For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરિયામાં જંગ છેડાઇ તો ભારતને થઇ શકે છે ફાયદો

By Super
|
Google Oneindia Gujarati News

(નવીન નિગમ) આજે આખું વિશ્વ કોરિયાઇ સંકટથી વિચલિત દેખાઇ રહ્યું છે. ઉત્તર કરિયાએ તાનાશાહ કિમ ઇલ સુંગએ પોતાના દેશમા પોતાની સાખ વધારવા માટે ભલે અમેરિકા સાથે પંગો લઇ લીધો છે, પરંતુ ઉત્તર કોરિયાના તાનાશાહ જો એવું વિચારી રહ્યા હોય કે વિશ્વ બિરાદરીને ડરાવીને તે પોતાની કેટલીક સગવડોને હાંસલ કરી લેશે તો આ તેની ભૂલ છે, કારણ કે અમેરિકા ઉત્તર કોરિયા વિરુદ્ધ મળેલા આ અવસરને પોતાના હાથે જવા દેશે નહીં.

ઉત્તર કોરિયાના તાનાશાહ એવું વિચારી રહ્યા છે કે તે તણાવના અંતિમ બિન્દુ સુધી જઇને પરત આવી જશે તો એ તેમની ભૂલ છે કારણ કે આ ભૂલ સદ્દામ હુસૈનને પણ કરી હતી તે પણ એવું સમજીને અમેરિકા સાથે ટકરાયા હતા કે જ્યાં સુધી તે હુમલો નહીં કરે ત્યાં સુધી અમેરિકા જંગ શરૂ નહીં કરે, પરંતુ અમેરિકાએ મિસાઇલ દાગીને પોતાના તરફથી જ્યારે જંગની જાહેરાત કરી ત્યારે સદ્દામને લાગી રહ્યું હતું કે વિશ્વ બિરાદરી વચમાં પડીને ઝઘડાનું હલ લાવવા પહેલ શરૂ કરી દેશે.

north-korean-missiles
ઉત્તર કોરિયાના મામલે માત્ર ચીન જ એવો દેશ જે ઉત્તર કોરિયાને આ મુશ્કેલીમાંથી કાઢી શકતું હતું પરંતુ તાનાશાહ કિમ ઇલ સુંગના હઠીલા વલણે ચીનને પણ નારાજ કરી દીધું છે. ઉત્તર કોરિયાને ભલે લાગી રહ્યું હોય કે તેની પાસે પરમાણુ બોમ્બ છે જે તેમની આક્રમણથી રક્ષા કરશે, પરંતુ અમેરિકા જે વિશ્વમાં અચાનક કાર્યવાહી કરવામાં માહિર રહ્યું છે, તે એ વાતનો ફાયદો ઉઠાવશે. વિશ્વના મોટા દેશોને તે અચાનક કાર્યવાહી કેમ કરવી પડી તેનું કારણ ઉત્તર કોરિયાએ પરમાણુ બોમ્બને પોતાના નિયંત્રણમાં લેવાની આવશ્યક્તા બતાવશે. આમ કરીને પાકિસ્તાન જેવા દેશોને પણ એક સંદેશો આપશે કે પરમાણુ બોમ્બ હોવાથી તમે વિશ્વના બંધક નહીં બની શકો.

કોરિયા દ્વિપમાં જંગ ત્યાંના વ્યાપારને સાફ કરી નાંખશે. ચીનની ઉત્તર કોરિયાથી નારાજગી એ વાતને લઇને છે, ચીન આ વિસ્તારમાં જંગ નહીં થવા દેવા માગતુ કારણ કે, જંગ થતા ચીન અને દક્ષિણ કોરિયામાં થયેલા વિદેશી રોકાણ ભારત જેવા દેશો તરફનો રસ્તો પકડશે, કારણ કે, હિન્દ મહાસાગર એક શાંત વિસ્તાર છે અને ખાડી દેશ આ વિસ્તારથી નજીક પણ પડે છે. તેતી જો કોરિયામાં જંગ થઇ તો ભારતમાં વિદેશી રોકાણ ઝડપી થશે અને ચીનનું તમામ ધ્યાન કોરિયા દ્વિપ તરફ લાગી જશે. જંગ બાદ ઉત્તર કોરિયામાં અમેરિકાની ઉપસ્થિતિ તેને વધું ચિંતિત કરશે.

English summary
If war broke out between South and North Korea, it could be a big benefit for India. Check out how it could happened.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X