For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુમારસ્વામી બોલ્યાઃ “મારા માટે આજનો દિવસ મહત્વનો નથી”

કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય ઘટનાક્રમ દરમિયાન જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સીએમ બીએસ યુદિયુરપ્પા સાંજે ચાર વાગે વિધાનસભામાં બહુમત સાબિત કરવાના છે. ભાજપના વર્તુળો બહુમત અંગે આશ્વસ્ત નજરે પડી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસ પોતાના ધારાસભ્યો પર નજર રાખી રહ્યુ છે જેથી ફ્લોર ટેસ્ટ દરમિયાન કોઈ વિપરીત પરિસ્થિતિ ઉતપન્ન ન થાય. કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય ઘટનાક્રમ દરમિયાન જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે મારા માટે આજનો દિવસ મહત્વપૂર્ણ નથી પરંતુ આવનારા દિવસો વધુ મહત્વના છે.

એચડી કુમારસ્વામીનું મોટુ નિવેદન

એચડી કુમારસ્વામીનું મોટુ નિવેદન

કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ પહેલા એચડી કુમારસ્વામીએ મહત્વની ટીપ્પણી કરતા કહ્યુ કે સાંજે 4 વાગ્યા સુધી ભાજપ અમારા ધારાસભ્યોને લલચાવવાની કોશિશ કરશે. અમારા બધા ધારાસભ્યો એકસાથે છે. કોઈ પણ ધારાસભ્ય બીજી તરફ જવાના નથી. અમારા કોઈ પણ ધારાસભ્યને ફસાવવામાં નથી આવ્યા. કુમારસ્વામીએ આગળ કહ્યુ કે હું અને સિદ્ધારમૈયા એકસાથે વિધાનસભામાં જઈશુ.

અમારા બધા ધારાસભ્યો એકસાથે છેઃ કુમારસ્વામી

અમારા બધા ધારાસભ્યો એકસાથે છેઃ કુમારસ્વામી

કર્ણાટક વિધાનસભામાં થનારા બહુમત પરીક્ષણ પહેલા કુમારસ્વામીએ મહત્વની ટીપ્પણી કરતા કહ્યુ કે આજનો દિવસ મારા માટે મહત્વપૂર્ણ નથી. ભવિષ્યમાં મારા માટે મહત્વના દિવસો આવશે. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા પહોંચી ચૂક્યા છે. વળી, ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપના નેતા સદાનંદ ગૌડાએ કહ્યુ કે 4.30 વાગ્યા સુધી રાહ જુઓ. ફ્લોર ટેસ્ટમાં અમે જીત મેળવીશુ અને બીએસ યેદિયુરપ્પા આગામી 5 વર્ષ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી બનશે.

ફ્લોર ટેસ્ટ સાંજે 4 વાગે

ફ્લોર ટેસ્ટ સાંજે 4 વાગે

ફ્લોર ટેસ્ટને લઈને કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે તે બહુમત સાબિત કરવામાં સફળ રહેશે. યેદિયુરપ્પાએ કહ્યુ કે હું 100 ટકા બહુમત મેળવવા જઈ રહ્યો છું અને કાલથી હું એ દરેક નિર્ણયો લઈશ જે મે કર્ણાટકની જનતાને ચૂંટણી પહેલા કર્યા હતા.

English summary
karnatakafloortest jds leader hd kumaraswamy says for me today is not an important day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X