For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરીબ બાળકોને 12માં સુધી મફત શિક્ષણ આપવા અંગે કરી રહી છે વિચાર મોદી સરકાર

લોકસભા ચૂંટણી પહેલા સામાન્ય વર્ગના ગરીબ વર્ગ લોકોને 10 ટકા અનામત આપ્યા બાદ મોદી સરકાર વધુ એક મોટો નિર્ણય લઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પહેલા સામાન્ય વર્ગના ગરીબ વર્ગ લોકોને 10 ટકા અનામત આપ્યા બાદ મોદી સરકાર વધુ એક મોટો નિર્ણય લઈ શકે છે. ચૂંટણી પહેલા સરકાર મતદારોને લલચાવવા માટે કેન્દ્ર સરકાર ગરીબ બાળકોને મફત અને અનિવાર્ય શિક્ષણને 8માંથી વધારીને 12માં સુધી કરવા અંગે વિચાર કરી રહી છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આ અંગે શિક્ષણ કાર્યકર્તા અશોક અગ્રવાલને પત્ર લખ્યો છે.

આરટીઈની સીમા વધારવા અંગે વિચાર

આરટીઈની સીમા વધારવા અંગે વિચાર

આ પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે મંત્રાલય શિક્ષણના અધિકાર (RTE) એક્ટ, 2009 હેઠળ બાળકોને મફત અને અનિવાર્ય શિક્ષણને 12માં સુધી વધારવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. પ્રસ્તાવ પર ઉંડાણપૂર્વકના અધ્યયન બાદ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે આરટીઈ હેઠળ વર્તમાનમાં 6 થી 14 વર્ષના બાળકોને સરકાર મફત શિક્ષણ આપવાની જોગવાઈ છે. આરટીઈ એક્ટ હેઠળ દેશની બધી ખાનગી સ્કૂલો 25 ટકા સીટો આર્થિક રીતે ગરીબ અને નબળા બાળકો માટે અનામત રાખવી અનિવાર્ય છે.

લાંબા સમયથી થઈ રહી છે માંગ

લાંબા સમયથી થઈ રહી છે માંગ

પરંતુ હવે કેન્દ્ર સરકાર 6થી 14 વર્ષની સીમા વધારવા પર વિચાર કરી રહી છે. રાઈટ ટુ એજ્યુકેશનની સીમાને વધારવાના પ્રસ્તાવની માંગ લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ વચમાં બધી માંગોને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવી હતી. પરંતુ હવે ચૂંટણી પહેલા આ મુદ્દો પર ફરીથી એકવાર ગરમાવા લાગ્યો છે. જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન (CABE) ની એક સબ કમિટીએ 2012માં જ આરટીઆઈ એક્ટની સીમા વધારવાનું સૂચન આપ્યુ હતુ.

કોર્ટ પણ પહોંચ્યો હતો મામલો

કોર્ટ પણ પહોંચ્યો હતો મામલો

ગયા વર્ષે માર્ચમાં પણ રાજ્યશિક્ષણ મંત્રી સત્યપાલ સિંહે સંસદમાં જણાવ્યુ હતુ કે આરટીઈ એક્ટની સીમાને વધારવા જેવો કોઈ પ્રસ્તાવ મંત્રાલય પાસે આવ્યો નથી. ત્યારબાદ આ અંગે દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ઑલ ઈન્ડિયા પેરેન્ટ્સ એસોસિએશન તરફથી માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખીને કહ્યુ હતુ કે 8માં સુધીનો અભ્યાસ પૂરો થયા બાદ સ્કૂલ તેમની પાસેથી ફી માંગવા લાગે છે અથવા તેમને સ્કૂલ છોડવાની ધમકી આપે છે. એવામાં છાત્રો પાસે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. આવા અંગ્રેજી માધ્યમમાં ભણ્યા બાદ બાળકો હિંદી માધ્યમમાં જતા રહે છે જે તેમના માટે મુસીબત બને છે.

આ પણ વાંચોઃ અમિત શાહના પ્રદર્શન અંગે સામે આવ્યો મોટો સર્વે, ગ્રાફમાં મોટો ઘટાડોઆ પણ વાંચોઃ અમિત શાહના પ્રદર્શન અંગે સામે આવ્યો મોટો સર્વે, ગ્રાફમાં મોટો ઘટાડો

English summary
Modi Govt may to increase 25% seats in across the board to implement EWS quota
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X