For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી સરકારે મિઠાઈઓમાં મિલાવટ રોકવા માટે ચલાવ્યુ અભિયાન

દિલ્લી સરકારના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે તહેવારોને ધ્યાનમાં રાખીને ભેળસેળને ચકાસણી કડક કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી સરકારના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે તહેવારોને ધ્યાનમાં રાખીને ભેળસેળને ચકાસવા માટે મીઠાઈ બનાવવામાં ઉપયોગમાં લેવાતા 'માવા'ના નમૂના લેવાનુ શરૂ કર્યુ છે અને કેટલાક વિક્રેતાઓને શો-કોઝ નોટિસ જાહેર કરી છે. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યુ કે અધિકારી એકે સિંઘના નેતૃત્વમાં મોરી ગેટ અને ફતેહપુરીમાં માવા(દૂધની બનાવટો)ના નમૂના લેવાનુ શરૂ કરવામાં આવ્યુ છે.

sweet

તેમણે વધુમાં જણાવ્યુ કે આ સ્થળોએ જથ્થાબંધ માવાનુ વેચાણ થાય છે. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ ટીમોએ ગુરૂવારે માવો વેચતી દુકાનોમાં જઈને 22 સેમ્પલ લીધા હતા અને મોરી ગેટમાં વિક્રેતાઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(FSSAI)નુ રજીસ્ટ્રેશન ન હોવા બદલ ત્રણને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી.

નિવેદન અનુસાર માવાના નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006ની જોગવાઈઓ અને નિયમો હેઠળ વિશ્લેષણ માટે ખાદ્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. જરૂર પડશે તો વેચાણકર્તાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

English summary
A campaign to stop adulteration in sweets launched by Delhi government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X