For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mahadayi River: કર્ણાટક બંધ, ઉકેલ માટે PM મોદીને કરી ભલામણ

કર્ણાટક બંધની ઘોષણા, 4 ફેબ્રૂઆરીએ બેંગ્લોર બંધ4 ફેબ્રૂઆરીએ પીએમ મોદી બેંગ્લોરની મુલાકાતેઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

કન્નડ સંગઠનો અને ખેડૂતોએ મહાદયી નદી કે માંડવી નદી પર ચાલી રહેલ વિવાદને કારણે ગુરૂવારે કર્ણાટક બંધની ઘોષણા કરી છે. સંગઠનોના એક સંઘે ગુરૂવારે કર્ણાટકમાં રાજ્યવ્યાપી બંધ અને 4 ફેબ્રૂઆરીના રોજ બેંગ્લોર બંધની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે, જે દિવસે બેંગ્લોર બંધ છે એ જ દિવસે પીએમ નરેન્દ્ર મોદી ભાજપની પરિવર્તન રેલીમાં ભાગ લેવા બેંગ્લોર આવનાર છે. કન્નડ સંગઠનોના સમર્થકોએ પીએમ મોદીને કર્ણાટક અને ગોવા વચ્ચે ચાલી રહેલ માંડવી નદી વિવાદમાં હસ્તક્ષેપ કરી તેનો ઉકેલ લાવવાની માંગણી કરી છે.

karnataka bandh

કન્નડ સંગઠનોને નિર્ણય લીધો છે કે તેઓ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, લૉરી માલિકો, ઇંધણ સેવા સ્ટેશન, શિક્ષણ સંસ્થાને વિંનતી કરશે કે તેઓ બંધનું સમર્થન કરે, જેથી બંધ સફળ રહે. અહેવાલો અનુસાર આ બંધને કારણે સામાન્ય જનજીવન ખાસું પ્રભાવિત થઇ શકે છે. મહાદયી નદી કર્ણાટકથી નીકળે છે અને ગોવા થઇને અરબ સાગરમાં મળે છે. કર્ણાટક બેરેજ થકી તેનું પાણી ઉત્તર કર્ણાટક મોકલવા માંગે છે, જે હાલ ગંભીર પાણી સંકટનો સામનો કરી રહ્યું છે. આની સામે ગોવાને આપત્તિ છે. ગોવાનું કહેવું છે કે, આનાથી તેમના રાજ્યને પાણીની અછત પડશે અને પશ્ચિમ ઘાટની પરિસ્થિતિ પર પણ નકારાત્મક અસર થશે. ગત મહિને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે કહ્યું હતું કે, તેમનું રાજ્ય મહાદયી નદીના પાણીની ઉચિત વહેંચણી માટે તૈયાર છે. એ પછી ગોવામાં વિરોધ શરૂ થયો હતો.

English summary
Several private schools in the city have declared a holiday today in view of the Karnataka bandh called by Kannada organizations to press for a speedy resolution to the Mahadayi water dispute.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X