For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફૂટબૉલ ખેલાડી ડિએગો મારાડોનાના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ

ફૂટબૉલ ખેલાડી ડિએગો મારાડોનાના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આર્જેન્ટીનાના મહાન ફૂટબૉલર ડિએગો મારાડેનાને હ્રદય રોગનો હુમલો આવવાથી નિધન થઈ ગયુ છે. આ મહિને તેમની બ્રેઈન સર્જરી પણ થઈ હતી. તેમના દિમાગમાં લોહી જામી જવાની ફરિયાદ હતી ત્યારબાદ આ સર્જરી કરવામાં આવી. મારાડોનાની દુનિયાભરમાં બાળકોથી લઈને મોટા સુધી બધા પસંદ કરે છે. તેમને ખાસ કરીને વર્ષ 1986 વિશ્વકપમાં આર્જેન્ટીનાની જીતમાં મહત્વના યોગદાન માટે યાદ કરવામાં આવે છે. તેમના નિધન પર દુનિયાભરના લોકો શોક પ્રગટ કરી રહ્યા છે. આ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કર્યુ છે.

pm modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફૂટબૉલ ખેલાડી ડિએગો મારાડોનાના અસામયિક નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. પોતાના ટ્વિટમાં પ્રધાનમંત્રીએ લખ્યુ છે, 'ડિએગો મારાડોના ફૂટબૉલના ઉસ્તાદ હતા જેમણે વૈશ્વિક લોકપ્રિયતાનો આનંદ લીધો. પોતાના આખા કરિયર દરમિયાન તેમણે આપણને ફૂટબૉલના મેદાન પર અમુક શ્રેષ્ઠ રમતની ક્ષણો આપી. તેમના અસામયિક નિધને આપણને સૌને દુઃખી કર્યા છે. તેમના આત્માને શાંતિ મળે.'

pm tweet

60 વર્ષની ઉંમરમાં દુનિાયને અલવિદા કહેનાર મારાડોનાનો જન્મ આર્જેન્ટીની રાજધાની બ્યુનસ આયર્સમાં થયો હતો. જ્યારે 1986માં વિશ્વકપ રમવામાં આવ્યો ત્યારે તેમની ઉંમર માત્ર 21 વર્ષ હતી. એ વખતે એક સ્ટાર ખેલાડી તરીકે ઉભર્યા હતા. તે બાર્સિલોના અને નાપોલી જેવા ઘણા ફૂટબૉલ ક્લબો માટે પણ રમી ચૂક્યા છે. તેમણે આર્જેન્ટીના માટે 91 મેચ રમી છે.

અહેમદ પટેલની આજે ભરૂચમાં અંત્યેષ્ટિ, રાહુલ ગાંધી રહેશે હાજરઅહેમદ પટેલની આજે ભરૂચમાં અંત્યેષ્ટિ, રાહુલ ગાંધી રહેશે હાજર

English summary
Diego Maradona untimely demise has saddened us all: PM Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X