For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑનલાઇન બુકિંગ શરૂ થતા જ ટ્રેનો થઈ ફૂલ, જાણો ક્યાં સુધી છે વેઈટિંગ

ઑનલાઈન ટિકિટોનુ બુકિંગ ચાલુ છે અને મોટી સંખ્યામાં લોકો ટિકિટો બુકિંગ કરાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના જોખમના લીધે લૉકડાઉનના કારણે યાત્રી ટ્રેન સેવાઓ 14 એપ્રિલ સુધી સ્થગિત છે. જ્યારે આ દરમાયન બધા ટિકિટ કાઉન્ટર પર 14 એપ્રિલ સુધી બંધ છે. જો કે ઑનલાઈન ટિકિટોનુ બુકિંગ ચાલુ છે અને મોટી સંખ્યામાં લોકો ટિકિટો બુકિંગ કરાવી રહ્યા છે. સ્થિતિ એ છે કે દિલ્લી-મુંબઈ જતી મુખ્ય ટ્રેનોમાં 30 એપ્રિલ સુધીનુ બુકિંગ ફૂલ થઈ ચૂક્યુ છે. લૉકડાઉન ખતમ થવાની આશા સાથે લોકોએ પોતાની આવવા-જવાની ટિકિટોનુ બુકિંગ શરૂ કરી દીધુ છે.

15 એપ્રિલ બાદ માટે શરૂ થયુ ટિકિટોનુ ઑનલાઉન બુકિંગ

15 એપ્રિલ બાદ માટે શરૂ થયુ ટિકિટોનુ ઑનલાઉન બુકિંગ

એક રિપોર્ટ અનુસાર ગોરખધાન અને વૈશાલી એક્સપ્રેસની એસી થર્ડ અને સ્લીપર ક્લાસમાં કન્ફર્ન ટિકિટ નથી મળી રહી. જો કે આનંદ વિહાર જતી હમસફર એક્સપ્રેસમાં જ સીટ ખાલી છે. લૉકડાઉનના કારણે બસ, ટ્રેન અને વિમાન સેવાઓ 14 એપ્રિલ સુધી સ્થગિત છે, એવામાં જે જ્યાં છે ત્યાં જ ફસાયેલા છે અને લૉકડાઉન ખતમ થવાની રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે IRCTCની વેબસાઈટ દ્વારા રોજ સરેરાશ સાડા 8 લાખ ટિકિટોનુ બુકિંગ થાય છે.

આ ટ્રેનોમાં ટિકિટ ફૂલ

આ ટ્રેનોમાં ટિકિટ ફૂલ

12555 ગોરખધામ એક્સપ્રેસમાં 20 એપ્રિલ સુધી એસી થર્ડમાં 7 વેઈટિંગ અને સ્લીપરમાં 65 આરએસી છે. 11016 કુશીનગર એક્સપ્રેસમાં 25 એપ્રિલ સુધી એસી થર્ડમાં 4 વેઈટિંગ અને સ્લીપરમાં 13 આરએસી છે. આ ઉપરાંત 15018 દાદર એક્સપ્રેસના એસી થર્ડમાં 4 વેઈટિંગ અને સ્લીપરમાં 42 આરએસી છે. આ પહેલા ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગ વિશે માહિતી આપીને કહ્યુ હતુ કે 14 એપ્રિલ સુધી સફર માટેના રિઝર્વેશન પર જ રોક લાગી હતી. રેલવેએ મીડિયામાં આવી રહેલા સમાચારો પર કહ્યુ કે ટ્રેનોના રિઝર્વેશન પર ક્યારેય રોક લાગી જ નહોતી.

લૉકડાઉનના કારણે 14 એપ્રિલ સુધી બંધ છે ટ્રેનો

લૉકડાઉનના કારણે 14 એપ્રિલ સુધી બંધ છે ટ્રેનો

રેલવેએ સ્પષ્ટ કર્યુ કે વર્તમાન નિયમ હેઠળ યાત્રાની તારીખથી 120 દિવસ પહેલા રિધર્વેશનની સુવિધા મળે છે. આ નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નિયમ હેઠળ 15 એપ્રિલ અને આની આગળની તિથિઓની યાત્રા માટે ટિકિટના બુકિંગની સુવિધા આપવામાં આવી રહી છે. જો કે રેલવેના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ટ્રેનોના પરિચાલનનો નિર્ણય રેલવે બોર્ડ લે છે. બુકિંગનો અર્થ એ નહિ કે 15 એપ્રિલથી ટ્રેનોનુ પરિચાલન શરૂ થઈ જશે. ટ્રેનો15 એપ્રિલથી ચાલશે કે નહિ એ નિર્ણય સંપૂર્ણપણે રેલવે બોર્ડ લેશે.

આ પણ વાંચોઃ PM મોદીની અપીલ પર સંજય રાઉતનો કટાક્ષ, લોકો ક્યાંક પોતાનુ ઘર ના બાળી દેઆ પણ વાંચોઃ PM મોદીની અપીલ પર સંજય રાઉતનો કટાક્ષ, લોકો ક્યાંક પોતાનુ ઘર ના બાળી દે

English summary
lockdown: all major trains ticket full from gorakhpur city till 25th april
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X