For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી માટે દિલ્હી કેટલું દુર...?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 24 ડિસેમ્બર: ગુજરાતમાં સફળતાની હેટ્રિક ફટકાર્યા બાદ એમ લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણમાં એન્ટ્રી મારવા માટે પગલાં ભરી રહ્યાં છે. ગત એક મહિના દરમિયાન તેમના ચુંટણી અભિયાનને જોવામાં આવે તો તેમને ક્યારેય હિન્દીમાં ભાષણ આપ્યું નથી. લોકો તેમને કહેતાં હતાં કે તમે હિન્દીમાં બોલો તેમ છતાં તે હિન્દીમાં બોલતા ન હતા. પરંતુ જીત બાદ તેમણે જે ભાષણ આપ્યું તે હિન્દીમાં હતું. તે લાંબું ભાષણ હતું પરંતુ તેને ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું લાગે છે કે તે હિન્દી ભાષી વિસ્તારને સંબોધિત કરી રહ્યાં હોય.

વારંવાર તે એમ કહેતા હતા કે ગુજરાતના મતદાર ઘણા પરિપક્વ થઇ ગયા છે. તે જાતિ અને વિસ્તારના આધારે મત આપતા નથી. એમ કહેતાં નરેન્દ્ર મોદી યૂપી અને બિહારના મતદારોને સંદેશો આપી રહ્યાં હતા કે અમારા મતદારોના આ દ્રષ્ટિકોણના કારણે ગુજરાત એક વિકાસશીલ રાજ્ય છે. આ દરમિયાન રાષ્ટ્રીય રાજકારણમાં એન્ટ્રી મારવાની તેમની મહત્વાકાંક્ષા જાહેર થઇ રહી હતી, જો કે નરેન્દ્ર મોદી માટે આ રસ્તો ખૂબ જ કપરો છે.

નરેન્દ્ર મોદી માટે મુશ્કેલ માર્ગ

સૌથી મોટી મુશ્કેલી ગઠબંધન વાળા દળોને સાથે લઇને ચાલવામાં છે, પરંતુ મારા મત મુજબ જો જનતા દળ યૂનાઇટેડને હટાવી દઇએ તો એનડીએ ક્યાં છે? એનડીએમાં મોટાભાગે એવી પાર્ટીઓ છે જે ધર્મના નામે તેમની સાથે છે અથવા ભારતીય જનતા પાર્ટીની માનસિકતાવાળી છે. એનડીએમાં બસ જેડીયૂ જ એક એવી પાર્ટી છે જેને આ વલણ અપનાવ્યું છે કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાનન ઉમેદવાર બને છે તો બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર ટેકો પાછો ખેંચશે. પરંતુ તેને હટાવીને જોવામાં આવે તો મને લાગતું નથી કે તેમની સ્વીકાર્યતામાં કોઇ સમસ્યા ઉભી થાય.

આ ઉપરાંત નરેન્દ્ર મોદી અત્યાર સુધી ગુજરાતમાં સક્રિય રહ્યાં છે. એક પ્રશ્ન એ પણ ઉદભવે છે કે તે બીજા રાજ્યોમાં કેટલા સ્વિકાર્ય છે, જો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના દાવેદાર અને ભાજપના સૌથી મોટા નેતા તરીકે જોવામાં આવતાં નથી. પરંતુ જો ભાજપ આવો નિર્ણય લઇ લીધો. જો કે આ અત્યાર સુધી આવો નિર્ણય લેવામાં આવ્યો નથી તો પરિસ્થિતી બીજી હશે.

અમે એમ પણ નથી કહેતાં કે બીજા કે નરેન્દ્ર મોદીને બીજા રાજ્યો સ્વિકારશે, પરંતુ એમ લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદી પાસે એક મોડલ છે જેને લઇને તે બીજા રાજ્યોની જનતા પાસે તે જઇ શકે છે, નિર્ણય લેનારા રાજનેતા તરીકેની તેમની છાપ છે. તેમની આવી છાપના કારણે તે લોકોનું સમર્થન માંગી શકે છે, અને કારણે જે પ્રકારની રાજકિય શૂન્યતા છે તેમાં નરેન્દ્ર મોદી પોતાને ફિટ સમજે છે.

નરેન્દ્ર મોદી અડવાણી કરતાં પણ ચઢિયાતા?

કેટલાક લોકો નરેન્દ્ર મોદીની તુલના અડવાણી સાથે કરે છે પરંતુ અડવાણી અને નરેન્દ્ર મોદી વચ્ચે એક અંતર છે. બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ અડવાણીની છબિ એક મજબૂત નેતા તરીકેની હતી પરંતુ તેમનુ શાસન સારું કર્યું હતું એવી વાત નથી. તેમની પાસે કોઇ મોડલ ન હતું. છ વર્ષના તેમના શાસન દરમિયાન તે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. જ્યારે નરેન્દ્ર મોદીએ ગત 11 વર્ષોમાં વ્યવસ્થિત સાશન કર્યું છે. તેમ છતાં તેમની સ્વિકાર્યતા પર સવાલો ઉભા થાય છે.

ગત એક વર્ષ દરમિયાન તે પોતાની છબિ બદલવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. રેલીમાં ભાગ લઇને અથવા સદભાવના યાત્રામાં જોડાઇને પ્રયત્નો કરી રહ્યાં છે, જો કે તેમને એવું કોઇ નિવેદન આપ્યું નથી કે જેનાથી તેમની કટ્ટરપંથી વાળી પ્રતિભા નરમ પડે તે બંને પ્રયત્નો કરી રહ્યાં છે કે તેમની મુશ્કિલો દૂર થાય.

English summary
Narendra Modi denied to become PM of India in his victory speech, but his speech act in Hindi shows his clear ambition for Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X