For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના જોખમના કારણે 3000 નાના ગુનેગારોને જેલોમાંથી મુક્ત કરી શકે છે પંજાબ સરકાર

પડોશી રાજ્ય પંજાબમાં મંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ લગભગ 3000 નાના ગુનેગારોને મુક્ત કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા હરિયાણાની જેલોમાં 31 માર્ચ સુધી કેદીઓને પરિવારા લોકો સાથે મુલાકાત પર રોક લગાવી દેવામાં આવી છે. હાલમાં કેદી પરિવાર સાથે ફોન પર જ વાત કરી શકશે. વળી, પડોશી રાજ્ય પંજાબમાં મંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ લગભગ 3000 નાના ગુનેગારોને મુક્ત કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.

jail

જેલ મંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ નાના માત્રાં ડ્રગ્ઝ સાથે પકડાયેલા ગુનેગારો અને લગભગ 2800 નાના ગુનેગારો સહિત 3000 ગુનેગારોને મુક્ત કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. કોરોના વાયરસના જેલોમાં ફેલાવાના જોખમને જોતા મંત્રીએ આ પ્રસ્તાવ આપ્યો છે. પંજાબ સરકાર તરફથી હજુ આના પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. પંજાબ સરકાર તરફથી હજુ આના પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ પ્રસ્તાવ પર બધા જિલ્લાના એન્ટી ડ્રગ ટાસ્ક ફોર્સ સાથે સાથે એસએસપીની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. રંધાવાએ મંગળવારે અમરિંદર સિંહ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર લગભગ 3000 એવા કેદી છે જે 2.5 ગ્રામ કે તેનાથી ઓછી માત્રામાં હેરોઈન કે અન્ય ડ્રગ સાથે પકડાયા હતા. રંધાવાએ કહ્યુ કે આ રીતે પંજાબની જેલોમાં લગભગ 2800 નાના ગુનેગારો છે જેમાં ચેન સ્નેચર પણ શામેલ છે.

પંજાબમાં કુલ 9 સેન્ટ્રલ જેલ, 10 જિલ્લા જેલ અને 5 સબ જેલ છે. આ જેલોમાં હજુ પણ 23000 કેદીઓ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ પંજાબમાં કોરોના વાયરસને એક કેસ સામે આવ્યો છે જ્યારે દેશમમાં કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા 147 થઈ ગઈ છે જેમાં 122 ભારતીય અને 25 વિદેશી નાગરિક છે. કોરોના વાયરસના સંક્રમણને જોતા સરકાર સાવચેતી રૂપે તમામ પગલા લઈ રહ છે.

આ પણ વાંચોઃ અમેરિકી મેડિકલ એક્સપર્ટથી જાણો એ સવાલોના જવાબ જે તમારા મનમાં કોરોના વિશે ઉઠી રહ્યા છેઆ પણ વાંચોઃ અમેરિકી મેડિકલ એક્સપર્ટથી જાણો એ સવાલોના જવાબ જે તમારા મનમાં કોરોના વિશે ઉઠી રહ્યા છે

English summary
coronavirus: Punjab may free drug convicts, petty criminals from jails
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X