For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather: ચોમાસાના વરસાદમાં ભીંજાયુ કેરળ, ઘણા રાજ્યોમાં આંધી-પાણીના અણસાર પરંતુ દિલ્લીના શું છે મિજાજ?

સાઉથ-વેસ્ટ મોનસુન અપેક્ષા મુજબ કેરળમાં સમય પહેલા પહોંચી ચૂક્યુ છે જેના કારણે કેરળ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જાણો હવામાન અપડેટ...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સાઉથ-વેસ્ટ મોનસુન અપેક્ષા મુજબ કેરળમાં સમય પહેલા પહોંચી ચૂક્યુ છે જેના કારણે કેરળ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રવિવારે કેરળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. વળી, આજે પણ હવામાને કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ થવાની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે કહ્યુ કે ચોમાસાની ચાલ યોગ્ય છે અને આ રીતે તે મૂવ કરતુ રહ્યુ તો અન્ય રાજ્યોમાં પણ સમય પહેલા દસ્તક દેશે.

ઘણા રાજ્યોમાં થશે વરસાદ

ઘણા રાજ્યોમાં થશે વરસાદ

દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પણ હળવો વરસાદ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં રવિવારે પણ હળવો ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. જેના કારણે લોકોને ગરમીમાંથી તાત્કાલિક રાહત મળી છે. જ્યારે આજે દિલ્હીમાં વાદળો છવાતા હળવો ઝરમર વરસાદ પડી શકે છે. જો કે આજે દિલ્હીનુ મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. જો કે હીટવેવ હવે નહિ આવે.

આ જગ્યાએ ઈન્દ્રદેવતા થશે મહેરબાન

આ જગ્યાએ ઈન્દ્રદેવતા થશે મહેરબાન

યુપી, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ, એમપી, છત્તીસગઢમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે ઈન્દ્રદેવતા પંજાબ, હરિયાણા પર મહેરબાની કરી શકે છે. જ્યારે રાજસ્થાન અને ગુજરાતમાં લોકોને ગરમીનો સામનો કરવો પડશે પરંતુ કેટલાક સ્થળોએ હળવાથી ભારે પવનની શક્યતા છે. જ્યારે રણના રાજ્ય રાજસ્થાનમાં પણ ધૂળની ડમરીઓની શક્યતા છે.

તાપમાનમાં કમી

તાપમાનમાં કમી

ખાનગી હવામાન માહિતી સંસ્થા સ્કાયમેટે જણાવ્યુ છે કે આજે છેલ્લા 24 કલાક દરમિયાન અંદમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, કેરળ, તટીય કર્ણાટક, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પંજાબ, ગોવા, હરિયાણાના કેટલાક ભાગો ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં, પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં વરસાદ થયો છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.

ચેતવણી જાહેર

ચેતવણી જાહેર

જ્યારે આગામી 24 કલાક દરમિયાન કેરળમાં ચોમાસાના કારણે હળવા વરસાદની સંભાવના છે અને પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, બિહાર, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કોંકણ અને ગોવા, દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે તેથી ચેતવણી જાહેર કરવામાં આવી છે.

English summary
Weather Updates: Kerala wet due to Monsoon, Thunderstorm expected in many states but delhi will be hot says IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X