For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ગામોના પરિવારોએ ગિરવી મૂક્યા પોતાના બાળકો, કિંમત વસૂલી દોઢથી બે હજાર

સમાચારનું શીર્ષક ખૂબ જ ચોંકાવનારુ છે. કોઈ કેવી રીતે પોતાના જિગરના ટૂકડાને બીજા કોઈ પાસે ગિરવી મૂકી શકે છે. તે પણ માત્ર દોઢથી બે હજાર રૂપિયા માટે.

|
Google Oneindia Gujarati News

સમાચારનું શીર્ષક ખૂબ જ ચોંકાવનારુ છે. કોઈ કેવી રીતે પોતાના જિગરના ટૂકડાને બીજા કોઈ પાસે ગિરવી મૂકી શકે છે. તે પણ માત્ર દોઢથી બે હજાર રૂપિયા માટે. આ કોઈ ફિલ્મી કહાની નથી પરંતુ રાજસ્થાનના બાંસવાડા અને પ્રતાપગઢ જિલ્લાની સીમા પાસે આદિવાસી વસ્તી ધરાવતા ગામોની સૌથી કડવી હકીકત છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતાના ભાઈની ગુંડાગિરી, બજાર વચ્ચે મા-દીકરીને બેલ્ટથી મારીઆ પણ વાંચોઃ કોંગ્રેસ નેતાના ભાઈની ગુંડાગિરી, બજાર વચ્ચે મા-દીકરીને બેલ્ટથી મારી

ગડરિયા પાસે ગિરવી મૂક્યા

ગડરિયા પાસે ગિરવી મૂક્યા

અહીં એક નહિ પરંતુ 8 ગામોના લગભગ 500 પરિવાર એવા છે જેમણે ક્યારેકને ક્યારેક પોતાના બાળકોને ગડરિયા પાસે ગિરવી મૂક્યા છે. લગભગ 22 બાળકો હજુ પણ ગિરવી મૂકેલા છે. વન ઈન્ડિયા જાતે આ વાતનો દાવો નથી કરી રહ્યુ પરંતુ આ ચોંકાવનારા મીડિયા રિપોર્ટ્સમાં થયુ છે. હવે આ મામલે શુક્રવારે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે આ બાબતે માહિતી લીધી છે.

આ જગ્યાઓએ ગિરવી મૂકાય છે બાળકો

આ જગ્યાઓએ ગિરવી મૂકાય છે બાળકો

કહેવાય છે કે આ આદિવાસી પરિવારોની આર્થિક સ્થિતિ સારી નથી માટે તે બાળકો માટે બે ટંકના ભોજનની વ્યવસ્થા નથી કરી શકતા. એટલા માટે બાળકોને ગડરિયાઓ પાસે ગિરવી મૂકી દે છે જેથી બાળકોને રોજગાર મળી જાય અને પરિવારને આર્થિક મદદ. આ મામલે બાંસવાડા જિલ્લાના ગામ ચુંડઈ, બોરતલાબ તેમજ મેમખોર અને પ્રતાપગઢ જિલ્લાના ગામ ભેંઠેસલા, બાવડીખેડા, કટારો કા ખેડા, લિમ્બોદી, અંબાઘાટી વગેરે સામે આવ્યા છે.

પિતા સહિત ત્રણ આરોપીની ધરપકડ

પિતા સહિત ત્રણ આરોપીની ધરપકડ

માસૂમ બાળકોને ગિરવી મૂકવાના આરોપમાં શુક્રવારે પિતા સહિત ત્રણ આરોપીઓને ખમેરા પોલિસ સ્ટેશને ધરપકડ કરી છે. મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના માસૂમ બાળકો પણ મેળવી લેવાયા છે. જેને બાંસવાડા બાળ કલ્યાણ સમિતિએ સૂચિત કરી દીધા છે. વળી, એક દલાલ, માસૂમ બાળકના પિતા તેમજ ગડરિયાને ખમેરા પોલિસ સ્ટેશનમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રથમ દ્રષ્ટિએ આ માસૂમ બાળકને લગભગ 30 હજાર રૂપિયામાં ગિરવી મૂકવામાં આવ્યો હતો. આ માસૂમ બાળક ખમેરા પોલિસ સ્ટેશન વિસ્તારના ચુંડઈ ગામનો રહેવાસી છે. તેનુ નામ રાજુ છે. આરોપી પિતા મોહન ચારેલ તેમદ એક ગડરિયો છે જે પાલી જિલ્લાનો રહેવાસી છે તેની પણ પોલિસ ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે.

આ જગ્યાઓથી આવે છે ગડરિયા

રાજસ્થાન કૃષિ આધારિત અને પશુપાલન પ્રધાન રાજ્ય છે અહીં મોટાભાગનો હિસ્સો વરસાદી પાણી પણ નિર્ભર કરે છે. પાલી, સિરોહી, જેસલમેર, જોધપુર વગેરે વિસ્તારોની તુલનામાં બાંસવાડા અને પ્રતાપગઢમા ચારો વધુ માત્રામાં ઉપલબ્ધ છે. અહીં વરસાદ પણ વધુ થાય છે. એવામાં તેમના જિલ્લામાં ઘાસચારાની ઉપલબ્ધતા ઘટી જવા પર ગડરિયા પોતાના એક હજારથી વધુ પશુ જેમાં ઘેટા, બકરા, ઉંટ વગેરે લઈને બાંસવાડા અને પ્રતાપગઢ તરફ આવી જાય છે.

શું કહે છે બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ

શું કહે છે બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ

માસૂમ બાળકોને ગિરવી મૂકવા બાબતે બાંસવાડાના બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ હરીશ ત્રિવેદીએ જણાવ્યુ કે માસૂમ બાળકોને ગરીબી અશિક્ષણ, અજ્ઞાનતાના કારણે પરિવારવાળા માસૂમ બાળકોને ગડરિયા પાસે ગિરવી મૂકીને પોતાનુ કામ કાઢે છે. આ જનજાતીય વિસ્તાર છે. અહીં લોકોમાં સમજ નથી અને બાળકો ખોટી આદતો ગ્રહણ કરે છે. ઘરે રહે છે. શાળાએ જતા નથી. બગડી જાય છે. આ પણ એક બીજુ કારણ છે જેના કારણે પરિવારવાળા ત્રાસીને ગડરિયાને સોંપી દે છે અને તેના બદલે જે રૂપિયા મળે તેનાથી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે.

English summary
children pledged for only one or two thousand rupees in rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X