For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Updates: ગુજરાત-એમપીમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, મહારાષ્ટ્ર્માં રેડ એલર્ટ

હાલમાં દેશમાં ચોમાસુ ચારે તરફ જામ્યુ છે. જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જાણો ક્યાં થઈ રહ્યો છે વરસાદ...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હાલમાં દેશમાં ચોમાસુ ચારે તરફ જામ્યુ છે. જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રવિવારે રાત્રે ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે આ રાજ્યોના ઘણા જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘણા રાજ્યોમાં જનજીવન ખોરવાઈ ગયુ હતુ. ગુજરાતના નવસારી, વલસાડ અને અમદાવાદમાં ભારે વરસાદ થવાના પગલે અહીંના લોકોને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ પાણી ભરાવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં સૌથી વધુ અસર અમદાવાદના પ્રહલાદપુર, આનંદનગર, જીવરાજપાર્કને થઈ છે જ્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતમાં અતિ ભારે વરસાદ

ગુજરાતમાં અતિ ભારે વરસાદ

રવિવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં રેકૉર્ડબ્રેક 17 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીમાં ભારે વરસાદને પગલે 700 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વલસાડ, નવસારી અને ડાંગની નદીઓ ગાંડીતૂર થઈ હતી. બોડેલીમાં 20 ઈંચ વરસાદ બાદ ધાબા, નળિયા સુધી ઘરો પાણીમાં ડૂબી ગયા.

મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ

મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ

એમપીમાં છિંદવાડામાં પણ અવિરત વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આ રાજ્યમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે મહારાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ થવાની છે. ગઢચિરોલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ રત્નાગીરી, પાલઘર, પુણે, કોલ્હાપુર અને સાતારામાં ભારે વરસાદ પડી શકે છે.

ઓરિસ્સા અને બંગાળમાં પણ ભારે વરસાદની સંભાવના

ઓરિસ્સા અને બંગાળમાં પણ ભારે વરસાદની સંભાવના

યુપી, બિહાર, એમપી, છત્તીસગઢ, ઝારખંડમાં પણ વરસાદ પડી શકે છે, હવામાન વિભાગે આ રાજ્યોમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજે ઉત્તરાખંડના હરિદ્વાર, દેહરાદૂન, ટિહરી, પૌરી, નૈનીતાલ અને અલમોરા જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ઓડિશા અને બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે.

મૂસળધાર વરસાદની સંભાવના

મૂસળધાર વરસાદની સંભાવના

દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. કેરળમાં પાંચ દિવસનુ યલો એલર્ટ પહેલેથી જ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે કર્ણાટક અને તમિલનાડુમાં પણ આજે ભારે વરસાદની આશંકા છે. જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.

English summary
Weather Updates: Flood-like situation due to heavy rains in Gujarat-MP, Red Alert in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X