For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેટલાંક પક્ષો મુસ્લિમોને 'ટૉયલેટ પેપર' સમજે છે!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર : મુઝફ્ફરનગરમાં રમખાણો બાદ રાજકારણનું વાતાવરણ ગરમાઇ ગયું છે. હુલ્લડોના લગભગ બે અઠવાડિયા બાદ મુઝફ્ફરનગર હવે રાજકીય દૌરનો સાક્ષી બની રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પ્રધાનમંત્રી મનમોહન સિંહ આજે મુઝફ્ફરનગરની મુલાકાત માટે આવી પહોંચ્યા છે. આ પહલા રવિવારે 15 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અત્રે આવી પહોંચ્યા હતા.

રમખાણો પર ચાલી રહેલા રાજકારણને લઇને રાજનૈતિક દળો પર મુસ્લિમ સંગઠનોની આંખો દોઢી થઇ ગઇ છે. જમીયત ઉલેમા એ હિંદના વરિષ્ઠ નેતા અને મુસ્લીમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય મૌલાના મહમૂદ મદનીએ આ મુલાકાતને રાજકીય ફેરો ગણાવ્યો. મદનીએ જણાવ્યું કે કેટલાક રાજકીય પક્ષો દ્વારા મુસ્લિમોને ટૉયલેટ પેપરની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

maulana mahmood
મુઝફ્ફરનગરમાં નેતાઓના પ્રવાસ પર મૌલાના મહમૂદ મદનીએ જણાવ્યું કે આ બધુ જ રાજનૈતિક રણનીતિ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. પહેલા અખિલેશજીએ મુલાકાત લીધી અને હવે સોનિયા અને મનમોહન સિંહ અત્રે આવી પહોંચ્યા છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે તેમની સરકાર આવશે ત્યારે તેઓ સાંપ્રદાયિક હિંસા પર એક્ટ લાવશે. તેણે પોતાનું વચન પૂરું કેમ નથી કર્યું.

મદનીએ જણાવ્યું કે લોકોની જિંદગીઓ પર રાજકારણ કરવું યોગ્ય નથી. આ રમખાણ ન્હોતું, એક ખાસ સમુદાય સામે કરવામાં આવેલી કાર્યવાહી હતી. પોલીસ અને પ્રશાસન બંને મળેલા છે. આ સમાજવાદી પાર્ટીની જવાબદારી છે. કેટલાક રાજનૈતિક દળો દ્વારા મુસ્લિમોને ટૉયલેટ પેપરની જેમ ઉપયોગ કરવામાં આવ્યો છે.

English summary
Some Political parties are understand toilet paper to Muslim said Maulana Mahmood Madani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X