For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

99.6% સાથે નોયડાની રક્ષા ગોપાલે CBSEમાં કર્યું ટોપ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડનું 12માં ધોરણનું પરિણામ જાહેર થઇ ગયું છે. નોયડાની રક્ષા ગોપાલ સાથે કોણે કોણ ટોપ કર્યું છે, જાણો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઇ)ના 12માં ધોરણનું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. નોયડાની રક્ષા ગોપાલે 99.6 ટકા સાથે સમગ્ર દેશમાં ટોપ થઇ છે. ઓલ ઇન્ડિયા ટોપર તેવી રક્ષાએ પોતાની આ સફળતાનો શ્રેય તેના માતા પિતા અને શિક્ષકોને આપ્યો છે. તો બીજી તરફ ભૂમિ સાંવત અને આદિત્ય જૈન પર અનુક્રમ આ લિસ્ટમાં 99.4 ટકા અને 99.2 ટકા મેળવ્યા છે. ભૂમિ સાવંત અને આદિત્ય જૈન ચંદીગઢના છે. તમને જણાવી દઇએ કે 9 માર્ચથી 29 એપ્રિસ સુધી આયોજીત સીબીએસઇની આ બોર્ડની પરીક્ષામાં 10,98,891 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

raksha gopal

સીબીએસઇની આ પરીક્ષામાં દિલ્હીથી સૌથી વધુ 2,58,321 છાત્રએ ભાગ લીધો હતો. અને તે પછી પંચકુલા અને અજમેરના વિદ્યાર્થીઓનો નંબર આવે છે. ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે દિલ્હી હાઇકોર્ટના આદેશ પછી સીબીએસઇ બોર્ડે મોડરેશન પોલીસીનું પાલન કરતા પરિણામોની જાહેરાત કરી હતી. ત્યારે રક્ષા ગોપાલની માર્કશીટ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ હતી. રક્ષાએ ઇંગ્લિશ, પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સમાં 100 માંથી 100 અંક મેળવ્યા છે. જ્યારે હિસ્ટ્રી અને સાયકોલોજીમાં 99 ટકા. તેમને તમામ સબ્જેક્ટમાં A1 ગ્રેડ મળ્યો છે. ત્યારે જુઓ સીબીએસઇની ટોપર તેની રક્ષાની માર્કશીટની આ તસવીર અહીં...

raksha gopal marksheet
English summary
CBSE today announced the results for Class XII after uncertainty prevailed for over a week leaving students anxious. With 99.6% of marks Noidas Amity International School student, Raksha Gopal became topper.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X