For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 પ્રશ્નોની સાથે જનતા વચ્ચે જશે ભાજપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

07-delhibjp
નવી દિલ્હી, 7 જૂન: ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીમાં પોતાના સારા પ્રદર્શનથી ઉત્સાહિત છે. કેન્દ્રમાં સરકાર બનાવ્યા પછી હવે તેમની નજર દિલ્હીની સત્તા પર છે. આ વિધાનસભા ચૂંટણી થોડીક સીટો માટે સત્તાથી દૂર થઇ ભાજપ ફરી એકવાર ચૂંટણીઓની તૈયારીઓમાં જોડાઇ ગઇ છે. તે ફરી એકવાર કોઇ તક ગુમાવવા માંગતી નથી.

જનતા વચ્ચે પોતાની પકડ જમાવવા માટે તે હવે જનસંપર્ક બનાવવા માટે અભિયાન છેડી રહી છે. દિલ્હી ભાજપે રાષ્ટ્રીય રાજધાનીના લોકો માટે 7 પ્રશ્નોવાળી પ્રશ્નાવલી તૈયાર કરી છે જેથી પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં દિલ્હીના લોકોને પડતી મુશ્કેલીઓને સારી રીતે સમજી શકે.

ફરીથી વિધાનસભાની તૈયારીઓમાં જોડાયેલી ભાજપ દિલ્હીના લોકો સાથે જોડાવવાનો પોતાનો પ્રયત્ન કરી રહી છે. પોતાની યોજના હેઠળ ભાજપ શહેરના ઘરોમાં આ પ્રશ્નાવલીમાં વહેંચશે. દિલ્હી ભાજપ પ્રવક્તા હરીશ ખુરાનાના અનુસાર લોકો સાથે ડાયરેક્ટ સંપર્ક સાધવા અને તેમની સમસ્યાઓને જાણવા માટે 7 પોઇંટવાળા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે.

આ વિશેષ અભિયાન 15 જૂનથી ચલાવવામાં આવશે, તેના હેઠળ પાર્ટીના કાર્યકર્તા દરેક ઘરમાં પ્રશ્નાવલી વહેંચશે અને તેમને ભરાવશે. હરીશ ખુરાનાએ કહ્યું કે આ પ્રશ્નાવલીના માધ્યમથી પાર્ટી લોકોની પ્રાથમિકતાઓ અને સમસ્યાઓ વિશે જાણી શકશે.

English summary
Delhi BJP has come up with a seven -point questionnaire for residents of the national capital to enable the party to understand the problems being faced by Delhiites ahead of fresh Assembly polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X