નંદમૂરી હરિકૃષ્ણાની અભિનેતામાંથી રાજનેતા બનવા સુધીની સફર

આજે સવારે એક દુઃખદ સમાચાર તેલંગાનાથી આવ્યા, બુધવારે સવારે સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર જુનિયર એનટીઆરના પિતા નંદમૂરી હરિકૃષ્ણાનું રોડ અકસ્માતમાં મોત થઈ ગયુ.

આજે સવારે એક દુઃખદ સમાચાર તેલંગાનાથી આવ્યા, બુધવારે સવારે સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર જુનિયર એનટીઆરના પિતા નંદમૂરી હરિકૃષ્ણાનું રોડ અકસ્માતમાં મોત થઈ ગયુ. તેઓ જાણીતા અભિનેતા અને ટીડીપીના કદાવર નેતા હતા. રોડ અકસ્માત બાદ તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા પરંતુ ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહિ અને માત્ર 61 વર્ષની ઉંમરમાં નંદમૂરી હરિકૃષ્ણાને દુનિયાને અલવિદા કહી દીધી.

નંદમૂરી હરિકૃષ્ણાની સફર

નંદમૂરી હરિકૃષ્ણાની સફર

દક્ષિણના જાણીતા નામ નંદમૂરી હરિકૃષ્ણાનો જન્મ 2 સપ્ટેમ્બર 1956 માં થયો હતો. તેમણે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. પોતાની ફિલ્મી કારકિર્દીમાં તેમણે ‘શ્રી કૃષ્ણાવતારામ', ‘તલ્લા પલ્લમ' ‘સ્રવનામસમ' ‘શિવ રમા રાજૂ' જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.

આંધ્રના પૂર્વ સીએમ એન ટી રામા રાવના ચોથા પુત્ર

આંધ્રના પૂર્વ સીએમ એન ટી રામા રાવના ચોથા પુત્ર

તેઓ મહાન અભિનેતા અને આંધ્રના પૂર્વ સીએમ નંદમૂરી તારક રામા રાવના ચૌથા પુત્ર હતા. તેમણે બે લગ્ન કર્યા હતા. પહેલા લગ્નથી તેમના બે પુત્રો કલ્યાણ રામ, જાનકી રામ અને એક પુત્રી સુહાસિની છે જ્યારે બીજા લગ્નથી નંદમૂરીને એક પુત્ર છે જેને દુનિયા સાઉથના લોકપ્રિય સ્ટાર જુનિયર એનટીઆર તરીકે જાણે છે.

આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ હરિકૃષ્ણાના જીજા

આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ હરિકૃષ્ણાના જીજા

એક સફળ અભિનેતા બન્યા બાદ નંદમૂરી હરિકૃષ્ણા એક સફળ રાજનેતા પણ બન્યા. હરિકૃષ્ણા ટીડીપી પોલિસ બ્યુરોના સભ્ય હતા. તમને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ હરિકૃષ્ણાના જીજા છે. હરિકૃષ્ણાના એક પુત્ર નંદમૂરી જાનકીરામનું પણ રોડ અકસ્માતમાં મોત નીપજ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X