For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મન કી બાતમાં PM: હવે સામાન્ય લોકોને પણ મળે છે પદ્મ એવોર્ડ

પીએમ નરેન્દ્ર મોદી 40મી વાર કરશે મન કી બાત કાર્યક્રમનું સંબોધનવર્ષ 2018ની મન કી બાત કાર્યક્રમની પ્રથમ આવૃત્તિઆ કાર્યક્રમના સંબોધનના પીએમ મોદીના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીના છેલ્લા રવિવારે રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમનું સંબોધન કરશે. 'મન કી બાત' કાર્યક્રમમાં આજે 40મી વાર પ્રસારિત થશે, સાથે જ આ નવા વર્ષની પહેલી આવૃત્તિ હશે. રેડિયો પર પ્રસારિત થતા આ કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશની જનતા સાથે પોતાના વિચારો વહેંચે છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનું પહેલું પ્રસારણ 3 ઓક્ટોબર, 2014ના રોજ કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી, 2015માં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ તેમની સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દર મહિનાના અંતિમ રવિવારે પીએમ મોદી આ કાર્યક્રમ સંબોધિત કરે છે.

narendra modi

પીએમ મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં...

  • આપ સૌ પોતાનું અને દેશનું ધ્યાન રાખો, આસપાસ સ્વચ્છતા જાળવો, જય હિંદ જય ભારત.
  • 30 જાન્યુઆરીના રોજ ગાંધીજીની પુણ્યતિથિ છે. તેમણે આપણને શાંતિ અને અહિંસાનો સંદેશ આપ્યો છે. તેમના આદર્શો આજે પણ એટલા જ પ્રાસંગિક છે.
  • આ વખતે યુરોપીયન સંઘે મને કેલેન્ડર મોકલ્યું છે, જેમાં ભારતીયોનું યોગદાન દર્શાવવામાં આવ્યું છે.
  • મને ખાતરી છે કે, પદ્મ એવોર્ડ્સ અંગે વાંચીને તમને સૌને ગૌરવની લાગણી થઇ હશે. અમે એવા લોકોનું સન્માન કર્યું છે, જેઓ મોટા શહેરોમાં ભલે ન રહ્યા હોય, પરંતુ તેમણે સમાજના પરિવર્તન અને કલ્યાણ માટે કાર્યો કર્યા છે. છેલ્લા ત્રણ વર્ષોમાં પદ્મ પુરસ્કારોની સંપૂર્ણ પ્રક્રિયા બદલાઇ ગઇ છે, કોઇ પણ ઓનલાઇન અરજી કરી શકે છે. હવે ખૂબ સામાન્ય લોકોને પણ પુરસ્કારો મળી રહ્યાં છે. હવે પુરસ્કાર માટે વ્યક્તિના કામનું મહત્વ વધારે છે. કેટલાક સન્માન માટે કામ નથી કરતા, પરંતુ તેમના કામથી આપણને પ્રેરણા ગમે છે.
  • નરેન્દ્ર મોદી મોબાઇ એપ્લિકેશન પર મહારાષ્ટ્રના મંગેશે એક સુંદર તસવીર પોસ્ટ કરી છે. ક્લિન ધ મોર્ના રિવરના અભિયાનમાં ભાગ લઇ રહેલ એક વૃદ્ધ અને એક બાળકની આ તસવીર છે. આ ખૂબ અનોખી પહેલ છે, જ્યાં લોકો ભેગા મળી નદીની સફાઇ કરે છે.
  • આજે દેશભરમાં ત્રણ હજારથી વધુ જન-ઔષધી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આને કારણે દવાઓ તો સસ્તી થઇ જ છે, સાથે વ્યક્તિગત વેપારી સાહસિકોને પણ રોજગારની નવી તક મળી છે. સસ્તી દવાઓ પ્રધાનમંત્રી ભારતીય જન-ઔષધિ કેન્દ્રો અને હોસ્પિટલોના અમૃત સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આની પાછળનો એકમાત્ર હેતુ છે, દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ ગુણવત્તાવાળી આરોગ્ય સેવા વ્યાજબી દરે આપવી, જેથી એક સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ થઇ શકે.
  • માયસોર, કર્ણાયકનો દર્શન લખે છે, એને પ્રધાનમંત્રી જન ઔષધી યોજના અંગે જાણકારી નહોતી ત્યારે એના પિતાની મેડિકલ સારવારનો ખર્ચ માસિક રૂ.6000 આવતો હતો. જો કે, હવે તે જન ઔષધી કેન્દ્રએથી દવાઓ લે છે અને તેનો ખર્ચ 75 ટકા ઘટ્યો છે. તેણે લખ્યું હતું કે, હું આ વાત મન કી બાત કાર્યક્રમ થકી લોકો સુધી પહોંચાડું, જેથી વધુ લોકો તેનો લાભ લઇ શકે.
  • હું બિહાર અંગે એક અનોખી વાત કહેવા માંગુ છું. બિહારમાં દહેજપ્રથા અને બાળલગ્નના વિશે જાગૃતિ લાવવા માટે એક માનવ સાંકળની રચના કરવામાં આવી છે અને એમાં ઘણા લોકો જોડાયા હતા.
  • આપણા સમાજની વિશેષતા છે, આત્મસુધારનો નિરંતર પ્રયાસ. કોઇપણ જીવન કે સમાજની ઓળખ હોય છે, તેનું સેલ્ફ કરેક્ટિંગ મિકેનિઝમ. સામાજિક કુપ્રથાઓ વિરુદ્ધ સદીઓથી આપણા દેશમાં વ્યક્તિગત અને સામાજિક સ્તરે પ્રયાસો થતા રહ્યા છે.
  • હું છત્તીસગઢની દાંતેવાડાની મહિલાઓને પણ સલામ કરું છું, જેઓ માઓવાદી અસરગ્રસ્ત વિસ્તારમાં પણ ઇ-રિક્ષા ઓપરેટ કરે છે. આનાથી તકો વધી છે, વિસ્તારની ઓળખ બદલાઇ છે અને વળી તે પર્યાવરણ ફ્રેન્ડલી પણ છે.
  • આપણા દેશ અને સમાજના ટ્રાન્સફોર્મેશનમાં નારી શક્તિનો મોટો ફાળો છે.
  • થોડા દિવસો પહેલા જ ભારતીય રાષ્ટ્રપતિએ પોતાના ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓ સાથે મુલાકાત કરી હતી. અહીં માટુંગા રેલવે સ્ટેશનનો ઉલ્લેખ કરવા માંગુ છું, જે ઓલ-વુમન સ્ટેશન છે. અહીંના તમામ ઉપરી અધિકારીઓના પદે મહિલાઓ છે, આ વખાણવા યોગ્ય છે.
  • આજે નારી દરેક ક્ષેત્રમાં ન માત્ર આગળ વધી રહી છે, પરંતુ નેતૃત્વ પણ કરી રહી છે. આજે ઘણા ક્ષેત્રો એવા છે, જ્યાં સૌ પહેલાં આપણી નારી શક્તિ માઇલસ્ટોન સ્થાપિત કરી રહી છે.
  • આજે આપણે બેટી બચાવો, બેટી પઢાઓની વાત કરીએ છીએ, પરંતુ સદીઓ પહેલા આપણા શાસ્ત્રોમાં સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે, દશપુત્ર, સમાકન્યા, દશપુત્રાન પ્રવર્ધયન્| યત્ ફલં લભતેમર્ત્ય, તત્ લભ્યં કન્યકૈકયા| આનો અર્થ છે કે, એક પુત્રી દસ પુત્રો બરાબર છે. દસ પુત્રો થકી જેટલું પુણ્ય મળે એટલું જ એ પુત્રી થકી મળશે. આ આપણા સમાજમાં નારીનું મહત્વ દર્શાવે છે. એટલે જ તો આપણા સમાજમાં નારીને શક્તિનું સ્થાન આપવામાં આવ્યું છે.
  • આપણા સૌ માટે એ દુઃખની વાત છે કે, કલ્પના ચાવલાને આપણે ખૂબ નાની ઉંમરે ગુમાવ્યા, તેમણે પોતાના જીવનથી સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં મહિલાઓને એ સંદેશ આપ્યો કે, નારી શક્તિ માટે કોઇ સીમા નથી. ઇચ્છા અને દ્રઢ સંકલ્પ સાથે તમે કંઇ પણ કરી શકો છો.
  • નરેન્દ્ર મોદી એપ પર પ્રકાશ ત્રિપાઠી લખે છે, 1લી ફેબ્રૂઆરી કલ્પના ચાવલાની મૃત્યુજયંતિ છે. કોલંબિયા સ્પેસ શટલ મિશપમાં તેમણે આપણો સાથ છોડ્યો, પરંતુ એ પહેલાં કરોડો યુવાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બનતા ગયા.
  • વર્ષ 2018નો આ પહેલો એપિસોડ છે. થોડા દિવસો પહેલાં જ આપણે સૌએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી. ઇતિહાસમાં પહેલીવાર આ પ્રસંગે 10 નેતાઓના વડા આ ઉજવણીમાં હાજર રહ્યા હતા.
English summary
PM Narendra Modi address the nation through Mann Ki Baat at 11 am for 40th time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X