ચીન સાથે ચાલી રહેલ ટકરાવ વચ્ચે અચાનક લેહ પહોંચ્યા પીએમ મોદી

ચીન સાથે ચાલી રહેલ ટકરાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અચાનક લદ્દાખ પહોંચ્યા છે.

ચીન સાથે ચાલી રહેલ ટકરાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અચાનક લદ્દાખ પહોંચ્યા છે. અહીં પહોંચવા માટે તેમનો કોઈ નક્કી પ્રોગ્રામ નહોતો અને આ રીતે લેહ પહોંચવાથી સૌ કોઈ આશ્વર્યમાં છે. માનવામાં આવી રહ્યુ છે કે તે એલએસી પર સ્થિતિનુ નિરીક્ષણ કરી શકે છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લદ્દાખનો પ્રવાસ કરી શકે છે પરંતુ ગુરુવવારે તેમનો પ્રવાસ કેન્સલ થવાની માહિતી આપવામાં આવી.

PM Modi

11,000 ફૂટ પર સૈનિકો સાથે મીટિંગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ) જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે પણ હાજર છે. પીએમ મોદી અત્યારે સેના, વાયુસેના અને ઈન્ડો-તિબેટ બૉર્ડર પોલિસ (આઈટીબીપી)ના સૈનિકો સાથે 11,000 ફૂટ ઉંચાઈ પર ફૉરવર્ડ પોસ્ટવાળા વિસ્તારમાં વાતચીત કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી 14 કોરના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી શકે છે. તે એ જવાનો સાથે પણ મુલાકાત કરશે જે 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપમાં ઘાયલ થઈ ગયા હતા.

પીએમ મોદી અહીં સુરક્ષા વ્યવસ્થાનુ નિરીક્ષણ કરશે. પીએમ મોદી અને સીડીએસ રાવત સાથે નૉર્ધન આર્મી કમાંડર લેફ્ટનન્ટ વાયકે જોશી અને 14 કોરના કમાંડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ પણ હાજર છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ પીએમ મોદી નીમૂમાં એક ફૉરવર્ડ લોકેશન પર છે. નીમૂ એક મુશ્કેલ રસ્તો છે જે જાંસકાર રેન્જથી ઘેરાયલો છે. આ જગ્યા નીમૂના કિનારે સ્થિત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X