OBCના મોટાભાગના મત બીજેપીને મળી શકે છે. સર્વેમાં 53 ટકા ઓબીસી મત ભાજપને, 24 ટકા મત કોંગ્રેસને અને 17 ટકા ઓબીસી જાતિઓ આમ આદમી પાર્ટીને પસંદ કરે છે.

આદિવાસી મતદારોની પસંદ કોણ?

આદિવાસી મતદારોની પસંદ કોણ?

ગુજરાતમાં 40 થી 45 બેઠકો પર પ્રભાવ ધરાવતા આદિવાસી મતદારો પણ ભાજપમાં વિશ્વાસ મૂકી શકે છે. સી-વોટર સર્વેમાં 39 ટકા આદિવાસીઓએ ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સિવાય કોંગ્રેસને 33 ટકા અને આમ આદમી પાર્ટીને 22 ટકા આદિવાસીઓના મત મળી શકે છે.

મહિલા મતદારો કઈ તરફ?

મહિલા મતદારો કઈ તરફ?

અડધી આબાદી ધારે તો ચૂંટણીનું પરિણામ રાતોરાત બદલી શકે છે ત્યારે ગુજરાતમાં મહિલાઓની પસંદની વાત કરવામાં આવે તો 43 ટકા મહિલા મતદારો ભાજપને મત આપી શકે છે, કોંગ્રેસને 32 ટકા મહિલાઓનું સમર્થન મળી શકે છે જ્યારે 19 ટકા મહિલાઓ આમ આદમી પાર્ટીને મત આપી શકે છે.

યુવા મતદારો કોની સાથે ચાલશે?

યુવા મતદારો કોની સાથે ચાલશે?

યુવા મતદારો સૌથી અસર કરે છે ત્યારે ગુજરાતના 25 વર્ષ સુધીના 43 ટકા મતદારો ભાજપને પસંદ કરે છે. આ સિવાય 35 ટકા યુવાનો કોંગ્રેસ અને 17 ટકા યુવાનો આમ આદમી પાર્ટીને મત આપી શકે છે.

English summary
These figures of ABP-C voter survey are enough to make BJP sleepless in Gujarat!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X