સિક્કિમમાં ભારતીય સેનાના તંબૂ, દોકલામ મામલે લડત આપવા તૈયાર

Written By:
Subscribe to Oneindia News

ભૂટાનના ત્રિકોણીય જંક્શન દોકલામના મુદ્દે ભારત અને ચીન વચ્ચેની તણાવ વધતો જાય છે. ચીને ભલે ભારતને પોતાના સૈન્યને પરત બોલાવવાની ચીમકી આપી હોય, પરંતુ ભારતીય સેના ચીન સામે લાંબી લડાઇ લડવા તૈયાર છે. આ વિવાદિત વિસ્તારમાં ભારતીય સેના તંબૂ લગાવીને બેઠી છે. આ એક સંકેત છે કે, જ્યાં સુધી ચીન તરફથી સમાધાનકારી વલણ અપનાવવામાં નહીં આવે ત્યાં સુધી આ વિવાદ સમાપ્ત થવાની શક્યતા નથી.

ભારતીય સેના પર ચીનનો દબાવ નહીં

ભારતીય સેના પર ચીનનો દબાવ નહીં

અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેના પર ચીનનો કોઇ દબાવ નથી. જો ચીન આક્રમક રીતે જણાવી રહ્યું હોય કે, તે કોઇ સમાધાન માટે તૈયાર નથી, તો ભારત પણ પાછું પડે એમ નથી. આ સુરક્ષા વ્યવસ્થા પાછળ એક જ વિચાર છે અને તે એ કે, તણાવ ઓછો કરવા માટે એક તરફી દ્રષ્ટિકોણ પૂરતો નથી. વર્ષ 2012માં આ બંન્ને દેશો વિભિન્ન સ્તરોએ સીમાવર્તી અપવાદોના ઉકેલ માટે એક તંત્ર પર સંમત થયા હતા.

ભારતનો સુરક્ષા માપદંડ

ભારતનો સુરક્ષા માપદંડ

હાલ દોકલામના મુદ્દે આ તંત્રએ કોઇ કામગીરી નથી બજાવી, કારણ કે દોકલામ ક્ષેત્ર સાથે ભૂટાનનું નામ પણ જોડાયેલું છે. ચીન દ્વારા આ વિસ્તારમાં રોડ નિર્માણ કરવાનો પ્રયાસનો મામલો ત્રણ અઠવાડિયાથી ચાલી રહ્યો છે. દિલ્હી તરફથી બીજિંગને પહેલા જ કહેવામાં આવ્યું હતું કે, ચીનની આવી કાર્યવાહી ભારતના ગંભીર સુરક્ષા માપદંડને સ્પર્શે છે અને આવી પરિસ્થિતિમાં ભારતની સુરક્ષા નીતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે.

ત્રિકોણીય જંક્શન - દોકલામ

ત્રિકોણીય જંક્શન - દોકલામ

ચીન અને ભૂટાન હાલ દોકલામ ક્ષેત્રના વિવાદમાં સમાધાન અંગે વાત કરી રહ્યાં છે. આ પરિસ્થિતિમાં ભારતનો તર્ક એ છે કે, આ ત્રણેય દેશો સાથે જોડાયેલ ત્રિકોણીય જંક્શન છે. વર્ષ 2012માં બંન્ને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે જે કરાર થયો હતો, એ હેઠળ આ મુદ્દા અંગે ચર્ચા કરવા માટે 19 વાર બેઠક યોજાઇ ચૂકી છે.

ભારત-ભૂટાન-ચીન વચ્ચેના સંબંધો

ભારત-ભૂટાન-ચીન વચ્ચેના સંબંધો

ભૂટાન અને ચીન વચ્ચે કોઇ રાજકારણીય સંબંધો નથી, જ્યારે ભારત અને ભૂટાન પાડોશી મિત્ર દેશો છે અને માટે ભૂટાનને ભારત તરફથી રાજકારણીય અને સૈન્યનું સમર્થન પ્રાપ્ત છે. જમ્મુ-કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધીની 3488 કિલોમીટર લાંબી ભારત-ચીન સીમામાં 220 કિલોમીટર દૂર પર સિક્કિમ પૂરું થાય છે.

English summary
Indian Army getting ready for long haul in Doklam
Please Wait while comments are loading...