For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીપી જોશીએ આપ્યું રાજીનામું, સોમવારે મંત્રીમંડળમાં ફેરબદલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

cp-joshi
નવી દિલ્હી, 16 જૂન: અજય માકન બાદ રેલ મંત્રી સી પી જોશીએ પણ કેબિનેટમાંથી રાજીનામું આપી દિધું છે. સી પી જોશી પાસે રેલવે ઉપરાંત ટ્રાંસપોર્ટ મંત્રાલય હતું. સી પી જોશી યૂપીએ-1માં ગ્રામીણ વિકાસ મંત્રી પણ રહી ચૂક્યાં છે. પ્રેસિડેંટ અજય માકન અને સી પી જોશીનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક મંત્રીઓ સાંજ સુધી પોતાનું રાજીનામું આપી દેશે.

મંત્રીઓના રાજીનામાથી કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ નક્કી માનવામાં આવે છે. સોમવારે સાંજે સાડા ચાર વાગે કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવી શકે છે. તેમાં કેટલાક કેબિનેટ મંત્રીઓને પાર્ટીની જવાબદારી સોંપવામાં આવી શકે છે અને સાથે કેટલાક નવા ચહેરાઓ કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે સજ્જન સિંહ વર્મા, પ્રેમચંદ ગુડ્ડૂ સહિત કેટલાક યુવા ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.

આ પહેલાં શનિવારે સાંજે કેન્દ્રીય આવાસ અને ગરીબી ઉન્મૂલ મંત્રી અજય માકને પણ મંત્રી પદેથી રાજીનામું આપી દિધું છે. અજય મકાન આ પહેલાં ખેલમંત્રી પણ રહી ચૂક્યાં છે. અજય માકનના રાજીનામાને વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દિલ્હીમાં કોંગ્રેસની ખરાબ સ્થિતી દરમિયાન અજય માકનને લાવવાની તૈયારી છે.

English summary
The much talked about reshuffle of the Union Cabinet will take place on Monday, ahead of which CP Joshi and Ajay Maken stepped down as cabinet ministers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X