For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીના નામ પર છેતરપિંડી કરનાર IIT છાત્રની ધરપકડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામથી નકલી વેબસાઈટ ચલાવીને લોકો સાથે છેતરપિંડી કરનાર IIT છાત્રની પોલિસે ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામથી નકલી વેબસાઈટ ચલાવીને લોકો સાથે છેતરપિંડી કરનાર IIT છાત્રની પોલિસે ધરપકડ કરી છે. પોલિસે જણાવ્યુ કે આરોપીએ પીએમ મોદીના નામ પર નકલી વેબસાઈટ બનાવી હતી અને તેના પર પીએમ મોદીના ફોટાનો ઉપયોગ કરી રહ્યો હતો. તે લોકોને સરકારી યોજનાના નામે ફ્રી લેપટોપ આપવાનો દાવો કરતો હતો. વેબસાઈટર પર આરોપીએ દાવો કર્યો છે કે જો એક વાર ફરીથી પીએમ મોદીની સરકાર ચૂંટાઈને આવશે તો લોકોને મફતમાં લેપટોપ આપવામાં આવશે.

pm modi

આરોપીનું નામ રાકેશ જંગી છે કે જે આઈઆઈટીથી પીજીનો છાત્ર છે. પોલિસે રાજસ્થાનના નાગપુર જિલ્લાના પુંડલોટાથી તેની ધરપકડ કરી છે. માહિતી અનુસાર આરોપીએ બે દિવસની અંદર 15 લાખ લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ નકલી વેબસાઈટ દ્વારા લોકોને નકલી યોજનાનો દાવો કરનાર આ આરોપી વૉટ્સએપ પર લોકોને ઈન્સ્ટંટ મેસેજ મોકલતો હતો જેના કારણે આ નકલી યોજના ઘણી ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. પોલિસે જણાવ્યુ હતુ કે આરોપી નકલી પ્રમોશનલ મેસેજ લોકોને મેક ઈન ઈન્ડિયાના નામથી મોકલતો હતો જેના પર પીએમ મોદીનો ફોટો લગાવેલો હતો.

આરોપીએ લાખો લોકોની વ્યક્તિગત માહિતી મેળવી હતી. આ નકલી વેબસાઈટનું નામ www.modi-laptop.wishguruji.com હતુ. જેના પર વચન આપવામાં આવી રહ્યુ હતુ પીએમ મોદી ફરીથી જીતશે તો મફત લેપટોપ આપવામાં આવશે. આરોપી સામે સાઈબર ક્રાઈમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલિસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યુ કે તેણે આ વેબસાઈટનું નિર્માણ વેબ પ્રચાર દ્વારા પૈસા કમાવવા માટે કર્યો હતો. તે લોકોના વ્યક્તિગત ડેટા મેળવીને તેમની સાથે અલગ અલગ રીતે છેતરપિંડી કરવાની યોજના બનાવી રહ્યો હતો. આરોપીએ ગૂગલ એડસેન્સનો ઉપયોગ કરીને બ્લૉગ દ્વારા પૈસા કમાયા હતા. આ વેબસાઈટ અને ટ્રાફિકના કારણે એક પ્રાઈવેટ કંપનીમાં નોકરીનો પણ પ્રસ્તાવ મળ્યો હતો.

આ પણ વાંચોઃ ભીષણ ગરમીથી શેકાયુ ભારત, ચુરુમાં પારો 48ને પાર, આજે અહીં થઈ શકે વરસાદઆ પણ વાંચોઃ ભીષણ ગરમીથી શેકાયુ ભારત, ચુરુમાં પારો 48ને પાર, આજે અહીં થઈ શકે વરસાદ

English summary
IIT students arrested who duped many in the name of PM Modi fake website.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X