For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM બન્યા પછી મોદીનો પહેલો ઇન્ટરવ્યૂ, જાણો તેના મુખ્ય પોઇન્ટ

|
Google Oneindia Gujarati News

કેન્દ્રમાં મોદી સરકારને બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે. અને તેનો વિકાસ પર્વ મનાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર ભારતીય મીડિયાને પોતાનો પહેલો ઇન્ટરવ્યૂ આપ્યો છે. ટાઇમ્સ નાઉ ચેનલના એડિટર તેવા ચીફ અર્નવ ગોસ્વામી જોડે ખાસ વાતચીત કરી હતી.

જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રધુરામ રંજન, સુબ્રહ્મણમ સ્વામીથી લઇને મોંધવારી, વિદેશ નીતી, પાકિસ્તાન અને આતંકવાદથી લઇને એનએસજી તથા તેમની સરકારની વિવિધ નીતીઓ અને ખેડૂતોની પરિસ્થિતીઓ પર ખુલીને વાતચીત કરી હતી. ત્યારે આ ઇન્ટરવ્યૂના મુખ્ય મુદ્દા શું છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

નિરાશામાંથી બહાર લાવ્યો

નિરાશામાંથી બહાર લાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઇન્ટરવ્યૂની શરૂઆતમાં કહ્યું કે જ્યારે તેમણે દેશની સત્તા સંભાળી ત્યારે આખી દુનિયા આર્થિક સંકટમાંથી પસાર થઇ રહી હતી. તેમણે કહ્યું કે "જ્યારે મેં વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે દેશ નિરાશામાં ડૂબેલો હતો. અને અમે આ વાતને એક પડકારરૂપે લીધો."

વિદેશનીતી

વિદેશનીતી

વિદેશનીતી પર મોદીએ કહ્યું કે પાછલા 30 વર્ષોથી દેશમાં અસ્થિર સરકારો હતી. પણ લોકોએ બહુમત આપ્યો જેની અસર દુનિયાના ભારત તરફના દ્રષ્ટ્રિકોણ પર પણ પડી.

પ્રોએક્ટિવ થઇને કમાન સંભાળી

પ્રોએક્ટિવ થઇને કમાન સંભાળી

મોદીએ પોતાની વિદેશનીતી સ્પષ્ટ કરતા કહ્યું કે હવે તે સમય નથી જ્યારે તમે દરિયાકિનારે ભરતી અને ઓટ જોતા બેસો હવે તે સમય આવી ગયો છે ત્યારે તમારે પોતે નવા લઇને દરિયામાં ઉતરવું પડશે.

ચીન

ચીન

ચીન અને એનએસજી વિવાદ પર બોલતા મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે એક સમસ્યા નથી અનેક સમસ્યાઓ છે. અને શ્રેષ્ઠ તે જ રહેશે કે વાતચીત દ્વારા એક પછી એક સમસ્યા પર ચર્ચા કરીને ધીરે ધીરે તેનું નિરાકરણ લાવવામાં આવે.

ચીન

ચીન

જો કે ચીન વિષે બોલતા મોદીએ કહ્યું કે હવે તે સમય આવ્યો છે કે ભારત ચીનની આંખોમાં આંખો નાખી પોતાની હક અને પોતાના મુદ્દાની વાત કરી શકે. જો કે તેમને ચીન સાથેની વૈચારિક ભિન્નતાને સ્વાભાવિક ગણાવતા કહ્યું કે "કેટલાક મુદ્દામાં તે અલગ મંતવ્ય ધરાવે છે કેટલાક મુદ્દામાં આપણે, પણ મહત્વપૂર્ણ વાત તે છે કે સંવાદ ચાલુ રહેવો જોઇએ."

NSG મામલે

NSG મામલે

એનએસજી મામલે મોદીએ કહ્યું કે"અમે વિધિવત રીતે પ્રયાસ કર્યો છે અને નિયમો મુજબ વસ્તુઓ થશે તેવી અમને આશા છે." તેમણે કહ્યું કે આ અંગે અમે અમારા પ્રયાસો ચાલુ રાખશું.

વિપક્ષ પર મોદીનો પ્રહાર

વિપક્ષ પર મોદીનો પ્રહાર

સંસદમાં વિપક્ષ દ્વારા વારંવાર અવરોધ ઊભો કરવા મામલે મોદીએ વિપક્ષ અંગે સ્પષ્ટતા આપતા કહ્યું કે સંસદમાં વિપક્ષ-વિપક્ષમાં પણ અંતર છે. કેટલાક વિપક્ષમાં રહીને સરકારના મહત્વના મુદ્દામાં સરકારનો સાથ આપે છે અને કેટલાક ખાલી વિરોધ.

વિપક્ષ પર મોદીની ટિપ્પણી

વિપક્ષ પર મોદીની ટિપ્પણી

પીએમ મોદીએ કહ્યું કે "હું આ વાતને અલગ રીતે જોવું છું. મને લાગે છે કે , વધારે તકલીફો પડી રહી છે, પણ સંસદમાં ચર્ચા થવી જોઇએ, દુખની વાતનો એ છે કે લોકો ચર્ચા જ નથી કરવા ઇચ્છા, તે ચર્ચામાંથી જ ભાગી જાય છે. જે લોકતંત્ર માટે ચિંતાનો વિષય છે, કામ આજે નહીં કાલે થઇ જશે" આ કહી તેમણે કોઇનું પણ નામ લીધા વગર કહી દીધુ કે કોંગ્રેસ ચર્ચા કરવાથી પણ ભાગી રહી છે.

કોંગ્રેસ પર

કોંગ્રેસ પર

કોંગ્રેસ અંગે નામ લીધા વગર મોદીએ કહ્યું કે "એક દળ વિપક્ષમાં છે, બધા જાણે છે, જેની પાસે બહુ મુશ્કેલીઓ છે." પીએમ મોદી કહ્યું કે દુખની વાત તો એ છે કે "તેઓ આટલા વર્ષોથી સત્તામાં રહ્યા છે., તેમનું આમ કરવું યોગ્ય નથી." વધુમાં તેમણે કહ્યું કે "માની લો કે આજે અમે સત્તામાં છીએ, 2040 વિપક્ષમાં જતા રહ્યા ત્યારે ગૃહમાં અમે આવો વ્યવ્હાર ના કરી શકીએ."

પાકિસ્તાન પર મોદી

પાકિસ્તાન પર મોદી

મોદીએ પાકિસ્તાન માટે મીડિયા અને લોકોને એક અપીલ કરી છે જે ખરેખરમાં સરાહનીય છે. તેમણે કહ્યું કે "ભારતે તેની દરેક વસ્તુને પાકિસ્તાન સાથે જોડવાનું છોડી દેવું જોઇએ." તેમણે કહ્યું કે ભારતની એક આગવી ઓળખ છે અને દરેક વાતને પાકિસ્તાન સાથે જોડવી અયોગ્ય છે.

પાકિસ્તાન અને ભારત

પાકિસ્તાન અને ભારત

મોદીએ કહ્યું કે પાકિસ્તાન અને ભારત બન્ને ગરીબી સાથે લડવાની જરૂર છે.

આંતકવાદ અને લક્ષ્મણરેખા

આંતકવાદ અને લક્ષ્મણરેખા

જ્યારે ઇન્ટરવ્યૂ દરમિયાન અરનબે કહ્યું કે પાકિસ્તાન સાથે સંબંધોની લક્ષ્મણ રેખા શું હોવી જોઇએ તો મોદીએ કહ્યું કે સવાલ તે છે કે "લક્ષ્મણ રેખા બાંધવી કોની સાથે ચૂંટાયેલી સરકાર સાથે કે અન્ય એક્ટર સાથે?" તેમણે કહ્યું કે શ્રેષ્ઠ તે જ રહેશે કે આપણે એલર્ટ રહીએ.

પાકિસ્તાનની વિદેશનીતિ

પાકિસ્તાનની વિદેશનીતિ

પાકિસ્તાન સાથે ભારતની વિદેશનીતી અને તેમની અચાનક લાહોર મુલાકાત પર બોલતા મોદી કહ્યું કે "હવે વિશ્વને ભારતને સમાજવું નથી પડતું. ભારત આતંકવાદને લઇને જે કહી રહ્યું હતું તે દુનિયા હવે સ્વીકારી રહી છે. હવે પાકિસ્તાનને જવાબ આપવો ભારે પડી રહ્યો છે!"

રધુરામ રંજનના વિષે

રધુરામ રંજનના વિષે

રધુરામ રંજન વિષે ટિપ્પણી કરતા પીએમ મોદીએ કહ્યું કે રંજનની દેશભક્તિ આપણામાં કોઇનાથી પણ બિલકુલ પણ ઓછી નથી. રંજનને દેશની સેવા કરવા માટે પદની જરૂર નથી તે કોઇ પણ પદ પર રહ્યા વગર પણ દેશની સેવા કરી શકે છે

ભડકાઉ ભાષણ

ભડકાઉ ભાષણ

કોઇનું પણ નામ લીધા વગર મોદી કહ્યું કે ભડકાઉ ભાષણ આપનાર આ લોકોને મીડિયાને વધારે ભાવ ન આપવો જોઇએ. તેમણે કહ્યું કે આવું કરવાથી જ આ લોકો બોલતા બંધ થશે!

મોંધવારી

મોંધવારી

મોંધવારી પર બોલતા મોદીએ કહ્યું કે ગત સરકાર વખતે મોંધવારે જે દરે વધી હતી તેના કરતા અમારી સરકારના આવવાથી તે દર ધટ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે 2 વર્ષથી દુષ્કાળની પરિસ્થિતીએ સ્થિતિને વિકટ બનાવી છે. અને જે બાદ ભારતને મોટી સંખ્યામાં ઇમ્પોર્ટ પણ કર્યું છે. પણ અમે આ અંગે પ્રયત્નશીલ છીએ.

મોદી-

મોદી- "પહેલા હું હસી-મજાક કરતો હતો, પણ હવે ડરું છું!"

મોદી કહ્યું કે પહેલા મારી સ્પીચમાં હ્યૂમર રહેતું હતું પણ હવે મને પણ ભય લાગે છે અને હું પણ વિચારીને બોલુ છું. પણ તેમણે કહ્યું કે કે સંસદમાં અને વાતચીતમાં હ્યૂમર હોવું જોઇએ. જે હવે નથી રહ્યું અને તે ગંભીર મુદ્દો છે.

કાળુ નાણું

કાળુ નાણું

કાળા નાણાં પર મોદીએ કહ્યું કે તે જ્યારે પહેલા જી-20 સમિટમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે ત્યાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો. વળી તેમની સ્વિટ્ઝર્લેન્ડ મુલાકાત પછી ત્યાંથી પણ કેટલાક ડેલિગેટ ભારત આવી આ અંગે ચર્ચા કરી હતી. સાથે જ તેમણે મોરેશિય્સ રૂટ દ્વારા કાળું નાણું આવતું અટકાવાય તે અંગે પણ પ્રયાસ હાથ ધર્યા છે.

વિજય માલિયા અને લલિત મોદી પર

વિજય માલિયા અને લલિત મોદી પર

વિલફુલ ડિફોલ્ટર પર મોદી કહ્યું કે "દેશની જનતાને મારી પર વિશ્વાસ છે. અને કાયદો શું છે હું તેમને જણાવીશ"

આતંકવાદ

આતંકવાદ

આતંકવાદ પર બોલતા મોદીએ કહ્યું કે જવાનાની મહેનતના કારણે જ આતંકવાદીઓ તેમના ધ્યેય પૂર્ણ નથી કરી શકતા અને આ હતાશાના કારણે જ આંતકી હુમલા વધી રહ્યા છે. તેમણે કહ્યું કે અમને અમારા જવાનો પર ગર્વ છે અને તે આતંકીઓને જવાબ દેવા માટે આઝાદ છે.

વિકાસ જ મુદ્દો: મોદી

વિકાસ જ મુદ્દો: મોદી

2019ની ચૂંટણીને લઇને મોદીએ કહ્યું કે વિકાસ 2014માં પણ તેમનો એજન્ડા રહ્યો હતો અને 2019માં પણ રહેશે. અને તેમનો ફોક્શ હંમેશા વિકાસ જ રહેશે.

English summary
In his first-ever interview to a private news channel as India’s Prime Minister, Narendra Modi speaks exclusively with TIMES NOW's Arnab Goswami on his show Frankly Speaking.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X