For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MCD Poll: મતદાન પૂર્ણ, ખૂબ ધીમી ગતિએ થયું મતદાન

272 બેઠકોવાળી દિલ્હી એમસીડી ચૂંટણીમાં મુખ્ય હરીફાઇ ભાજપ, કોંગ્રેસ અને હાલ દિલ્હીમાં સત્તા પર આરૂઢ આમ આદમી પાર્ટી વચ્ચે છે. ભાજપ સતત બે વાર દિલ્હી એમસીડીથી વિજેતા રહ્યું છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં 270 બેઠકો માટે મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. 272માંથી 270 વોર્ડમાં આજે રવિવારના રોજ મતદાન યોજાયું હતું. ઉપલબ્ધ જાણકારી અનુસાર દિલ્હીમાં ખૂબ ધીમી ગતિએ મતદાન થયું હતું.

arvind kejriwal

અહીં વાંચો - તમિલનાડુના ખેડૂતોએ કહ્યું સરકારે વાત ના માની તો કરીશું આ...અહીં વાંચો - તમિલનાડુના ખેડૂતોએ કહ્યું સરકારે વાત ના માની તો કરીશું આ...

  • મતદાન પૂર્ણ, બપોરે 3 વાગ્યા સુધીમાં લગભગ 32 ટકા મતદાન
  • અત્યંત ધીમી ગતિએ થયું મતદાન
  • ઉત્તર દિલ્હી નગર નિગમથી 49,48,554 મતદારો, દક્ષિણ દિલ્હી નગર નિગમથી 51,20,819 અને પૂર્વ દિલ્હી નગર નિગમથી 31,65,531 મતદારો મતદાન કરશે.
  • ઉત્તર દિલ્હી નગર નિગમથી 1004, દક્ષિણ દિલ્હી નગર નિગમથી 985 અને પૂર્વ દિલ્હી નગર નિગમથી 548 ઉમેદવારો મેદાનમાં છે.
  • અરવિંદ કેજરીવાલનું ટ્વીટ - દિલ્હીમાં ઘણી જગ્યાએ ખરાબ થયા EVM મશીનો
ચૂંટણી બાદ આપ બનશે જમાનત જપ્ત પાર્ટી: ભાજપ
  • ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, અરવિંદ કેજરીવાલનું ડેંગ્યુ અને ચિકનગુનિયા અંગેનું નિવેદન અસંવેદનશીલ હતું. દિલ્હીના માતા-પિતા તેમનાથી નારાજ છે. એમસીડી ચૂંટણી બાદ AAP JJP(જમાનત જપ્ત પાર્ટી) બની જશે. ઇવીએમ અંગે કેજરીવાલને દરેક જગ્યાએ સણસણતો જવાબ મળ્યો છે. કેજરીવાલને કારમી હાર ભોગવવાનો વારો આવશે.
  • સવારે 9.37 વાગે દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવાર સહિત મતદાન કર્યું હતું. અહીં કેજરીવાલે કહ્યું કે, હું દિલ્હીના લોકોને અપીલ કરું છું કે, તેઓ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા આવે. લોકોને હું સફાઇના પક્ષમાં તથા દિલ્હીને ડેંગ્યૂ, ચિકનગુનિયા, મલેરિયા જેવી બીમારીઓથી મુક્ત કરવા માટે મતદાન કરવા વિનંતી કરું છું.
57,000 સુરક્ષા કર્મચારીઓ ખડે પગે હાજર હતા. મતદાન પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. ત્રણ નગર નિગમના મતદાન માટે 13,234 પોલિંગ બૂથ બનાવડાવવામાં આવ્યા હતા. આ પોલિંગ બૂથ પર કુલ 70,000 કર્મચારીઓ કાર્યરત હતા.

આ વખતે ત્રણ નગર નિગમમાં 1.32 કરોડ મતદારો છે, જેઓ 2537 ઉમેદવારો અંગે નિર્ણય કરશે. ઉત્તર દિલ્હીના સરાય પીપલ થલા અને પૂર્વ દિલ્હીના મોજપુર વોર્ડમાં સપા ઉમેદવારોના મૃત્યુને કારણે અહીં આજે મતદાન નહીં યોજાય. આ વોર્ડમાં મે માસમાં મતદાન યોજવામાં આવશે.

English summary
Voting started on Sunday morning for municipal elections in Delhi across 272 wards.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X