For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી આવાસ યોજનાઃ પીએમ મોદીએ જારી કર્યા 2691 કરોડ, 6 લાખ લોકોના ખાતામાં પહોંચ્યા

રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ(PMAY-G) હેઠળ પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તર પ્રદેશ માટે 2690.77 કરોડની રકમ જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ(PMAY-G) હેઠળ પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તર પ્રદેશ માટે 2690.77 કરોડની રકમ જાહેર કરી છે. રાજ્યના 6 લાખ 10 હજાર લાભાર્થીઓના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્લીથી વીડિયો કૉન્ફરન્સિંગદ્વારા આ રકમ જાહેર કરી છે.

pm modi

લાભાર્થીઓને પૈસા ટ્રાન્સફર કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ, આજે એક સાથે યુપીના 6 લાખથી વધુ પરિવારોને સીધા તેમના બેંક ખાતામાં લગભગ 2700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આમાંથી પાંચ લાખથી વધુ પરિવારો એવા છે જેમને ઘર બનાવવા માટે તેમનો પહેલો હપ્તો મળ્યો છે. આજે 80 હજાર પરિવાર એવા પણ છે જેમને તેમના મકાનનો બીજો હપ્તો મળી રહ્યો છે. હવે તમારા પરિવાર માટે આગલી ઠંડી એટલી કઠોર નહિ હોય. આગલી ઠંડીમાં તમારુ પોતાનુ ઘર પણ હશે અને ઘરમાં સુવિધાઓ પણ હશે.

પીએમ મોદીએ કહ્યુ કે પહેલા જે સરકારો રહી તે દરમિયાન ઉત્તર પ્રદેશમાં શું સ્થિતિ હતી એ તમે સૌએ જોઈ છે. ગરીબને એ વિશ્વાસ નહોતો કે સરકાર પણ ઘર બનાવવામાં તેમની મદદ કરી શકે છે. જે પહેલાની આવાસ યોજનાઓ હતી, જે રીતે ઘર તે હેઠળ બનાવવામાં આવતા હતા તે પણ કોઈનાથી છૂપા નથી. દેશે આઝાદીના 75 વર્ષ પૂરા થવા સુધી દરેક ગરીબ પરિવારને પાક્કુ ઘર આપવાનુ લક્ષ્ય નક્કી કર્યુ હતુ. અત્યાર સુધી લગભગ બે કરોડ ઘર માત્ર ગ્રામીણ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પણ લગભગ સવા કરોડ ઘરોની ચાવી લોકોને આપવામાં આવી ચૂકી છે. તેમણે કહ્યુ કે પાંચ વર્ષ પહેલા મને યુપીના આગ્રાથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો શુભારંભ કરવાનુ સૌભાગ્ય મળ્યુ હતુ. આટલા ઓછા વર્ષોમાં આ યોજનાએ દેશના ગરીબ ગામોની તસવીર બદલી દીધી. પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ગરીબમાં ગરીબને પણ એ વિશ્વાસ અપાવ્યો છે કે આજે નહિ તો કાલે તેમનુ ઘર હોઈ શકે છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ દરમિયાન કહ્યુ કે ભાજપ સરકારમાં દેશમાં ગરીબોને ઘર ઉપલબ્ધ કરાવવા માટે સતત કામ કરી રહી છે. તેમણે જણાવ્યુ કે મુખ્યમંત્રી જણાવ્યુ કે યુપી માટે સાત લાખથી વધુ ઘર સ્વીકૃત થયા છે. પ્રધાનમંત્રીએ આજે જે પૈસા ઉત્તર પ્રદેશ માટે જાહેર કર્યા છે તેનાથી 5 લાખ 30 હજાર લાભાર્થીઓને આ યોજનાનો પહેલો હપ્તો મળ્યો છે. વળી, 80 હજાર લાભાર્થી એવા છે જેમને બીજો હપ્તો મળ્યો છે. તેમને પીએમવાય-જી યોજનાનો પહેલો હપ્તો મળી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે પીએમ આવાસ યોજના-ગ્રામીણને 20 નવેમ્બર, 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મેદાની વિસ્તારોમાં પ્રત્યેક લાભાર્થીને ઘર બનાવવા માટે 1.20 લાખ રૂપિયા જ્યારે પહાડી ક્ષેત્રોમાં 1.30 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે.

રાજસ્થાનઃ કોંગ્રેસ ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ શેખાવતનુ નિધનરાજસ્થાનઃ કોંગ્રેસ ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ શેખાવતનુ નિધન

English summary
PM Modi release Rs 2691 crores to 6.1 lakh beneficiaries in Uttar Pradesh under Pradhan Mantri Awaas Yojana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X