For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકી હુમલાની શંકાએ રદ કરાયો મોદીનો વારાણસી પ્રવાસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 14 ઓક્ટોબરના રોજ વારાણસીની બે દિવસીય યાત્રા રદ કરી દીધી છે. આની પાછળ આત્મઘાતી હુમલાની આશંકા હોવાનું કારણ બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ ભાજપનું કહેવું છે કે દેશના ઘણા ભાગોમાં આવેલી કુદરતી આપદાના કારણે વડાપ્રધાને પોતાની વારાણસી યાત્રા રદ કરી છે.

સૂત્રો અનુસાર ગુપ્તચર એજન્સીઓએ ગૃહ મંત્રાલયને એક રિપોર્ટ મોકલ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનની યાત્રા દરમિયાન આતંકવાદી આત્મઘાતી હુમલો કરી શકે છે. આ અનુસાર, આતંકીઓ વડાપ્રધાન પર વિવાહિત જોડકાના રૂપે આત્મઘાતી હુમલો કરી શકતા હતા.

ગુપ્તચર એજન્સીઓને વારાણસીમાં મોદી પર આતંકી હુમલાની જાણકારી મળી છે. આ મામલામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હુમલો 21 મે 1991ના શ્રીપેરંબદૂરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર થયેલા હુમલાની જેમ થઇ શકે છે. લિટ્ટે દ્વારા કરવામાં આવેલ આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીનું મૃત્યું થઇ ગયું હતું.

ગુપ્તચર એજન્સી અને ભાજપનું શું કહેવું છે...

નક્સલી હુમલાની આશંકા

નક્સલી હુમલાની આશંકા

વડાપ્રધાનની સુરક્ષાના અધિકારીઓ અનુસાર વારાણસીના પડોશી જિલ્લા જેવા ચંદૌલી, ગાજીપુર અને સોનભદ્રથી પણ ગુપ્તચર સૂચનાઓ એકત્રિત કરવામાં આવી રહી હતી. આ ત્રણે જિલ્લા નક્સલ પ્રભાવિત છે અને નક્સલીઓ પોતાની હયાતી દર્શાવવા માટે પણ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.

અધૂરું છે ટ્રોમા સેંટરનું કામ

અધૂરું છે ટ્રોમા સેંટરનું કામ

જ્યારે, મોદીની યાત્રાની તૈયારીઓ સાથે જોડાયેલ લોગોએ જણાવ્યું કે બીએચયૂમાં જે ટ્રોમા સેંટરનું ઉદઘાટન વડાપ્રધાનના હસ્તે થવાનું હતું, જેમાં હજી ઘણા કામો બાકી છે, કહેવામાં આવી રહ્યું છે કે ટ્રોમા સેંટરના નિર્માણ સાથે જોડાયેલ કેટલાંક લોકોએ આ વાત યોગ્ય રીતે રજૂ કરી નહી. જ્યારે આ વાતની જાણકારી પીએમઓ સુધી પહોંચી તો મોદીએ કાર્યક્રમ રદ કરી દીધો.

વિરોધીઓની ટીકા

વિરોધીઓની ટીકા

માનવામાં આવી રહ્યું છે કે અર્ધ-નિર્મિત ટ્રોમા સેંટરનું ઉદઘાટન કરવાથી વિપક્ષી પાર્ટીઓને વડાપ્રધાન પર હુમલો કરવાની તક મળી જતી, આ કારણે પણ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો.

પાર્ટી દ્વારા સ્પષ્ટતા

પાર્ટી દ્વારા સ્પષ્ટતા

ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેઇનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં આવેલી આપદાને પગલે પોતાનો પ્રવાસ રદ્દ કર્યો છે. હાલમાં વડાપ્રધાન કાશી નહીં જાય.

'આદર્શ ગ્રામ યોજના'

'આદર્શ ગ્રામ યોજના'

બીએચયૂમાં તેમના કાર્યક્રમને લઇને આગામી એક અઠવાડિયામાં કોઇ નિર્ણય લેવાશે. ટ્રોમા સેંટરનું ઉદઘાટન મોદી જાતે કરશે. સાથે જ 'આદર્શ ગ્રામ યોજના' હેઠળ રોહનિયાના કકરહિયા ગામને દત્તક લેવાની જાહેરાત પણ બાદમાં કરાવામાં આવશે.

English summary
Narendra Modi cancelled Varanasi trip due to terrorist attack, BJP cites Hudhud.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X